SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રાચીન કાળથી ત્રંબાવતી નગરીના નામે પ્રસિદ્ધિ પામેલું ખંભાત ગુજરાતમાં જળમાર્ગના સિદ્વાર સમા અંદરથી જાણીતુ છે. એક કાળે એના ખંદરી વેપાર ધીખતા હતા. વેપાર સાથે વિષ્ણુકાના સંબંધ કાળજૂના છે. એક હાથે મેળવી બીજા હાથે દેવાની ઔદાર્ય પૂર્ણ ધાર્મિક કળાથી એણે મહાજન તરીકેની નામના મેળવી છે. આ નગરની જાહેઊજલાલીમાં એવા દાનવીર નગરશ્રેષ્ઠીઓને ફાળા કઇ નાનેસને નથી. તેમણે આજસુધીમાં ૬૪ જેટલાં જિનમંદિરની રચના કરી આ નગરને ઉત્તરોત્તર રળિયામણું મનાવી મૂક્યું છે. કવીશ્વર શ્રી. ઋષભદાસે સ. ૧૬૮૫માં ખંભાતનું જે વર્ણન કર્યું છે,? તે એના ભૂતકાલીન વૈભવની ઝાંખી કરાવે છે. તેની એ કડીએમાંયે એ હકીકતના સારસમુચ્ચય મળી રહે છે: ૩. ખંભાત ( કાઠા નંબર : ૩૦૧-૩૬૪ ) “ સકલ નગર નગરીમાં જોય, ત્રભાવટી તે અધિકી હેાય; સકલ દેશતણા શણગાર, ગુજ્જર દેશ નડિત માર. પંચાસિ જિનના પ્રાસાદ, ધ્વજ તારણ તિહાં ઘંટાના; પિસ્તાલીસ તિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિવાચાળ, ઝ આ હકીકતથીયે કંઈક પહેલાંના ભૂતકાળ તરફ દૃષ્ટિ દોડાવીએઃ જૈન તીર્થ સ`સગ્રહ અમુલહસન ( મઉસદી ) નામના એક મુસ્લિમ પ્રવાસી હિ. સ. ૩૦૩. (વિ. સ. ૯૪૦ )માં ખંભાત આવ્યે ત્યારે અહીંના અધિકારી એક વાણિયા હતા જે દક્ષિણના વલ્લભરાયની હકુમત નીચે હકુમત ચલાવતા હતા’ એવી વિગત તેણે પેાતાના કિતાબુલ તસ્બીહવત્ અશરફ' નામના ફારસી ગ્રંથમાં આલેખી છે, પણ આ વિષ્ણુ કાણુ હતા એ જાણવામાં આન્યું નથી. ૨ નવાંગીવૃત્તિકાર તરીકે ખ્યાતિ પામેલા શ્રી. અભયદેવસૂરિએ સ. ૧૧૧૧માં થાંભણા ગામમાં સેઢી નદીના કાંઠેથી એક દિવ્યમૂર્તિ ‘જયતિહુયણુ ’ સ્તંત્રદ્વારા પ્રગટ કરી હતી, જે મૂર્તિના ઇતિહાસ ઘણા જૂના છે. જૈનોની પરંપરા પ્રમાણે આંધ્રવંશીય રાજા સાતવાહનના સમયમાં આ મૂર્તિનું માહાત્મ્ય પ્રસિદ્ધિમાં આવેલું પણ વચ્ચે એ મૂર્તિ લુપ્ત થઇ ગઈ હતી, જેનું પુન: પ્રગટીકરણ શ્રી. અભયદેવસૂરિએ કર્યુ”. સ. ૧૩૬૦ની આસપાસ એ મૂર્તિ ખંભાતમાં લાવવામાં આવી, જેણે આ નગરને તી નું ગૌરવ અપ્યું અને આ સ્તંભન પાર્શ્વનાથ તીર્થની પ્રતિષ્ઠા થઈ. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાયે અહીની સગાળવસહિકામાં સં. ૧૧૫૦માં દીક્ષા લીધી હતી ને વિદ્યાની સાધના અહીં જ આરંભી હતી. એમના સમયમાં અહીં સેા જેટલા કાટવાધીશેા વસતા હતા. તેમણે અહીં કેટલાંયે જિનમંદિર બંધાવ્યાનું કહેવાય છે. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં આ નગર ઉપર અધિકારીઓની મીઠી નજર હતી. મ ંત્રીશ્વર ઉદયન અહી નિવાસ કરતા હતા. તેમણે અહીં ઉડ્ડયનવસહી નામનું જિનાલય અને આલિગ નામના મંત્રીએ શ્રીઆદીશ્વર ભગવાનનું મ ંદિર બંધાવ્યું હતું એવી નોંધ મળે છે. સ. ૧૧૬૫માં મેઢવંશીય ખેલા શ્રેષ્ઠીની ધર્મપત્ની ખાઈ બીડાએ સ્ત`ભન પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અંધાવ્યું હતુ. આજે વિદ્યમાન એ મદિરની એક શિલા ઉપર એ સંબધી લેખ ઉડ્ડી છે." એમાં એમના પરિવારનું અને કેટલાક રાજવીઓનું વર્ણન આપેલું છે. અહીંથી મળી આવતા લેખામાં આ લેખ પ્રાચીન છે. મુનિસુવ્રતજિનચરિત 'ની પ્રશસ્તિમાં અહીંના નામાંકિત શેઠ નાગિલને સં. ૧૧૯૩માં શ્રી. ચંદ્રસૂરિરચિત ઉલ્લેખ મળે છે. 3. ૧. “શ્રી હીરવિજયરિ રાસ ” ર. શ્રી મેરુતુ ંગરચિત ‘ સ્થંભનક પાર્શ્વનાથ ચરિત ' ની અપૂર્ણ પ્રતિ પાટણના ભંડારમાં છે, તેની વિગત ઉપરથી. “કેતલે વરસે દેસ ગુજ્જર, સયલ મ્લેચ્છાયણ થય; ભલઉ ઠામ જાણી બિબ આણી, નયર ખંભાઈત રચ્યઉ. —શ્રી. કુશલલાભ— કૃત ‘- શૃંભણા પાર્શ્વનાથ બૃહત્ સ્તવન ” હસ્તલિખિત ગુટકા ઉપરથી. ૪. ડૂંગર વિકૃત ખ‘ભાયત ચૈત્ય પરિપાટી' ૫. · પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભા. ૨; પૃ. ૩૧૬ થી ૩૨૦ સુધીનું વિવેચન.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy