SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એલસા ૩૨૫ વિસ્ત્રિય પરમારવંશી મુંજ અને ભેજના સમય (૧૦-૧૧મી સદીમાં જેનાચાર્યોએ અહીં સારે પ્રભાવ પાથર્યો હતે. ભજના સમયમાં શોભન મુનિએ પિતાના ભાઈ ક્વીશ્વર ધનપાલને પરમહંત બનાવ્યું હતું, જેન બન્યા પછી તેમણે “તિલકમંજરી” વગેરે ગ્રંથની રચના કરી હતી. શ્રી શાંતિસૂરિએ તેનું સંશોધન કર્યું હતું. તેમની જ પ્રાર્થનાથી શાંતિસૂરિએ માલવામાં વિહાર કરી ભેજાજની સભાના ૮૪ વાદીઓને જીતી લઈ ભેજરાજે તેમને વાદિવેતાલનું બિરૂદ આપ્યું હતું અને ભેજરાજના તરફથી શરત પ્રમાણે ૮૪ લાખ માલવી રૂપિયા મેળવ્યા હતા. માલવાના ૧ લાખના ગુજરાત દેશના ૧૫ હજાર થતા હોવાથી જે તે હિસાબે ૧૨૬૦૦૦૦ ગૂર્જર દેશના રૂપિયા શાંતિસૂરિને અર્પણ કર્યા હતા, જેમાંથી ૧૨ લાખ ત્યાંના જૈન દેરાસરે માટે ખરચાવ્યા અને બાકીના ૬૦ હજાર થરાદ નગરમાં મોકલાવ્યા અને તે રૂપિયાથી થરાદના આદિનાથના મંદિરમાં મૂળનાયકની ડાબી બાજુમાં દેરી અને રથ કરાવ્યા હતા. એ સમયમાં સુરાચાર્યે પણ ભેજરાજની સભામાં વાદીઓને જીત્યા હતા. ભેજે બનાવેલા વ્યાકરણમાંથી તેમણે ભૂલ બતાવીને માલવીય પંડિતની મશ્કરી કરી હતી. આથી જ તેમના ઉપર ભારે ગુસ્સે થયે હતો અને તેમને સભામાં બોલાવી કઠેર દંડ કરવાનું હતું, પણ તે પહેલાં જ કવિ ધનપાલે તેમને ગુપ્ત રીતે માર્ગ દેખાડી ગુજરાત પહોંચાડી દીધા હતા. એ પછી પણ જૈનાચાર્યોએ આ પ્રદેશમાં વિહાર ચાલુ રાખ્યું હતું પરંતુ પાછળના કાળમાં ત્યાંથી જેની વસ્તી ઘટવા માંડી. એ પ્રાચીન કાળનું ઉજજૈન હાલના ઉજૈનથી ૨ માઈલ દૂર હતું. આજે અહીં ૧૨૦૦ જેટલા ફ્રેનની વસ્તી છે. ૪ ઉપાશ્રય, ૧ ધર્મશાળા અને ૨૦ જેટલાં જૈન મંદિર છે. તેમાં અવંતિપાર્શ્વનાથના મંદિરમાંની મૂર્તિ પ્રાચીન સમયની છે. તેના કારણે આજે પણ આ સ્થળ તીર્થરૂપે ગણાય છે. ૧૮૦. ભેલસા ( કેઠા નંબર: ૩૩૦૬ ) ભેલસ સ્ટેશનથી ૧ માઈલ દૂર ભેલસા નામે ગામ પાલ રાજ્યમાં સાચી પાસે આવેલું છે. આ ગામની પ્રાચીનતા અહીંથી મળી આવેલા ઘણા રૂપના અવશેષેથી સિદ્ધ થાય છે. ડે. ભાંડરકર ભેલસા તામ્રપત્રને આધાર આપી વિદિશાને હાલના ભેલસા તરીકે ઓળખાવે છે જૈન સાહિત્યમાંથી આ હકીક્તને સમર્થન કરતી વિગતે મળે છે તેને સાર એ છે કે, જેના પ્રાચીન આર્ય ક્ષેત્રોમાં ઉલ્લેખેલા દશાર્ણ દેશની રાજધાનીનું નગર વિદિશા હતું. મહાકવિ કાલિદાસે “મેઘદૂત માં એનું સમર્થન કર્યું છે, ભારતના શિલાલેખમાંથી પણ વિદિશાનો ઉલ્લેખ મળે છે. આ નગરી વિદિશા–વેત્રવતી (બેતવા) નદીના કાંઠે વસેલી હતી. તેમાં ભગવાન મહાવીરની ગશીર્ષ ચંદનથી બનાવેલી જીવંતસ્વામીની પ્રતિમા હોવાથી વિદિશા જૈન તીર્થરૂપે પ્રસિદ્ધિ પામી હતી. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ આ પ્રતિમાના દર્શન નિમિત્તે અહીં પધાર્યા હતા. આ વિદિશાની પાસે જ ભગવાન મહાવીરના સમકાલીન ઉજ્જૈનના ચંડપ્રદ્યતે ભાયલસ્વામી નામના વણિકના નામ ઉપરથી ભાઈલસ્વામીપુર વસાવ્યું હતું. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા શ્રીજિનપ્રભસૂરિએ “વિવિધતીર્થક૫” (પૃ ૮૬)માં ભગવાન મહાવીરના તીર્થનામાં ભાઈલસ્વામીગઢને ઉલ્લેખ આ પ્રકારે કર્યો છે – 'भाइलस्वामिगढे देवाधिदेवः ।। આ રીતે ભગવાન મહાવીરની પ્રતિમા વિદિશામાં અને ભાઈલિસ્વામીગઢમાં ઉલ્લેખવાનું કારણ એ સમજાય છે કે, ભાઈલસ્વામીગઢ વિદિશાનો એક ભાગ કે પરુ હોય, અને વિદિશાના ભાઈલસ્વામીગઢમાં એ પ્રતિમા અધિષિત દેવમંદિર હોવું જોઈએ. ૧. આ હકીકત એ વખતે માલવા અને ગુજરાતનાં નાણુને બદલે (exchange) સૂચવે છે. - ૬. Dr. Bhandarkar, Progress Report, western cercle part II, P. 59. ; ; : . . . .
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy