________________
માલવાની મંદિરાવલી
જૈન સુત્રોમાં નિર્દિષ્ટ ૨૫ આર્ય દેશમાં માલવાને સ્વતંત્ર ઉલ્લેખ મળતું નથી પણ પ્રાચીન જનપદમાં માલવય (ભગવતી. અ. ૧૫) અને અવંતિ (અંગુત્તરનિકાચઃ પૃ. ૨૧૩)ને ઉલ્લેખ આ પ્રદેશનો નિર્દેશ કરે છે. એના ઉત્તરીય ભાગની રાજધાનીનું નગર અવંતિ હતું. અવંતિના નામે આ પ્રદેશ અવંતિ નામે ઓળખાતો હતે પરંતુ માલવગણની અહીં સ્થિતિ થયા પછી પ્રાચીન અવંતિ જનપદ માલવ નામે પ્રસિદ્ધિ પામ્યું. આ પ્રદેશમાં માલવા, માડ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોને સમાવેશ થતો હતો. આજે આ પ્રદેશ “મધ્યભારત” નામે ઓળખાય છે.
- ભગવાન મહાવીરના સમયે અવંતિમાં ચંડપ્રદ્યોત નામે રાજા રાજ્ય કરતા હતા. તેની પટરાણી શિવાદેવી અને અંગારવતી વગેરે રાણીઓ ભગવાન મહાવીરના ધર્મશાસનને માનતી હતી. ચંડપ્રદ્યોત પણ ભગવાન મહાવીરને ઉપા- સક હતો. તેની પ્રજા પણ મોટે ભાગે જેનધર્મ પાળતી હતી. ચંડપ્રદ્યોતના જૈનત્વ વિશે જૈન સાહિત્ય એવી નેંધ કરે છે કે, સિંધ-સીવીરના રાજા ઉદાયન પાસે ગોશીષચંદનની ભરાવેલી ભગવાન મહાવીરની પ્રતિમા હતી, જેને જીવંતસ્વામી તરીકે ઉલ્લેખ મળે છે. આ મૂર્તિની રાજા ઉદાયન અને તેની રાણું પ્રભાવતી હંમેશાં પૂજા કરતાં. પ્રભાવતીના મરણ પછી તેની દેવાનંદા નામની દાસી એ મૂર્તિની સંભાળ રાખતી. એ દાસી દ્વારા ચંડપ્રદ્યોતે એ મૂર્તિ
એ મૂર્તિને સ્થાને ચંદનનિમિત બીજી મૂર્તિ મૂકીને ચંડપ્રદ્યોત જે નાઠે તે જ ઉદાયને તેનો પીછો પકડો. ઉદાયને દશપુર (અંદર) પાસે ચંડપ્રદ્યોતને હરાવી પકડ્યો પરંતુ ઉદાયન કોઈ આકસ્મિક કારણે એ પ્રતિમાને પાછી લઈ શકશે નહિ. આખરે ઉદાયને વસાવેલા એ દશપુરમાં અને પાછળથી ચંડપ્રદ્યોતે વસાવેલા ભાયલસ્વામીપુર (ભેલસા)માં એ મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવી, જે સ્થાન વિદિશામાં જીવંતસ્વામીના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. એ તીર્થના નિભાવ માટે કેટલાંયે ગામનું તેણે દાન કર્યું.
ચંડપ્રદ્યોતે એવી જ એક જીવંતસ્વામીની પ્રતિમા બનાવી હતી, જેની અવંતિ–ઉજજૈનમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દશાણપુર (એરછ)માં પણ જીવંતસ્વામીની પ્રતિમા હતી. મહારાજા સંપ્રતિના સમયે આર્ય સુહસ્તિસૂરિ ( વીર નિ સં૦ ૨૪૫ થી ૨૯૧) અને આર્યો સુત્રતા ગણિની વગેરે આ પ્રતિમાઓના વંદન નિમિતે આ પ્રદેશમાં આવ્યા હતા.
- ચંડપ્રદ્યોતને પાલક અને નેપાલ નામે બે પુત્રે અને વાસવદત્તા નામે પુત્રી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે પ્રદ્યોત રાજા પણ મૃત્યુ પામ્યું એટલે પાલક રાજા ગાદીએ બેઠે, જ્યારે ગોપાલે ગણધર સુધર્મસ્વામી પાસે જઈ દીક્ષા લીધી, પાલકને અવંતિવર્ધન અને રાષ્ટ્રવર્ધન નામે બે પુત્રો હતા. પાલક વીર નિ. સં. ૨૦ માં મૃત્યુ પામ્યું ત્યારે અવંતિવર્ધન તેની ગાદીએ આ. અવંતિવર્ધને રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણીને પિતાની બનાવવા માટે રાષ્ટવર્ધનન ખન કરાવ્યું પરંતુ ધારિણીએ આ પરિસ્થિતિને સમજી લઈ કોથાંબી જઈને દીક્ષા લીધી. ધારિણી ગર્ભS. વતી હતી. તેમાં એક બાળકને જન્મ આપે. તેનું કોશબીના અપુત્રિયા રાજા અજિતસેને પાલન કર્યું. તેનું નામ મણિપ્રભ રાખવામાં આવ્યું. અવંતિવર્ધને પિતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા શ્રીજંબૂસ્વામી પાસે વીર નિસં. ર૪ માં દીક્ષા લીધી. અવંતિવર્ધન પછી રાષ્ટ્રવર્ધનને પુત્ર અવંતિષેણ ઉજજૈનની ગાદીએ અને અજિતસેનના મરણ પછી. મળપ્રભ કોળાંબીની ગાદીએ આવ્યા. અવંતિ અને કૌશાંબી વચ્ચે પરાપૂર્વનું વેર ચાલ્યું આવતું હતું. બંને સ્થળે એ ભાઈઓ રાજવી હતા પરંતુ તેઓ એક બીજાના સગપણને જાણતા નહોતા. જ્યારે અવંતિષેણે કોશાબીને ઘેરે ઘાલ્યા ત્યારે - સાધવી માતા ધારિણીએ ત્યાં આવીને બંનેને પરિચય કરાવ્યું. બંને રાષ્ટ્રો વચ્ચેનું વર્ષોજૂનું વેર આમ એકાએક દર થયું.' એ બંને રાજવીઓએ કૌશાંબી અને ઉન્નેની વચ્ચે વત્સકા નદીના કાંઠે પહાડની ગુફામાં અનશન કરી રહેલા મુનિ ધર્મ
૪૦