________________
પ્રભાસપાટણ
૧૩૫
ઉપર્યુક્ત મજિદની પાસે જ એક દીવાલની વચમાં બે માળવાળું એક પ્રાચીન મકાન છે. તેમાં પણ જૈન મંદિરની રચનાલી હુબહૂ નિહાળી શકાય છે. આ સ્થાનને ધૂળ અને ગંદકીથી એવું વિરૂપ બનાવી દીધું છે કે એ પ્રાચીન શિલ્પ તરફ કોઈની નજર જ ન મંડાય.
નગર બહાર માઈપુરી નામે ઓળખાતા સ્થાનમાં પણ એવી જ રચના છે. એને જોતાં જૈનમંદિરને મંડપ તરત ઓળખી શકાય એમ છે.
પ્રાચીનકાળમાં જેન મંદિરે વિદ્યમાન ન હોવાનું રહસ્ય તે ઉપર્યુક્ત હકીકતને જ આભારી છે. આમ હોવા છતાં અહીં ૧૦ જિનમંદિરે મોજુદ છે, જે મેટે ભાગે બસે–ત્રણ વર્ષ પહેલાંની રચનાવાળાં છે કે જીર્ણોદ્ધાર કરેલી સ્થિતિમાં મજુદ છે. આ મંદિરમાં કેટલાંક શિ એની પ્રાચીનતાને ખ્યાલ આપે એવાં તે આજે પણ વિદ્યમાન છે જ. અહીંનાં બધાં મંદિરે ઘૂમટબધી રચનાવાળાં છે.
બજારમાં આવેલી એક શેરીમાં ચંદ્રપ્રભુ જિનેશ્વરનું મંદિર પ્રાચીન અને દર્શનીય છે. મૂળનાયક ચંદ્રપ્રભા તીર્થકરની પાષાણુ મૂતિ ફૂટ ઊંચી અને પ્રાચીન છે. બીજી પણ સુંદર આકૃતિની પ્રતિમાઓ વિદ્યમાન છે. તેમાં ‘ડેકરિયા પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણ રમણીય મૂર્તિ છે. એના ચમત્કાર વિશે કહેવાય છે કે, તેમના હાથમાં કેરી (કચ્છનું ચલણનાણું) ચૂંટેલી છે, તે એમ બતાવે છે કે અગાઉ જ તેમના હાથમાંથી એકેક કેરી નીકળતી હતી પણ કઈ કારણે એ બંધ થતાં છેલ્લી કેરી હાથમાં ચેટી રહી. આ મંદિરમાંની ધાતુની મૂર્તિઓ અને સુંદર ઘડેલાં પરિકરેનું શિલ્પ તે અવર્ણનીય છે. કળારસિક વિદ્વાને એ જોઈને ખરેખર આનંદ પામે છે. આ મંદિરમાં સ્ફટિકની બે પ્રતિમાઓ પણ છે.
ઉપયત મંદિરની પાસે આવેલા શ્રીસુવિધિનાથ ભગવાનના મંદિરનું સ્થાપત્ય અને પંચધાતની વિશાળકાય પ્રતિમાઓ અસાધારણ છે. મૂળનાયની મૂર્તિ ઉપર સં. ૧૫૨૧ને લેખ છે.
બીજા મોટા કંપાઉડમાં શ્રી મહાવીર સ્વામી, શ્રીમલ્લિનાથ, શ્રી આદિનાથ અને શ્રીઅજિતનાથ ભગવાનનાં મંદિર
દ્વારથી નવાં જેવાં લાગે છે પણ અંદરની રચના જોતાં એની પ્રાચીનતા છતી થાય છે. આ મંદિરોના સમૂહ વચ્ચે ઊભેલે બારમા સૈકાને એક સુંદર કારીગરીવાળા મંડપ વિદ્યમાન છે. શિલાલેખ અને પ્રાચીન અવશેષોથી ભરેલાં ભોંયરાં આ નગરમાં જેની પ્રાચીન જાહોજલાલીની પ્રતીતિ કરાવે છે.
આ ઉપરાંત નવા પ્રભાસપાટણમાં ત્રણ નાનાં જૈન મંદિરે છે.
હાલમાં જ એક વ્યવસ્થિત સુંદર ગોઠવણુંવાળું ભવ્ય જૈન મંદિર પાંચેક લાખ રૂપિયાના ખરચે બંધાયું છે. જેની સુંદર રચનાની તેલે ગુજરાતનું કોઈ મંદિર આવી શકશે નહિ, એમ કહેવાય છે. એની પ્રતિષ્ઠા સં. ૨૦૦૮ના મહા સુદિ ૬ ના રોજ કરવામાં આવશે એવી હકીકત વર્તમાનપત્રોથી જણાય છે.
સાળમાં સકાના રાઘવ નામના શ્રેષ્ઠીએ અહીં એક તપાગચ્છીય ધર્મશાળા બંધાવી હતી એવી મધ , , , તિમાંથી મળે છે."
અહીં ઉપાશ્રય, ધર્મશાળા અને પાઠશાળા વગેરે છે. ૪૦૦ શ્રાવકેની વસ્તી છે.
૪. અખંડ આનંદ” વર્ષ ૫, અંક: ૧ માં “સેમિનાથપ્રાસાદ અને પ્રભાસતીર્થ 'લે પ્રભાશંકર ઓ. સેમપરા. ૫. જૈન સત્યપ્રકાશ” ક્રમાંકઃ ૮૨,