SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરા આમ હોવા છતાં પહેલી મૂર્તિના લેખમાં અકેટક નગરને નિર્દેશ છે, તે હાલનું આકોટા છે, જે એક સમયે સમૃદ્ધ નગર હતું. વિક્રમની નવમી સદીમાં લાટેશ્વર સુવર્ણવર્ષ કર્કરાજના રાજ્યસમયમાં અહીં આસપાસ ૮૪ ગામમાં અકોટક મુખ્ય નગર હતું. એમાં આવેલા આ વટપદ્રક-વડોદરાનું દાન કરાજે કર્યા અંગેનું શક-સંવત્ ૭૩૪ (વિ. સં. ૮૬૯)નું દાનપત્ર પ્રસિદ્ધ થયેલું છે. અહીં આજે ૧૮ જિનમંદિર છે. આ પૈકી નરસિંહજીની પિળમાં આવેલું દાદા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર કુમારપાલના સમયમાં બંધાયું હોવાનું કહેવાય છે કે મૂળનાયકની મૃતિ કરા-ભૂખરા પથ્થરમાંથી સાંગોપાંગ ઉપસાવી કાઢેલી છે. પદ્માસનસ્થ આ મૂર્તિની મુખાકૃતિ બેઠી અને પેટ દબાયેલું છે. ૪-૫ ફીટની ઊંચાઈ છે. મસ્તક ઉપર નવ ફણાઓ વિસ્તારેલી છે. પ્રભુની નીચેથી એક ગૂંચળું વળેલી સર્પાકૃતિ પ્રભુને વીંટાળીને ઉપર ચડતી હોય અને તેમના ઉપર ફણાઓનું છત્ર વિસ્તારતી હોય એ ભવ્ય દેખાવ આમાં કર્યો છે. પ્રભુની પાછળ ફણાધર સપનાં વર્તુલો બંને બાજુએ ત્રણ-ચાર ગૂંચળું વળેલાં બતાવ્યાં છે. પ્રભુની એક પડખે ધરણેન્દ્ર અને બીજી બાજુએ પદ્માવતીનું અર્ધ ઉપસાવેલું રૂપ છે. બંને ખભા ઉપર એકેક મુકુટધારી પુરુષ છે, જેની પાછળ એક સ્ત્રી છે, સ્ત્રીને ડાબો પગ વાળલે છે. આ પિળમાં જ શ્રી. હંસવિજ્યજી મહારાજના શાસ્ત્રભંડારનું મકાન પથ્થરથી બાંધેલું બે માળનું છે. આ ભંડાર અને પ્રારા વિદ્યામંદિરનો શાસસંગ્રહ દર્શનીય છે. પાવાગઢ ઉપર બાવન જિનાલય હતું તેમાં જીરાવલા પાર્શ્વનાથ વગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૧૧૧૨ના વૈશાખ સુદિ ૫ને ગુરુવારના રેજ શ્રી. ગુણસાગરસૂરિએ કરી હતી. જે મૂર્તિને પાવાગઢના પતન સમયે છુપાવી રાખી હતી તે મૂર્તિ સં. ૧૮૮૯ત્માં પ્રગટ થયા પછી સાત વર્ષે મામાની પોળમાં ઊંચું શિખરબંધી મનહર મંદિર બંધાવી સં. ૧૮૯૬ના માઘ સુદિ ૧૩ના દિવસે પ્રતિષ્ઠા કરી છે. મંદિરનું નામ “કલ્યાણ પાર્શ્વનાથ” રાખવામાં આવ્યું છે. આ મંદિરના શતાબ્દી ઉત્સવ સં. ૧૯૯૬માં ઉજવાયે છે. પાવાગઢ : અઢારમી સદીના કવિવર શ્રી લક્ષ્મીરનજી કહે છે: “ગુર્જર દેશ છે ગુનીલે, પાવા નામ ગઢ બેસ: મોટા શ્રી જિનતા પ્રાસાદ, સગ સરીશું માંડે વાદ. પાવાગઢ ઉપર અગાઉ શ્વેતાંબરીય ૧૦ જિનમંદિર હતાં એ ઉલ્લેખ મળે છે પણ આજે તેમાંનું એકે હયાત નથી. ગઢ ઉપર પડેલાં અવશે એની ખાતરી કરાવે છે. આ મંદિરો પૈકી એક મંત્રીશ્વર તેજપાલે “સર્વતોભદ્ર” નામનું કળામય મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. એમ “વસ્તુપાલચરિત્ર” ઉલ્લેખ છે. - શ્રી. મનિસંદરસૂરિના ગુરભાઈ ભુવનસુંદરસૂરિએ પાવાગઢ ઉપર સંભવનાથ ભગવાનની સ્તુતિ કરતાં શ્રી શત્રુંજય પર્વતના અવતારરૂપે તેની ગણના કરાવી છે. “ગુરુગુણરત્નાકર કાવ્યના ઉલ્લેખથી જણાય છે કે માંડવગઢવાસી વેલાકે જે તીર્થોની યાત્રા કરી તેમાં પાવાગઢના શ્રીસંભવનાથ ભગવાનને વાંદ્યાને ઉલ્લેખ મળે છે. શેઠ મેઘાએ આમાં ૮ દેવકુલિકાઓ બનાવી હતી. - પાટણના વતની વીસા પોરવાડ સંઘવી ખીમસિંહ અને સહસાએ પાવાગઢ ઉપર એક જિનમંદિર બંધાવી સં. ૧૫રહના પિષ વદિ ૭ ના રોજ પ્રતિષ્ઠા કરાવી હતી; એવી નોંધ એક પ્રશસ્તિ કરે છે.૪ શ્રી. વિજયસેનસૂરિ સં. ૧૮૭રમાં અહીં આવ્યા ત્યારે શ્રી. જયવંત શેઠે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. સં. ૧૯૪૬માં પં. શ્રી. શીલવિજયજીએ અહીંના નેમિનિણંદને ઉલ્લેખ કર્યો છે. ઓગણીસમી સદીના શ્રી. દીવિજયજીએ રચેલા “જીરાવલી પાર્શ્વનાથ સ્તવનમાં એક મંદિરનું વર્ણન આ પ્રકારે કરેલું છે – કચી છે. ગીરમી સદીમાં શ્રી વિજય ૩. શ્રી. જયસિંહરિકત “ કમારપાલ ચરિત” સર્ગઃ ૨, શ્લ. ૨૨૧, ૫૭. ૪. “જન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૧, અંક: ૧૦-૧૧, પૃષ્ઠ: ર૭૪, શ્લેક: ૧૪.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy