________________
૨૭
ભરૂચ - આંબડે કેકણના મલ્લિકાર્જુનને હરાવ્યાથી શ્રી. કુમારપાલે તેને “રાજપિતામહ”નું બિરૂદ આપ્યું, એ પછી એટલે સં. ૧૫૨૧-૨૨માં આંબડે કાઈના શકુનિકાવિહારને પાષાણમય બનાવ્યું. પં. શીતવિજયજી કહે છે કે, “તેમણે અહીં ૩૨ લાખ સેરૈયા ખરચ્યા હતા. શ્રી. હેમચંદ્રસૂરિએ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને કુમારપાલે આરતી ઉતારી હતી. એ પ્રતિષ્ઠામહોત્સવમાં દૂર દૂરના નગરે અને ગામના સંઘે એકઠા થયા હતા.
શ્રી. હેમચંદ્રાચાર્યે અહીંની સેંધવાદેવીના ઉપદ્રવને પણ દૂર કર્યો હતો. એ પછી તેજપાલ મંત્રીએ શકુનિકા વિહારની પચીશ દેવકુલિકાઓ માટે સુવર્ણવજ કરાવી આપ્યા હતા. તેમજ
પાલે અહીં ત્રણ સરસ્વતી ભંડારે સ્થાપ્યા હતા. આ શકુનિકાવિહારમાં શ્રીવસ્તુપાલ-તેજપાલનું પ્રશસ્તિકાવ્ય કવિ શ્રી જયશેખરસૂરિએ રચીને એક શિલાપટ્ટ ઉપર અંકિત કરાવી તેની ભીંતમાં ચેડાવ્યું હતું. કે એ શિલાપટ્ટ આજે પ્રાપ્ય નથી પણ આપણા સારા નસીબે તેની જળવાઈ રહેલી તાડપત્રીય પ્રતિ ઉપરથી એ કાવ્ય પ્રગટ થયેલું જોવા મળે છે. તે
વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી શકુનિકાવિહાર અસ્તિત્વમાં હતું. એ પછી મુસ્લિમ રાજકાળમાં ગયાસુદીન તઘલખના સમયમાં આ જૈનવિહાર મસ્જિદરૂપમાં પરિવર્તન પામ્ય.
ભરૂચના આ શકુનિકાવિહારના ઉદ્ધારકાળ પહેલાન, ગુજરાતના પ્રાચીન જૈન ધર્મનિષ્ઠા, કલાપ્રેમ અને સંસ્કાર સમૃદ્ધિની પ્રતીતિ કરાવતે, મૂર્તિ સ્થાપત્ય વિભૂતિને એક મનહર નમૂને કડી ગામના શ્રીસંભવનાથ જિનાલયના ભૈયરામાં સુરક્ષિત હતું. ત્યાંથી જૈન વિદ્યાર્થીભવનમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. * ચૌલુક્ય મૂળરાજના રાજકાળ જેટલી જૂની આ પ્રતિમા શકસંવત્ ૧૦=વિક્રમસંવત્ ૧૦૪૫માં ભરૂચમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી. એ લેખ એ મૂર્તિના પાછળના ભાગમાં આ પ્રમાણે આ લખાય છે – () અસારીના ) ક્રિા) ૪7માિિર્નતાંત (m)તમતિઃ (૨) તક્રસ્ટ(છે) ગુરુતસુચનાતીત સી(શી) (મ) ગઃિ (૨) શિષ્યા મૂસાતો(સત)
નિર્ચત (૪) અછે તોચિન(ગ્રેન) પાર્ટિગિનાં વરં સંવત્ ૧૨ના” - ભાવાર્થ –નાગકુળમાં અત્યંત શાંત મતિવાળા લક્ષ્મણુસૂરિ થઈ ગયા, તેમના ગચ્છમાં ગુરુવૃક્ષનું આચરણ કરતા શીલભદ્રગણિ નામે થયા, તેમના શિષ્ય પશ્વિગણિએ ભૃગુકચ્છ (ભરૂચ)માં મૂલવસતિમાં શ્રેષ્ઠ ત્રણ જિનપ્રતિમાઓ કરાવી. શકસંવત્ ૧૦. '
આ શિલાલેખમાં જણાવેલ મૂલવસતિ એટલે મુખ્ય વસતિ તે શકુનિકાવિહાર હશે કે મૂલ નામના શ્રાવકે બંધાવેલ વસતિ-વિહાર હશે એ જાણવાનું જ રહે છે.
આ મૂર્તિનું પ્રતિમવિધાન શાસ્ત્રીય દષ્ટિએ આબેહૂબ છે. આ મૂર્તિ ધાતુની છે. એની ઊંચાઈ લગભગ ૧ હાથ પ્રમાણ છે. પરિકર અને શિખરથી શેભતી દેવકુલિકા જેવી આ પ્રતિમામાં જિનેશ્વરદેવની ત્રણ મૂર્તિઓ છે. મધ્યમાં મૂળ ના૦ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. મસ્તક ઉપર સાત ફણાવાળા ધરણેન્દ્ર છત્રછાયા કરેલી છે અને તેની ઉપર ત્રણ છત્રા દર્શાવ્યાં છે. તેમની પાછળ અશોકવૃક્ષ આલેખ્યું છે. આસનની નીચે લાલ રંગનું મીનાકારી જડાવકામ કરેલું છે. મ૦ નાની આસપાસ બંને બાજુએ કમળ ઉપર ઊભેલી એકેક કાર્યોત્સર્ગસ્થ પ્રભુની આકૃતિઓ બનાવેલી છે. એ અને પ્રતિમાઓની આસપાસ રહ્યા અને પદ્માવતી દેવીએ પ્રતીહારીરૂપે અંકાયેલી છે. તેની નીચે જમણી બાજુએ ભુજાવાળા યક્ષદેવની અને ડાબી બાજુએ ડાબા ખેાળામાં રાખેલા બાળક સહિત બે હાથવાળી અંબિકાદેવી જણાય છે મૂત્ર ના૦ ના આસન નીચે મધ્યમાં ધર્મચક્ર અને તેની આસપાસ શાંતમુદ્રાવાળા બે સિહે અને નિર્ભીક બે ઠેરની આકૃતિઓ જોવાય છે. તદ્દન નીચેના ભાગમાં નવગ્રહની આકૃતિ પણ સૂચવેલી છે. આ આખુયે મૂર્તિવિધાન કશળ શિલ્પીના હાથે આલેખાયું છે. -
બારમા સૈકાના એક બીજા જેન દેવપ્રાસાદનો ઉલ્લેખ પણ મળી આવે છે. નવાંગીવૃત્તિકાર શ્રી. અભયદેવસૂરિના ૪. વિય હકીકત માટે જુઓ : “જૈન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૦, અંક: ૮માં પં. લાલચંદ ભ. ગાંધીના લેખ..—.