SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧. અમદાવાદ (કઠા નંબર : ૧-૦૪ ) ગુજરાતના પાટનગર તરીકે સુપ્રસિદ્ધ અમદાવાદનું બીજું નામ રાજનગર છે અને જૂના વખતમાં તેમજ આજે એ “જેનપુરી” એવા નામથી ઘણે સ્થળે પ્રસિદ્ધ છે. એનું કારણ જેમ ગુજરાતના સાંસ્કૃતિક અને ઔદ્યોગિક વિકાસમાં જેને માટે ફળે છે તેમ આ નગરના વિકાસમાં, વેપાર-ઉદ્યોગમાં ને વિખ્યાતિમાં જૈન પ્રજાને એના ધર્મવીર, દાનવીર ને કર્મવીર જૈન શ્રેણીઓને ને સુચરિતા સરસ્વતીના અવતાર સમા નિગ્રંથ જેન આચાર્ય મહારાજે માટે હિસ્સો છે. સાબરમતીના ડાબા કાંઠે આ નગરી આ રૂપમાં પંદરમા સિંકા(સં. ૧૪૬૮)માં નિર્માણ થઈ હતી, એમ ઈતિહાસ કહે છે પરંતુ જૂના રૂપમાં તે તેનું અસ્તિત્વ દશમા સૈકા પહેલાંનું કેટલાક પુરાતત્ત્વવેત્તાઓએ સ્વીકાર્યું છે. આજંના અમદાવાદના ત્રણ અવતારસમા-આશાવલ, કર્ણાવતી ને અમદાવાદ–ત્રણેમાં જેને પ્રતાપ ગૂંજતો દેખાય છે. આશાવલઃ આશાવલ-આશાપલ્લી જે દશમા સૈકા પહેલાનું છે તેમાં “પ્રભાવક ચરિતકારના કથન મુજબ: અહીં ૮૪ મટા શ્રીમંત શ્રાવકે વસતા હતા. જેન અને હિંદુઓનાં અનેક મંદિરે હતાં. અહીં ભાભા પાર્શ્વનાથનું વિશાળ મંદિર હોવાનું શ્રી. સમયસુંદર ઉપાધ્યાય ધે છે. ઉદયન મંત્રીએ બંધાવેલ તેર દેવકુલિકાવાળો ભવ્ય “ઉદયનવિહાર” નામે જિનપ્રાસાદ હતો. ચાચ નામના શ્રેષ્ઠીઓ પણ અહીં જેન દેવાલય બંધાવ્યું હતું. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું એક મંદિર હતું. આ સિવાય બીજાં દેવાલ ઉપરાંત જૈન ભંડારો અને અનેક ગ્રંથો લખાયાની નૈધ પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. જેની શ્રેણી અભયડ નામને દંડનાયક અહીં જ વસતિ હતો. કર્ણાવતીઃ અગિયારમી સદીમાં આશાવલના સ્વામી ભીલપતિ આશાને કર્ણદેવે હરાવી આશાવલને પિતાના નામ ઉપરથી “કર્ણાવતી” નામ આપ્યું. ગુજરાતના ઐતિહાસિક સાધને” નામના પુસ્તકમાં જણાવ્યું છે કે“ કર્ણાવતી થોડા વખતમાં જૈનધર્મનું કેદ્ર બની ગયું.” સોલંકી સિદ્ધરાજના સમયમાં પ્રસિદ્ધ વાદિપંગવ શ્રી, દેવસરિ આવ્યા ત્યારે * અરિષ્ટનેમિપ્રાસાદ”માં પોતાની પ્રવચનધારા વહાવતા હતા. સાંત્ મંત્રીએ અહીં વિશાળ મંદિર બંધાવ્યું હતું. અહમદશાહ બાદશાહનું ફરમાન મેળવી શત્રુંજયને માટે સંઘ કાઢનાર સંઘવી ગુણરાજને પૂર્વજ ચા કર્ણાવતીનું ભૂષણ ગણાતો હતો. શ્રી. હેમચંદ્રાચાર્યે અહીં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મંત્રી પેથડે અહીં ૧. જેન ભંડારોમાંના એક હસ્તલિખિત પત્રમાં આપેલી રાજાવલી મુજબ संवत् १४६८ वर्षे वैशाख वदि ७ रवी पुध्ये अहिमदावादस्थापना ॥ ૨. “પ્રભાવક ચરિત” પૃ ૧૬૫, લે. ૧૨૬. પ્રકા સિં. ચં. ૩. “ભાભ? પારસનાથ મઈ ભેટો, આસાઉલીમાંહિ આજ રે;” -“તીર્થભાસ છત્તીસી', “જૈન ગૂર્જર કવિઓ” ભા. 2, પૃ. ૮૭૪. ૪. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ૦ ૩૩૫. ૫. એજન. પૃ૦ ૪૫૪. “પુરાતન પ્રબંધસંગ્રહ” પૃ. ૨૭ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” પૃ. ૧૭. *.૮, “પ્રભાવક ચરિત” પૃ. ૧૭૪, . ૮૧-૮૩.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy