SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ લવાડા-અજારા ' ૧૩૭ આ ઉપરથી જણાય છે કે અહીં શ્રી કુમારપાલ નરેશે મંદિર બંધાવ્યું હતું, જેમાં આદિજિનની અદબુદ મૂર્તિ હતી, અને બીજુ મંદિર પાર્શ્વનાથ જિનનું પણ વિદ્યમાન હતું. સં. ૧૯૫૦માં શ્રીહીરવિજયસૂરિ શત્રુંજયની યાત્રા કરીને આ સ્થળે ચતુર્માસ માટે પધાર્યા હતા, એ સમયે અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી. અઢારમા સિકાના યાત્રી પં. શીવવિજ્યજી આ ગામનું વર્ણન કરતાં કહે છે – “દીવ બંદિર છે સાયરતીર, તિહાં ધરમી વિવહારી ધીર, નવલખુ સરવાડી પાસ, ધનવંત સેવિ લીલ વિલાસ; ફરંગી રાજ્ય કરિ કર છોડ, પૂરિ પરજ કેરાં આજે એ વસ્તી ઘટી જતાં જેનેની વસ્તી નામશેષ બની છે. જેનેની એક ધર્મશાળા અને ત્રણ જૈન મંદિરે એ પ્રાચીન સમૃદ્ધિના અવશેષ સમાં લેવાય છે. આ ત્રણે મંદિરે બજારમાં આવેલાં છે અને બધાં ઘૂમટબંધી પદ્ધતિએ રચાયાં છે. [૧] મૂળનાયક શ્રીનવલખા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર વિશાળ અને મુખ્ય છે. [૨] મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું અને [૩] શ્રીમનાથ ભગવાનનું મંદિર પણ સુંદર છે. આ ગામ અજારાની પંચતીથીમાં તીર્થરૂપ છે. ૬૮. દેલવાડા (કોઠા નંબરઃ ૧૮૨૬) દેલવાડા સ્ટેશનથી મા માઈલ અને અજાથી ના માઈલ દૂર નાનું ગામ છે. અહીં કોળોની વસ્તી ઠીક પ્રમાણમાં છે. કહેવાય છે કે, આ કપલભાઈઓ બસે-અઢી વર્ષ પહેલાં જૈનધર્મના ઉપાસક હતા. તેમણે જ અહીંનું જૈન મંદિર બંધાવ્યું હતું. આજે એ ભાઈઓ વૈવધર્મી બન્યા છે. અહી સેનાની વસ્તી હવે નથી. એક જૈન ધર્મશાળા અને એક નાનું સરખું ધાબાબંધી જૈન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ ગામ પણ અજારાની પંચતીથીમાં ગણાય છે. ૬૯. અજારા (કે નંબર:૧૮૨૭) ઉનાથી ૧ કોશ દર અારા નામનું તદ્દન નાનું ગામડું છે. એક કાળે આની મેટા નગર તરીકે ભારે ખ્યાતિ હતી. નાનું આ કેન્દ્રધામ હતું. આ અખાદ નગર અનેક જૈન મંદિરાથી શોભી રહ્યું હતું. આ નગરની ઉત્પત્તિ વિશે દતસ્થા એવી છે કે-અતિપ્રાચીન કાળમાં રઘુકુળના અજયપાલ નામના રાજાને ત્યારે અનેક રોગોએ ઘેરી લીધા ત્યારે તેનું નિવારણ શ્રીપાશ્વનાથ ભગવાનની પ્રતિમાના ન્ડવગુજળથી થયું હતું. એ ઉપકારવશ થયેલા રાજાએ આ સ્થળે અજયનગર વસાવી એક મોટ જિનમંદિર બંધાવ્યું અને એ પ્રતિમાની તેમાં સ્થાપના કરી. પાછળથી આ નગર એ રાજા અને આ મંદિરગૃહના સંયુક્ત એવા “અજહરાઅજરા' નામે ઓળખાવા લાગ્યું.. '
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy