SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ -વડોદરા ખંભાતનાં મંદિર વિશે પ્રાચીન સાહિત્યમાં ઉલ્લેખનીય વર્ણન મળે છે. તેમાં સં. ૧૩૮માં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા “વિવિધતીર્થકલ્પ'માં આ તીર્થની પ્રાચીન કથા આલેખી છે.૧૩ પંદરમા સૈકામાં થયેલા શ્રી. જિનતિલકસૂરિજીએ રચેલી “ખંભાત ત્યપરિપાટીમાં અહીં ૩૬ જિનાલ હોવાની વિગત આપી છે. એ પછી સોળમા સૈકામાં થયેલા શ્રાવક ડુંગર કવિએ રચેલી એવી જ “ચૈત્યપરિપાટી”માં જે કે મંદિરની કુલ સંખ્યા આપી નથી પરંતુ જુદા જુદા વાસમાં જે જે શ્રેણીઓએ જે મૂળનાયકના નામે મંદિરે રચાં તેની સવિસ્તર માહિતી આપી છે. સત્તરમા સકાના કવિવર શ્રી. ઋષભદાસે અહીં ૮૫ મંદિરે હતાં એવી નેંધ આપી છે જે અગાઉ ઉલેખ્યું છે. પં. શીલવિજયજીએ અઢારમા સિકામાં રચેલી “તીર્થમાલા માં મંદિરની સંખ્યા આપી નથી પણ વિશિષ્ટ જેન દેવળો અને શ્રેષ્ઠીઓને. પરિચય કરાવ્યો છે૧૫ આજે અહીં ૬૪ જિનમંદિરો ઊભાં છે. ખંડિયેરની આમાં ગણતરી નથી. મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી (ત્રિપુટી)એ તેમને “જેન તીર્થોને ઈતિહાસમાં અડી ૭૬ મંદિરે હેવાનું લખ્યું છે, જ્યારે “ખંભાતને ઈતિહાસ” અને “ચેત્યપરિપાટી” નામના પુસ્તકમાં અહીંના પર મંદિરની વિગતવાર નેંધ આપી છે. અહીં દરિયા તરફના કેટ પાસે એક જામી મસ્જિદ આવેલી છે. તે સને ૧૩૨૫માં મહમ્મદ અલખુતમારીએ બંધાવ્યાનો ઉલ્લેખ એમાંના એક શિલાલેખમાં કેતરાયેલે છે. આ મસ્જિદ ૨૧૨ ફીટ લાંબી અને ૨૫ર ફીટ પહોળી બેઠા ઘાટની છે. એને દક્ષિણ તરફને દરવાજો અને અંદરની રચના જોતાં, એની અંદરની પરસાલે, થાંભલાઓની ગોઠવણી, જાળીઓ, શૃંગારકીઓ, ઘૂમટે અને તેમાંનું શિલ્પ બોલી ઊઠે છે કે આ મસ્જિદ અસલ જેન મંદિર હોવું જોઈએ. એમાં પાછળથી કરેલા સાદા ફેરફાર અછત રહી શકે એમ નથી. તેમાં આરસને એક પથ્થર મસ્જિદના ઉપલા ભાગમાંથી તૂટી પડયો છે. તેના ઉપર આલેખેલી જેનેની ઐતિહાસિક બીના પ્રગટ થાય છે. પૂર્વકાળમાં જેનાચાર્યો કેવી ઢબથી વ્યાખ્યાન કરતા હતા તેની આબેહૂબ નમૂનેદાર એક જૈનાચાર્યની કતરેલી મૂર્તિ લેવામાં આવે છે. એ મતિ નીચે “શાલિભદ્રસૂરિ' એવા અક્ષરે કતરેલા છે. સૂરિજી આગળ ઠવણીનું એક સુંદર ચિત્ર છે. તેમની આગલી બાજુમાં આચાર્ય મહારાજ સન્મુખ બેઠેલા પાંચ મુનિવરેની આકૃતિઓ છે. તેના ઉપર અનુક્રમે ભવદેવ, મ. હરિશ્ચંદ, ભ. વસ્તુદેવ, ધનદેવ મહત્તર, વાહ શુભચંદ્રગણિ આ પ્રમાણે નામે કેરેલાં છે. છઠ્ઠી સાધુની આકૃતિ અર્ધ છે, તેના ઉપર બેત્રણ અક્ષરે નજરે પડે છે. તે પછી કેટલી આકૃતિઓ હશે તે કહી શકાય એમ નથી. વળી, આચાર્યશ્રીની પાછળ એક મુનિની આકૃતિ છે, તેના પર અભયકુમાર એવા અક્ષરો છે. આ બધી આકૃતિઓના હાથમાં છે અને મુહપત્તિ છે. બીજા આરસના એક થાંભલા ઉપર “સં. ૧૪૫૯ ફાગણ સુદિ ૧ મ” એવા લખેલા અક્ષરે ઘસાયેલી હાલતમાં પણ વાંચી શકાય છે.' આ ઉપરથી જાણી શકાશે કે આ મંદિર કેવું સુંદર અને વિશાળ હતું. કહેવાય છે કે આમાં કેટલાયે ભેયર છે. પરંતુ આજે એ બધું જાણી શકાય એમ નથી. ૪. વડોદરા (કઠા નંબર : ૩૭૬-૪૧૩) આજના વડેદરાનું પ્રાચીન નામ વટપદ્ર હતું. આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. વાગડ પ્રદેશમાં આવેલું વટપદ્ર નામનું ગામ પણ પ્રાચીન છે. મળી આવતા ઉલેખે આ બેમાંના કયા ગામને નિર્દેશ કરે છે એ જાણવાનું રહે છે. પ્રાચીન ઉલેખ મુજબ શ્રી. હરિભદ્રસૂરિએ રચેલા “ઉપદેશપદ” નામના ગ્રંથમાં વટપદ્રના સત્યવાદી ૧૩. એ ગ્રંથમાં “પાર્શ્વસ્થંભનક કલ્પ' અને “Úભનક કલ્પશિલેસ્ટ' ૧૪. “ખંભાયતિ શૃંભણાધીશ દેવ, જાનું નિત નિતુ કરૂં સેવ; સખિ ચાલીન ચત્રપ્રવાડી હેવ, છત્રીશ દેવલાં વાદિદેવ.” ૧૫. “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ' પૃ. ૧૨૨-૨૩ 1. મુનિ શ્રીહુસવિજયજીએ 'જેન' તા. ૮-૫-૨૫ માં આ વિશે માહિતી નાધી છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy