SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ એટલે સં. ૧૨૧૮ પહેલાં અહીં વીર જિનમંદિર બની ચૂક્યું હતું, તેથી આ તીર્થ વિશે પ્રાચીન ગ્રં વિવિધ માહિતી આપે છે તે જીર્ણોદ્ધાર સમયની હોય. કહેવાય છે કે, શ્રેણિક કુમાર એક રૂપવતી ભીલડી કન્યા સાથે પરણ્યા પછી આ ગામને તેના જાતનામ ઉપરથી વસાવ્યું. કાળાંતરે આ ગામ વંશાવતીના નામે પ્રસિદ્ધિ પામ્યું. તે બે કેસના ઘેરાવામાં હતું. તેમાં સવા શિખરબંધી જિનાલયે હતાં. સવાસે પથ્થરના બાંધેલા કૂવાઓ હતા અને ઘણી વાવડીઓ હતી. સુંદર રાજગઢી હતી અને બજાર હતું. આ રાજગઢી દેરાસરની પાછળ પશ્ચિમ દિશામાં હતી. આ રથાનને લેકે આજે પણ “ગ” નામે ઓળખે છે. ખેદકામ કરતાં રાજગઢી તે આજે પણ દેખાઈ આવે છે. તેમાંથી પથ્થરે તેમજ બંદૂકના શેક, જેને અડતાં જ શૂરા થઈ જાય એવા મળે છે. આવી નગરી ઉપર વિનાશની આંધી આવી પડી ત્યારે કેઈ નિમિત્ત જૈનાચાર્યે એ વિનાશ પહેલાં જ અહીંથી વિહાર કર્યો અને ઘણું શ્રાવક કુટુંબ તેમની સૂચનાથી અન્યત્ર નિવાસ કરવા ચાલ્યાં ગયાં. તેમાંથી કેટલાકે નિવાસ માટે એક સ્થળ પસંદ કર્યું તે પાછળથી રાધનપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. આ આચાર્યના વિહાર કર્યા પછી ટૂંક સમયમાં જ આ નગરીને આગ દ્વારા ભયંકર વિનાશ થશે. એની પ્રતીતિરૂપે અહીં ત્રણ-ચાર હાથ જમીન ખોદતાં તેમાંથી રાખ, કેલસા, બળેલી ઈટના થર વગેરે આજે પણ મળી આવે છે. અલાઉદ્દીને સં. ૧૩પકમાં પાટણને પાધર કર્યું એ જ સમયે ભીમપલ્લીને પણ નાશ થયો એવી વિગત પણ મળે છે. અહીં સં. ૧૩પ૪–૫૫-૫૬ ના પ્રાચીન પાળિયાઓ પણ ઊભા છે. સુરા સાલાના પાળિયા નજીક એક જૈન મંદિર હતું જેને લેકે “રાંક મંદિર'ના નામે ઓળખતા હતા. જો કે અત્યારે અહીં ટીંબો જોવાય છે પણ મંદિરનો કઈ ભાગ કે અવશેષ હાથ લાગ્યો નથી. સં. ૧૮૭૨માં આ ગામ નવેસર બંધાયું. એ માટે કહેવાય છે કે, ડીસાના વતની મહેતા ધરમચંદ કામદારે ડીસાના ભીલડિયા અણદા બ્રાહ્મણને પ્રેરણા કરી તેથી રાજની મદદથી નવું ભીલડિચા વસ્. સં. ૧૯૦માં આ મંદિર નાનું હતું ને સં. ૧૮૯૨માં તેની પ્રતિષ્ટ થઈ હતી. એ સમયે મૂડ ના શ્રીનેમનાથ પ્રભુ હતા અને આજુબાજુમાં શ્રીચંદ્રપ્રભ જિનેશ્વર તેમજ આદિનાથ પ્રભુ બિરાજમાન હતા. પછીથી જીર્ણોદ્ધાર થતાં આ સ્થાપનામાં ફેરફાર થયે લાગે છે. ' સં. ૧૯૩૬માં પાટણના રહીશ પરીખ વીરચંદભાઈએ આ તીર્થને વહીવટ સંભાળે ત્યારે આજુબાજુની જમીન વાળી લઈ કેટ કરાવ્યું છે. અંદર ક ને ધર્મશાળા છે. આ સમયથી અહીં પોષ દશમીના રોજ મેળો ભરાય છે ને આસપાસની લેકવતી પણ ખૂબ એકઠી થાય છે. તેઓ આ મંદિરની મૂર્તિની બાધા-માનતા પણ રાખે છે. અહીં ગામમાં એક બીજું જૈન મંદિર નવું બનેલું છે. રેલ્વે રતે પાલનપુરથી ડીસા આવીને દસ ગાઉ દૂર ગાડાં કે ઊંટ દ્વારા ભીલડિયા જવાય છે. ૧૫. રામસેન (કાઠા નંબર : ૭૬ર) ભીલડિયાથી ઉત્તર દિશામાં બાર ગાઉ અને ડીસાથી વાયવ્યમાં દશ ગાઉ દૂર રામસેન નામનું પ્રાચીન તીર્થ આવેલું છે. તેનું શાસ્ત્રીય નામ રામસૈન્યપુર છે. ૨. રાધનપુરનાં મસાલિયા કુટુંબની ગોત્રજ દેવી ભીલડિયાની ધર્મશાળાની સામે પૂર્વ દિશામાં બાંધેલા આરસના કૂવામાં છે. કહે છે કે, એ દેવીમૂર્તિ સેનાની હતી. એને કઈ ઉપાડી જતાં પાછળથી બીજી મૂર્તિની સ્થાપના કરેલી છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy