SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ જૈન તીર્થ સર્વસંગ્રહ * સં. ૧૩ર૬ ના ચૈત્ર વદિ અમાવાસ્યા અને સેમવારે સેમવતી અમાવાસ્યાના પર્વ દિવસે અહીં મહારાવલ શ્રીચાચિગદેવે કહેડા–કરેડા ગામના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા માટે નહૂલ (નાડેલ) ની માંડવીમાંથી-જકાતખાતામાંથી અમુક રકમ ઉદકની અંજલિ મૂકવાપૂર્વક અર્પણ કરી છે. (બાકીને ડેક ભાગ ઘસાયેલા અક્ષરેના કારણે વંચાતું નથી. ) * અહીં ૧ જૈન ધર્મશાળા છે અને તે પાષાણનું સૌશિખરી બાવન જિનાલય મંદિર પ્રાચીન બાંધણીનું નજરે પડે છે. મૂળગભારે, ગૂઢમંડપ, ચેકીએ, ભમતીની દેરીઓ, વિશાળ સભામંડપ, શૃંગારકી અને શિખર સાથેની રચનાવાળું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્યામવર્ણ મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર સં. ૧૬૫દને લેખ છે. આ મૂર્તિ જીર્ણોદ્ધાર પ્રસંગે પ્રતિષ્ઠિત કરવામાં આવી હશે. લેકેના કહેવા પ્રમાણે મૂળનાયક ભગવાનની સામેના એક ભાગમાં એવું છિદ્ર મૂકવામાં આવેલું જેથી પિષ સુદિ ૧૦ ના દિવસે સૂર્યનાં બિંબ એ પ્રતિમા ઉપર પડી શકે, પરંતુ જીર્ણોદ્ધાર સમયે એ તરફની ભીંત ઊંચી ચણ લેવામાં આવતાં હવે એ પ્રકાશ પડતું નથી. અહીંની દેવકુલિકાઓની એક બારશાખમાંથી મળેલ એક લેખ શ્રીપૂણચંદજી નાહરે આ પ્રકારે નેણે છે – " संवत् १०३९ [व]र्षे श्रीसंडेरकगच्छे श्रीयशोभद्रसूरिसंताने श्रीश्यामाचार्या........प्र० भ० श्रीयशोभद्रसूरिभिः श्रीपार्श्वनाथविं પ્રતિદિત...પૂર્વ વોર્તિ ” • ' આ શિલાલેખ બતાવે છે કે શ્રીયશેભદ્રસૂરિએ શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. આથી આ દેવકુલિકાઓ કરતાં આ મંદિર વધુ પ્રાચીન હોવાનું અને એથીયે પુરાણું આ ગામ હશે એવું અનુમાન સહેજે નીકળે છે.. વળી, ભમતીની એક દેરીની મૂર્તિ ઉપર સં. ૧૩૦૩ ના ચૈત્ર વદિ ૪ ને સેમવારને લેખ છે, બીજી મૂર્તિ ઉપર સં. ૧૩૪૧ ના જેઠ સુદિ ૧૫ ને રવિવારને લેખ છે અને ત્રીજી મૂર્તિ ઉપર સં. ૧૪૬ ના જેઠ ૩ ને બુધવારનો લેખ છે. આ મંદિરને સભામંડપ મેવાડનાં બીજાં મંદિરે કરતાં એની વિશાળતાથી અલગ તરી આવે છે. આ મંડપની બંને માજીએ નાના મંડપવાળાં બે દેરાસરે બનેલાં છે, તેમના એક મંડપમાં અરબી ભાષાને લેખ જોવાય છે. જે પાછળથી કેઈએ લગાવી દીધું હોય એમ લાગે છે. સભામંડપના થાંભલાઓમાં સાંકળથી લટકતા ઘટેની આકૃતિઓ બનેલી હોવાથી લેકમાં એવી માન્યતા પ્રચલિત છે કે આ મંદિરને બંધાવવામાં કઈ વણઝારાએ સારે ફાળો આપે હશે. વસ્તુત: આવી આકતિઓ તો શિલ્પ સ્થાપત્યનો એક પ્રકાર છે. દક્ષિણનાં વષ્ણવ મંદિરોમાં આવા શિ૯૫પ્રકાર આજે પણ જોવા મળે છે. આ સભામંડપના ઉપરના ભાગમાં એક મજિદની આકૃતિ બનેલી છે. એ વિશે કહેવાય છે કે, જ્યારે અકબર બાદશાહ અહીં આવ્યું ત્યારે તેણે આવી આકૃતિ બનાવરાવી, જેથી મુસ્લિમે આવા સુંદર મંદિરને નાશ ન કરે. આ હકીકતમાં તથ્થાંશ ન હોય તોય એટલું નક્કી છે કે, મુસ્લિમ સત્તા વખતે આ મંદિરને બચાવી રાખવા માટે મંદિરના જીર્ણોદ્ધાર સમયે આવો આકાર ઊભું કરવામાં આવ્યું હશે. કેમકે આવા આકારે તે કેટલાંયે જૈન મંદિરમાં ઉપર્યુક્ત હેતુથી જ ઊભા કરવામાં આવેલા જોવાય છે. - “ગુર્નાવલી”માં ઉલ્લેખ છે: “શીપ છે અર્થાત–મંત્રીશ્વર પિથડકુમારે કહેડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. સુકૃતસાગર” નામના ગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે કે-“માંડવગઢના મહામંત્રી પિથકુમારના પુત્ર ઝાંઝણકુમાર મેટા સંઘ સાથે તીર્થયાત્રાએ નીકળ્યા. શ્રી ધર્મશેષ આદિ અનેક સૂરિપંગ સંઘમાં સાથે જ હતા સંઘ અનેક સ્થળોની યાત્રા કરતે ચિતોડ આ. ચિતેડનાં અનેક જિનમંદિરનાં દર્શન કરી સંઘ કરહેવા આવ્યા. અહીં ઉપસર્ગ હરનારી સુંદર શ્યામવર્ણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યા. સંઘપતિને તિલક કરવામાં આવ્યું તે પછી સૂરિજીએ ઉપદેશ આપતાં સંઘપતિએ અહીંના નાના જિનમંદિરના જીર્ણોદ્ધારને આરંભ કરાવ્યો. એ પ્રાચીન મંદિર ઉપર મંત્રીશ્વરે સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું”: " तच्चैत्यमन्तरे क्षिप्त्वा पादाक्रान्तोदकहस्तः । प्रासादः सप्तभूमोऽब्दमण्डपादियुतोऽरचि ॥" ' ' . આ હકીકતથી જણાય છે કે મંત્રીશ્વર પિથડકમારે બંધાવેલા મંદિરને ઝાંઝણે સાત માળનું કરાવ્યું ''હશે; પરંતુ હાલમાં આ સાત માળના મંદિરને અહીં પત્તો નથી. ઉપર્યુક્ત મંદિર તે સં. ૧૦૩૯ પહેલાંનું છે, ત્યારે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy