SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ. ભેયી અને પાનસરનાં મંદિર બંધાયાં હતાં ત્યારે આ તીર્થમાં યાત્રાળુઓની ખૂબ અવરજવર રહેતી. આજે કાર્તિકી ને ચૈત્રી પૂનમના અહીં મેળો ભરાય છે. મહાસુદિ ૧૩ ના રોજ પણ યાત્રાળુઓ ખૂળ આવે છે. શ્રી ચતુરવિજયજી નામના મુનિએ મેત્રાણાનિસ્તવન ફૂલમાલા” નામના સ્તવનમાં આ તીર્થની ઉત્પત્તિને હેવાલ આપે છે. ૨૧. જમણુપુર (ઠા નંબર ઃ ૮૬૮). જમણપુર ગામ પ્રાચીન છે. એની પ્રાચીનતા વિશે મુનિરાજ શ્રીજયંતવિજયજી નેધે છે કે, “જમણપુર ગામ મંત્રી જેત્રસિંહ [ મંત્રીશ્વર વસ્તુપાલના પુત્ર–તેરમી સદી] પિતાની જમ્મણદેવી નામની પત્નીના નામથી વસાવ્યું હોય એમ લાગે છે.” પરંતુ લીંચ ગામના દેરાસરની એક ધાતુ પ્રતિમાના સં૦ ૧૨૮૫ના લેખમાં “જામાણકીયગચ્છને. ઉલ્લેખ આવે છે. મારા ધારવા મુજબ આ ગચ્છની ઉત્પત્તિ “જમણપુર ” ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવી હેય. તો ભાગ્યે જ એ માની શકાય કે જન્મેણુદેવીના નામ ઉપરથી આ ગામ વસાવવામાં આવ્યું! કેમકે સં૦ ૧૨૪૦-૪૨ માં તે મંત્રીશ્વર વસ્તપાલ-તેજપાલને જન્મ થયાનું મનાય છે. તે પછી શ્રીવાસ્તપાલની વિવાહગ્ય ઉંમરે થયેલા પત્ર જેત્રસિંહની વિવાહગ્ય ઉંમર ગણીએ તેયે ઓછામાં ઓછા ૩૫-૪૦ વર્ષને ગાળે માન પડે અને કદાચ જૈત્રસિંહે પરણ્યા પછી તત્કાલ જમણપુર વસાવ્યું હોય તેય “જામાણકીયગચ્છની ઉત્પત્તિ થવાને કંઈક સમય. તે લાગે જ. આ ઉપરથી માની શકાય એમ છે કે જમણપુર ગામ સં. ૧૨૮૫ પહેલાંનું છે, જેદ્રસિંહ પછીનું નહિ. જમણપુરની આસપાસ મોટા મેટા ટેકરાઓ પથરાયેલા છે અને તેમાં મોટા મકાનના પાયા પણ એની. પ્રાચીનતાને પુરા રજૂ કરે છે. જે શોધખોળ કરવામાં આવે તે ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાય એવી સામગ્રી. મળવાનો સંભવ છે. અહીં મૂ૦ ના શ્રીચંદ્રપ્રભ ભગવાનનું મંદિર છે. સં. ૧૯૬૪ ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે એની પ્રતિ કરવામાં આવી છે. મૂળ નાવ ના પરિકરની ગાદી નીચે ધર્મચક છે. તેની બંને બાજુએ એકેક હરણ છે. ગાદી નીચે પ્રાચીન લિપિમાં સં. ૧૧૨૬ વૈશાખ વદિ ૧૧ને શનિવારને લેખ છે. મૂળ ના પાસે જે પરિકર છે તે રાંતેજથી લાવવામાં આવ્યું છે, આમાંના બે ઇંદ્રો નવા લાગે છે. ભમતીમાં રાખેલા. ૧૫ ફૂટ ઊંચા બે પ્રાચીન ઇદ્રો આ પરિકરના હશે એમ લાગે છે. અહીં દેરાસર પાસેના ઉપાશ્રયમાં પરિકરની બે ગાદીઓ, મેટા પરિકરના ઉપરના ભાગ વગેરે રાખેલું છે. આ અધું સારી હાલતમાં જોવાય છે. બંને ગાદીઓ મૂ૦ ના૦ ની ગાદી જેવી જ છે. પણ આમાં બંને બાજુએ ચક્ષચક્ષિણીની. એકેક મતિ વધારે છે. આ ગાદીઓ પ્રાચીન અને કેરણીભરી છે. તે રા ફીટ લાંબી અને ૧ ફટ ઊંચી છે. પરિકરને. ભાગ આ ગાદીઓને બંધબેસતે છે. આમાં કાઉસગ્ગિયા કે ઇદ્રો નથી. આ બે ગાદીઓ પૈકી એક પર સં. ૧૧૨૬ ને. લેખ આ મુજબ છે. "॥९॥ थारापद्रगच्छे श्रीमालविशालधर्कटान्वयः । वरणगमहत्तमतनयः श्रीसंतुकामात्यः ॥१॥ तज्जननो संपुथु श्री]पुण्याय स्वस्य कारापयामास । मंकास्थानकचैत्ये सद्विय(संस्थित)मिदं जिनेंद्रस्य ॥२॥ सं० ११२६ वैशाख । बोदि ११ शनौ ॥" ૧. “શંખેશ્વર મહાતીર્થ' પૃ. ૯૩ ની ટિપ્પણી નં. ૫૬. २. संवत् १२८५ वर्षे ज्येष्ट(छ) शुदि ३ रवी लामाण कीय व्य० यशोधवलसुत व्य० पूनाकेन भ्रातृ-चीरदेवश्रेय श्रीनेमिनाथप्रतिमा રિત છે. આ લેખવાળી ધાતુમૂર્તિ લીંચ ગામના દેરાસરમાં મૌજુદ છે-“પ્રાચીન લેખસંગ્રહઃ” ભા. ૧, લેખાંક: ૩૪. ૩. હારીજના ઉપાશ્રયમાં રાખેલી ગાદી પર પણ આ જ લેખ છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy