________________
૩૪ર
જૈન તીર્થ સશપ્રહ ઢીંગકા મંદિર પાસે શ્રી આદિનાથ ભગવાનનું છે. પં. ગૌરીશંકર ઓઝાજીના કથન મુજબ નગરમાં પ્રવેશ કરતાં પૂલમાં પણ જૈન મંદિરના કેટલાયે પથ્થરે લાગેલા જોવાય છે. -
- ચિડ ગઢ જંકશનથી કિલ્લા સુધી પાકી સડક બાંધેલી છે. સ્ટેશનથી ૨ માઈલ દૂર ચિતોડ નગર છે. ગંભીરી નામની નદી અહીંના પ્રાચીન ગૌરવનું ગીત ગાતી વહી રહી છે.
ચિતડને કિલ્લે સમુદ્રની સપાટીથી ૧૮૫૦ ફીટ ઊંચી, ૩ માઈલ લાંબી અને અનુમાનથી ના માઈલ પહોળી ઉત્તર-દક્ષિણ સ્થિત પહાડી પર બનેલ છે. “ગઢ તે ચિતોડ ગઢ ઔર સબ ગઢયા”નું બિરુદ પામેલે આ કિલ્લે આજે ખખડી ગયે છે. તળેટીથી કિલ્લાની ઊંચાઈ ૫૦૦ ફીટ છે, પહાડ પર સમતલ ભૂમિ હોવાથી અહીં કેટલાયે કંડે, તળાવ, મંદિર અને મહેલ વગેરે બંધાયેલા છે. પહેલાં આ ગઢ ઉપર સારી આબાદી હતી પરંતુ અત્યારે તે પહાડીના પશ્ચિમી ખૂણા ઉપર લગભગ ૨૦૦ ઘર વિદ્યમાન છે, બાકી બધાં મકાને પડી ગયાં છે. આ કિલ્લામાં કેટલીયે ઈમારતે આજે પણ એ ગૌરવશાળી અતીતકાળની પવિત્ર સ્મૃતિમાં ઊભી છે. આજે અહીં પાંચ જૈન મંદિરો ઊભાં છે. (૧) શ્રી મહાવીર સ્વામીનું ઘૂમટબંધી મંદિર, (૨) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, (૩) સતવીસ દેવરી નામે ઓળખાતું
શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર અને (૪) ગૌમુખી પાસે શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર તેમજ (૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. આ મંદિરે અને બીજા અવશેષ ઉપર જરા દૃષ્ટિ ફેરવી લઈએ:
રામપળમાંથી આગળ જતાં જૂના રાજમહેલની પાસે ઉત્તર તરફ એક નાનું કળાયુક્ત મંદિર છે જેને લેકે શંગાર ચેરી” ના નામે ઓળખે છે. મંદિરની તરફ મૂર્તિઓ ભરચક છે. ખરેખર, શંગારરી એ ચિતેડગઢના સોંદર્યનું ઉત્તમ પ્રતીક છે. મધ્યમાં એક નાની વેદી ઉપર ચાર થાંભલાવાળી છત્રી છે અને મૂળનાયક શ્રી શાંતિનાથ * ભગવાન છે. નજર પડતાં જ આંખ ઠરી જાય એવું મૂર્તિવિધાન છે. સં. ૧૨૩ર માં બંધાયેલું આ સુંદર સ્થાપત્ય સં. ૧૩૬૦માં ચિતેડની લૂંટ વખતે ખંડિત થયું, તેને જીર્ણોદ્ધાર મહારાણા કુંભાના ખજાનચી વેલાકે સં. ૧૫૦૫ માં કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા શ્રીજિનસેનસૂરિએ કરી એમ ત્યાંના શિલાલેખથી જણાય છે
બડીપળ પાસે જે મંદિરનાં કેટલાંક અવશે છે. એમાં “સતવીસ દેવરી” નામે ઓળખાતું વિશાળ જૈન મંદિર બાવન જિનાલયવાળું છે. કહેવાય છે કે આમાં ર૭ ભગ્ન મંદિરનાં ખંડિયેરો પડયાં છે, તેથી તેનું નામ “સતવીસ દેવરી પડ્યું છે, આમાં જ ત્રણ મંદિરને આચાર્ય શ્રીવિજયનીતિસૂરિજીએ જીર્ણોદ્ધાર કરાવી સં. ૧૯૮ના માઘ સુદિ ૨ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આમાં કેટલીક મૂતિઓ અને પરિકરો પડ્યાં છે. એક પરિકરને લેખ મળે છે તેના ઉપર સંવત નથી, પરંતુ-“ચત્રવાલગચ્છના પ્રતાપી આચાર્ય ભુવનચંદ્રસૂરિના શિષ્ય, જેમણે પિતાની વિદ્વત્તા અને સાહદયતાથી ગુર્જરેશ્વર અને મેવાડના રાજાઓ તેમજ પ્રજાને રંજિત કરી કેટલાયે રાજવીઓથી સન્માનિત બન્યા હતા, તેમના ઉપદેશથી વર્મનસિંહે સીમંધરસ્વામી અને યુગમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી”—એ. ઉલ્લેખ છે. સં. ૧૪૬૯ સં. ૧૫૦૫, સં. ૧૫૧૦, સં. ૧૫૧૩, સં. ૧૫૩૬ ના લેખો મળી આવે છે, જેમાં બધી મૂર્તિઓને વેતાંબર આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી છે.
આગળ મીરાંબાઈનું મંદિર આવે છે. રાણા ફતેસિંહજીએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આ મંદિર ભવ્ય અને વિશાળ છે, તેના ઉપર ડમ્બલ આમલસારની સુંદર ગોઠવણી છે, શિખરના ભાગમાં એક મંગળચૈત્ય નજરે પડે છે. ડાબી અને જમણી બાજુના દે ઉપરની છાજલીમાં અને તેરમાં આલેખેલી જિનમૂર્તિઓ તેમજ ચેકમાં જમણી બાજીના મંદિરની પાછલી દીવાલમાં પંચતીથી મતિ જોઈ આ મંદિર અસલના વખતમાં જૈન મંદિર હશે અથવા જેન મંદિરના પથ્થરે કામે લગાડયા હશે એમ જણાઈ આવે છે.
એથી આગળ મોકલ રાણાનું મંદિર છે, જેને સમિધેશ્વરનું મંદિર પણ કહે છે. ભેજરાજે બંધાવેલું ત્રિભુવન નારાયણનું મંદિર આ કે બીજું એ જાણવાનું રહે છે. મેકલ રાણાએ તે જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. આ મદિરમાં સં. ૧૨૦૭ ને કુમારપાલને લેખ છે જેને નિર્દેશ અગાઉ કર્યો છે. આ મંદિરના પાછલા ભાગમાં જૈન મૂર્તિઓ કેરેલી છે. જેમાં એક મૂર્તિના હાથમાં મુહપત્તિ છે. મંદિરની બહાર ડાબી બાજુએ દીવાલમાં તીર્થકર ભગવાનને અભિષેક કંરાવતા હોય એવા કળશ સાથેના ઇંદ્રોની આલેખનાપૂર્વકની જિનમૃતિ છે. એ જ દીવાલ ઉપર કંઈક આગળ એક જૈનાચાર્યની મૂર્તિ કેરેલી છે. તેમના હાથમાં મુહમત્તિ છે, ડાબા હાથમાં પુસ્તક છે, સામે સ્થાપનાચાર્ય છે. તેની સામે