SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પાલનપુર : ૩૩ રાજા પ્રહલાદન વિદ્વાન હતો. એણે રચેલા ગ્રંથમાં આજે બચી રહેલું “પાર્થપરાક્રમ વ્યાયેગ” નામનું નાટક માત્ર એની વિદ્વત્તાને ખ્યાલ આપવા પૂરતું ગણાય. આવા વિદ્વાન અને સંપન્ન રાજવીને આબુના દેલવાડાના મંદિરમાંની એક અતિસુંદર મટી ધાતુમૂર્તિને ગળાવી નાખી અચલેશ્વર મહાદેવનું મંદિ–પિઠિ બનાવવાની અવળી મતિ સૂઝી. કહે છે કે આ કારણે તેને આખા શરીરે કેઢ રેગ થઈ આવ્યું. આ રોગથી એ એટલે બધે બેબાકળ બની ગયે કે શહેરમાંથી કંટાળીને જંગલમાં ચાલ્યા ગયે. એ જંગલને વીંધીને પાદવિહાર કરતા શ્રી. શાલિભદ્રસૂરિ નામના મહાન આચાર્યને તેને ભેટે થયે. રાજ એમની પ્રભાવક પ્રતિભા જોઈને અંજાઈ ગયો અને એ દયામૂર્તિ પાસે પિતાના રોગને કઈ ઉપાય હોય તે તે માટે નમ્રતાભરી પ્રાર્થના કરવા લાગ્યું. તેણે ગળાવી નાખેલી જેન મૂર્તિ વિશેની ઘટના પણ કહી સંભળાવી. સૂરિજીએ તેને આશ્વાસન આપી એના પ્રાયશ્ચિત્તરૂપે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવી એ મૂર્તિનું વણજળ શરીરે લગાડવાનું સૂચવ્યું. રાજવીએ સૂરિજીની આજ્ઞા માથે ચડાવી. આજે પ્રહૂલાદન પાર્શ્વનાથનું જે મંદિર ઊભું છે તેમાં જીર્ણોદ્ધારથી ઘણા ફેરફાર થયા હશે પરંતુ એમાં સંદેહ નથી કે તે ઉપરની ઘટનાનું જ સ્મારક છે. એ રાજા પછી તે જૈનધર્મને ભારે અનુરાગી થયે ને એણે જૈનધર્મના ઉત્કર્ષમાં દિલથી સાથ આપ્યો હતે. કહે છે કે, પ્રહલાદન રાજાએ એ મૂર્તિ સેનાની બનાવી હતી. કેઈ એને પાષાણુમૂર્તિ બનાવ્યાનું પણ કહે છે અને એણે સ્થાપન કરેલી મૂર્તિને સંવેગવશાત્ પાછળથી ભંડારી દેવામાં આવી હતી. એ પછી પાર્શ્વનાથ ભગવાનની નવી મૂર્તિ બનાવીને કરંટગચ્છીય શ્રીકકસૂરિએ સં. ૧ર૭૪ના ફાગણ સુદ ૫ ને ગુરુવારના રોજ એની પ્રતિષ્ઠા કરેલી છે. સુપ્રસિદ્ધ સેમસુંદરસૂરિ અને બાદશાહ અકબરને પ્રતિબોધ કરનાર શ્રીહીરવિજયસૂરિ જેવા પ્રભાવક આચાર્યોને (ક્રમશ: સં. ૧૪૩૦ અને સં. ૧૫૮૩ માં) જન્મ આપનાર આ ભૂમિ જાણે નવા ગૌરવથી ઓપી ઊઠે એમ એ સમયથી આ શહેરની વધુ આબાદી થયેલી કહેવાય છે. ઉપર્યુક્ત પલવિયા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ત્રણ માળનું વિશાળ અને ભવ્ય છે. તેમાં મૂ. નાની આરસની મતિ દેઢેિક ફૂટ ઊંચી છે. ભમતીમાં શ્રીગેડી–પાશ્વનાથની પ્રતિમા છે. માળ ઉપર શ્રી શાંતિનાથ ભગવાન અને શીતળનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિઓ છે. ધાતુની એક પ્રાચીન પંચતીથી દર્શનીય છે. અહીં જમણી તરફના પુંડરીકસ્વામીની મૂર્તિ ઉપર આ પ્રમાણેને ખંડિત લેખ મળે છે – શ્રી....(નાન )શ્રી પ્રવિત્રી પાર્શ્વનને દિયા...........શ્રી રીમૂર્તિ જતા પ્રતિદિતા શ્રીલોમકમમિઃ બે થીદ્ધિમાન............” આની પાસે જ અંબિકાદેવીની મૂર્તિ ઉપરનો લેખ – " सं० १३१५ वर्षे फागण सुदि ४ वुधे श्रीवीसलरायविहारे देवश्रीयुपार्थजगत्यां श्री अविका] देविमूर्ति....अडसीह वर्द्धमानसुत સ... – સારુ ત્રાસવન સમરતકુટુaણે પિતા...શ્રીમ(૧)સૂરિપદે શ્રીમાનસૂરિશિઃ અમર મસૂરિમિક પ્રત્તિતા ગુમ મવતુ !” આ મંદિરમાંની એક આચાર્યપ્રતિમા, જેમણે મૂળ નાની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, તેમના ગુરુની મૂતિ ઉપરનો લેખ: "सं० १२७४ वर्षे फागण शुदि ५ गुरौ श्रीकोरंटकीयगच्छे श्रीककसूरिशिष्यश्रीसर्वदेवसूरीणां मूर्तिः....पुत्र सा० आंबडसंघपतिना कारिता । श्रीकक्कसूरि प्रतिष्टिता । मंगलं भवतु संघस्य ||" આ મલેિખે ઉપરથી પણ આ મંદિરની પ્રાચીનતાને ખ્યાલ આવી શકે એમ છે. આ મંદિર બંધાયું તે સમય લગભગના આ લેખો છે. બીજા લેખમાં “વિસલરાયવિહાર' ઉલ્લેખ છે તે શોધવાનું રહે છે. આ મંદિરની સાથે જ જોડાયેલાં બે મંદિરે એક જ કંપાઉંડમાં આવેલાં છે. તેમાં એક શ્રીઆદીશ્વર ભગવાનનું છે
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy