SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જૈન તીર્થ સર્વસંગ્રહ કળશ વગેરે સ્વરૂપે શિલ્પીય નિયમ મુજબ બરાબર જાય છે. મંદિરમાં પાથરેલું કલાલેખન સાદું છતાં સુઘડ અને વિવિધતાવાળું હોવાથી મનહર લાગે છે. સોલંકીકાળની સર્દયકળાને આ ઉત્તમ નમૂન શિલ્પીય ચેતનાને આદર્શ અભ્યાસી આગળ ખડે કરે છે. અલબત્ત, એમાં પાછળથી થયેલાં સંસ્કરણ પણ અભ્યાસીની નજરે અછતાં રહેતાં નથી. સત્તરમા સૈકામાં થયેલા શ્રીષભદાસ કવિ કુમારપાલરાસમાં કહે છે કે, આ મંદિરના શિખરને કઈ ક્ષતિ પહોંચી નથી એટલે એ પ્રાચીન કાળનું હોવાનું કહે છે, પરંતુ મંદિરનું શિખર બારમી સદી જેટલું પ્રાચીન જણાતું નથી. દેવળની આજુબાજુએ બાંધેલી દેવકુલિકાઓ કેઈ વિનાશને ભેગ બનેલી પ્રતીત થાય છે. એને નાશ કરતાં બચી ગયેલી એક દેવકુલિકા જમીનનું માપ કરતાં દિગંબરેના કબજામાં ગયેલી દેવકુલિકા સુધી જાય છે. આજે તે દિગંબરેના કબજામાં હોવાથી વચ્ચે ભીંત ચણી લીધેલી છે. પ્રાસાદને મડવર અને શિખર ભાતભાતની કેરણીથી ભરેલાં છે. મંદિરની પાછળ ૬૪ દીવાલમાર્ગો છે, જેમાંની એકે દીવાલ નકશી વિનાની નથી. એમાં યક્ષ, ગંધ અને નર્તિકાઓની ભાવનાત્મક સૃષ્ટિ ઊભી કરી મૂર્તરૂપ આપવામાં મણું રાખી નથી. આબુનાં મંદિરે જેવી ઝીણી કેરણી ન હોવા છતાં એની ભવ્યતા આંખને આંજી દે એવી તે છે જ. ખરેખર, આ મંદિરની ઊંચાઈ અજોડ છે. - મંદિરને ૨૩૦ ફીટ જેવા લાંબાપહોળો ચેક મળી ગયું છે. ચોકની બહાર મધ્યમાં ૧૪ર ફીટ ઊંચું, ૧૫૦ ફીટ લાંબુ અને ૧૦૦ ફીટ પહોળું ભવ્ય મંદિર ગોઠવાયેલું છે. લગભગ ૬૩૯ ફીટને ઘેરા આ મંદિરે રોકી લીધો છે. સમગ્ર મંદિર ખારા પથ્થરથી બાંધવામાં આવ્યું છે. ઇંટ અને ચૂનાનું મિશ્રણ એવું સપ્રમાણ શાસ્ત્રીય દષ્ટિએ કરવામાં આવ્યું છે કે આજે ૮૦૦ વર્ષ વીત્યાં છતાંયે મંદિરની કેઈ સામગ્રીને આંચ આવવા પામી નથી. મંદિરનું સુખ અને દરવાજો પૂર્વાભિમુખ છે. દરવાજામાં પ્રવેશ કરતાં અંબિકા માતા અને દ્વારપાલની મૂર્તિ નાં દર્શન થાય છે. મંદિરમાં પ્રવેશ કરવાના ત્રણે દિશાએ ત્રણ પ્રચંડ દરવાજા છે. દરેક દરવાજાને ત્રિશાખાદ્વાર છે અને પ્રવેશદ્વારના ઉંબરમાં બંને બાજુએ ગ્રાસમુખ છે. પગથિયાં આરસનાં પણ સાદાં છે. મંદિરના સિંહદ્વાર પાસે એક વિશાળ અગ્રમંડપ મંત્રી વસ્તુપાલે બંધાવ્યું હતું અને તેમાં બે બાજુએ બે વિશાળ ગવાક્ષે બનાવી ભગવાનની મૂર્તિઓ સ્થાપી હતી પરંતુ એ સ્થાપના અત્યારે વિદ્યમાન નથી. માત્ર લેખ સાથેનાં આસને મેજુદ છે. એ લેખ આ પ્રકારે છે – ___ "ॐ स्वस्ति श्रीविक्रम संवत् १२८४ वर्षे फागुण शुदि २ रवौ श्रीमदणहिलपुरवास्तत्र्यप्राग्वाटान्वयप्रभू(स)त ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्रीआशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूनेन महं श्रीणिग महं श्रीमाल. देवयोरनुजेन मह० श्रोतेजःपालाग्रजन्मना संघपतिमहामात्यश्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगपर्वतश्रोआजतस्वामी मिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनविबालंकृतखत्तकमिदं कारितं । प्रतिष्ठितं ओनागेन्द्रगच्छे भट्टारकश्रीविजयसेनसरिभिः ॥" બીજો લેખ બનાવિનાશ ને બદલે ગ્રીમિનાથ ભગવાનના નામ સિવાય બધે અક્ષરશ: ઉપર મુજબ છે. મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, રંગમંડપ અને છ ચેકીઓની વિભાગરચના કરવામાં આવી છે. રંગમંડપમાંથી મૂળગભારામાં જવા માટે બે નાના દરવાજાએ મૂકેલા છે. તે પછી જ મૂળગભારાનું પ્રવેશદ્વાર આવે છે. મૂળગભારો ૧૮ ફીટ લાંબો અને ૨૩ ફીટ પહોળો છે. આખાયે ગભારે મકરાણાના આરસથી મઢેલે છે. મૂળગભારામાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ ૧૫ હાથની ઉન્નત અને મનહર છે. તેની બંને બાજુએ લાકડાની નિસરણી મૂકેલી છે. તે પર ચડીને મસ્તકે પૂજા થઈ શકે છે. આસપાસ પંચતીર્થીનું ભવ્ય પરિકર છે. મૂળનાયકની પલાંઠી ઉપર ટૂંકે લેખ છે પણ તેને ઘણેખરે ભાગ અત્યારે ઘસાઈ ગયે છે. કહેવાય છે કે, થોડાં વર્ષો ઉપર લેપ ઉતા ત્યારે લેપ ઉતારનારે એ લેખને બેદરકારીથી ઘણે ઘસી નાખે છે. મુનિરાજ શ્રીજયંતવિજયજીએ એ લેખ આ પ્રમાણે વાંચે છે – વફેવમા વીમા... .........રિમિઃ નીચા " ૬. “જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૨, અંક-૨, લેખાંકઃ ૮ .
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy