________________
૧૪ર
જૈન તીર્થ સર્વસંગ્રહ મંદિરની બાંધણી અને નીચેથી લઈને શિખરસુધી કરવામાં આવેલા સેનેરી ભૂરા રંગનું કામ જોવાલાયક છે. આમાં પાષાણુની ૪૮, ધાતુની ૨૩, ચાંદીની ૨૬; કુલ મળીને ૯૭ જિનમૃતિઓ છે. આ સિવાય ૯૫ ચાંદીના અને ૧૪ સધાતુના સિદ્ધચકો છે. દેરાસરના પ્રવેશદ્વારની જમણી બાજુએ ચકેશ્વરી દેવી અને ડાબી બાજુએ મહાકાલી દેવીની આરસની મૂર્તિઓ દર્શનીય છે.
એકંદરે આ તીર્થના મહિમાથી આકર્ષાઈ આસપાસના ગામોમાંથી અને દૂરથી પણ યાત્રીઓ દર્શનાર્થે આવે છે અને અહીંના સંઘની સાધર્મિક ભક્તિ જોઈને યાત્રાળુઓ પુલકિત બની જાય છે.
૭૨. જખો
(ઠા નંબરઃ ૧૯૧૯) સુથરીથી લગભગ ૨૦ માઈલના અંતરે જખી નામે ગામ આવેલું છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૨૦૦ ઘરો. છે પણ ધંધા અંગે કેટલાક લેકે બહાર ગામ રહે છે. ૧ ઉપાશ્રય, યાત્રાળુઓ માટે વિશાળ ૨ ધર્મશાળાઓ, પાઠશાળા, કન્યાશાળા વગેરે છે.
એક વિશાળ વંડામાં જુદા જુદા ગૃહસ્થોએ નવ દેરાસરને ઝૂમખો બાંધી જાણે શત્રુંજય ગિરિની એક ટૂંક જ ઊભી કરી દીધી હોય એવો દેખાવ આ મંદિરે આપી રહ્યાં છે. આ નવ ટૂંક મળોને “રત્ન ટૂંક કહેવાય છે. (૧) આમાંનું મુખ્ય મંદિર શેઠ જીવરાજ રતનસીએ સં. ૧૯૦૫માં બંધાવી તેને પોતાના પિતાના નામથી “રત્ન ટૂંકરનું નામ આપ્યું છે. બાકીનાં મંદિરે તે પછી જ બનેલાં છે.
મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. આ મંદિર, તેની ઉપરનાં વીશ શિખરની કળશ-ધજાઓથી. સૂર્યના તેજમાં જળાંહળાં થઈ રહ્યું હોય એમ દૂરથી દેખાય છે. આ મંદિરની વિશાળતા અને ઊંચાઈ ઓછી નથી.
બાકીના આઠ દેરાસરમાં નીચે મુજબ મૂળનાયક ભગવાન બિરાજમાન છે. (૨) શ્રીસુવિધિનાથ, (૩) શ્રીઆદિનાથ, (૪) શ્રીચિંતામણિ પાર્શ્વનાથ, (૫) શ્રીગેડીપાર્શ્વનાથ અને નીચે શ્રીજીરાવલા પાર્શ્વનાથ, (૬) ઉપરના ભાગમાં. શ્રીગૌતમસ્વામી અને નીચે (૭) શ્રી શાંતિનાથ ભગવાન અને (૮) શ્રીચંદ્રપ્રભસ્વામી.
અહીં પ્રતિમાને પરિવાર પણ ઘણું છે. સમગ્ર મંદિરમાં મળીને પાષાણની ૧૨૬ અને ધાતુની ૮૦ પ્રતિમાઓ છે. સિવાય ટિકની ૨ અને સુવર્ણની ૧ મૂર્તિ પણ અહીં બિરાજમાન કરેલી છે.
૭૩. નળિયા
(ઠા નંબર: ૧૯૨૩) જખોથી ૧૬ માઈલ દૂર નળિયા ગામ આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજકના ર૫૦ ઘર છે, ૧ ઉપાશ્રય યાત્રાળુઓ માટે વિશાળ ધર્મશાળાઓ, જ્ઞાનશાળા, બાલાશ્રમ, પુસ્તક ભંડાર અને દવાખાનું વગેરે છે. એકંદરે ગામ. પ્રમાણમાં સારું છે.
ગામની વચ્ચે આવેલા બજારમાં એક વિશાળ મંદિર જોવાય છે. સોળ શિખરે અને ચૌદ રંગમંડપથી શણગારેલું આ મંદિર અનુપમ શભા ધારી બેઠું છે. તેમાં મૂળનાયક શ્રીચંદ્રપ્રભુ ભગવાન બિરાજમાન છે. આ મંદિરના નિર્માતા શેઠ નરશી નાથાનું નામ, તેમણે પાલીતાણામાં બંધાવેલી વિશાળ ધર્મશાળાથીયે સૌને જાણીતું છે. આ મંદિર સં.. ૧૮૯૭માં બંધાયું છે.