________________
1
૧૪
જૈન તીથ સસંગ્રહ
કિખ-નાણુ-નિવ્વાણ તિઠ્ઠાં સિરિ સેહુઇ ઇત્ત, અરણ પ્રતિમા વામ પાસ ર તાસુ સનાત્ર; મંડળ ચલ વિસાલ મેઘમડપ રૂલિઆલઉ, ત્રિ... દિસી ભદ્રતણા પ્ર(પ્રા)સાદ ભાવન્ન જિણાલક, એસર્વિસ શ્રીસમસી માલવ મનરંગ, સંવત ચહ્ન ચુરાણવઇ (૧૪૯૪) નિર્માલડીએ ઉદ્ધૃરીઉ ઉત્તુંગ '' ૨૬
વળી, ભાવના શિષ્ય ર ́ગસારસ્કૃત ગિરનારગિરિ ચૈત્યપરિપાટી ” ( શ્રીઅગરચંદજી નાહટાના સંગ્રહમાંની સ. ૧૯૨૪ માં લખાયેલી અપ્રસિદ્ધ-હસ્તલિખિત પ્રતિ)માં પણ ઉર્યું કત કથનને પુષ્ટિ આપતાં જણાવ્યું છે:—
“ ધન ધન સાનીવંશ પ્રભાવક, સમરસિઘ માલદે શ્રાવક જિણ કરીય ઉદ્યાર. ત્રિહુ ભૂમીપતિ જિણહર ાર, કાઉન્સિંગ રહિયા તેમિકુમાર પઢમ ભૂમિ પેખેવિ. સવત ચદંદ ચઉરાણ (૧૪૯૪) વાર, ઊધરિયઉજિણભવણ મનેાહર ભૂધર જેમ ઉત્તુંગ, ઋ
આ ઉપરથી જણાય છે કે, એશવશી સેાની સમરસ હુ—માલદેવ નામના વ્યવહારી–વણુિકાએ સં. ૧૪૯૪ ( એટલે ઉપર્યુ ક્ત શ્રી, હૅમહંસ કવિના સમસામયિક) કલ્યાણુત્રય વિહારના ઉદ્ધાર કરાવ્યેા હતેા. ચારે બાજુ ત્રણ ભૂમિ, અને વિશાળ મેઘમંડપ રળિયામણા છે. ખીજા ત્રણ મદિરા ભદ્ર જાતનાં॰ હતાં ને બાવન જિનાલય હતું; જે આ સમરસિંહૈ કરાવ્યું હતું. વસ્તુત: સમરસિંહ ને સંગ્રામ સેાનીના નામની સેળભેળ થઈ જવાથી સમરિસંહને મલે સ ંગ્રામ સેાની એવી પ્રસિદ્ધિ થઈ ગયેલી હોય એમ લાગે છે. અત્યારે જે મ ંદિર સંગ્રામ સાનીનું કહેવામાં આવે છે તેનું વર્ણન આને મળતું આવે છે. આ ટ્રંકનું મદિર પ્રાચીન છે. મુખ્ય મંદિર બે માળનું છે અને અહીંનાં બધાં મંદિરોમાં વધુ ઊંચું છે. વિશાળ મૂળગભારામાં મૂળનાયક શ્રીસહસા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જીર્ણોદ્ધાર સમયની છે. સ. ૧૮૫૯માં શ્રીજિનેન્દ્રસૂરિએ આની પ્રતિષ્ઠા કરી છે. રંગમંડપની રચના વિશાળ અને રમણીય છે. ઉપરની ખાજુએ બેઠક છે. ભ્રમતીમાં ત્રણ દેરાસરો છે. દક્ષિણ દિશાની દેરીમાં શ્રીઅજિતનાથ ભગવાન, પશ્ચિમ દિશાની દેરીમાં શ્રીઆદિનાથ ભગવાન, અને ઉત્તર દિશાની દેરીમાં અજિતનાથ ભગવાનનું બિંગ છે. ભમતીમાં કુંડ અનેલા છે; શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ સ. ૧૮૪૩ લગભગમાં આ ટ્રેકને સમરાવી છે.
૫. કુમારપાલની ટૂંક ઃ
સંગ્રામ સેાની( સમરસિંહ સોની )ની ટૂંકથી આગળ જતાં કુમારપાલ મહારાજાની ટૂંક આવે છે. ગુજરાતને ઈતિહાસ જાણનારાને શ્રીહેમચંદ્રસૂરિના અનન્ય ભક્ત પરમાત કુમારપાલ નરેશની જીવનકથા અજાણી નથી. તેમણે આ મંદિર તેરમા સૈકામાં ૫ધાવ્યું છે.
૧૬
૧૭
૧૮
વિશાળ મદિરને ફરતા ચેાક છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીઅભિનંદનસ્વામીની શ્યામવણી ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. તેના ઉપર સ. ૧૮૭૫ ના લેખ છે. આમાં આવેલા ચાવીશ થાંભલાવાળા મંડપ હવે તેા રંગીન કાચથી મઢી લેવામાં આવ્યે છે. કુમારપાલના સમયનું જૂનું કામ અનેક વખતના જીર્ણોદ્ધારથી નષ્ટપ્રાય: થઈ ગયું છે. કાચીનવાળા શેઠ જીવરાજ ધનજીએ આને છીદ્ધાર કરાવ્યે છે.
ઉપર્યુક્ત ચારે સૌધશિખરી દેવપ્રાસાદે એક જ કોટમાં આવેલાં છે.
ܪ
કુમારપાલની ટૂંકમાં ઉત્તર અને દક્ષિણ તરફ બે દ્વારા મૂકેલાં છે, તેમાંથી પાર્વતીય પ્રદેશમાં આવેલા શ્રીચંદ્રપ્રભુના નાના મંદિર તરફ અને લીમકુંડ તરફ જવાય છે. મનેારમ મંદિરની પાછળ ગજપદકુંડ ( હાથી પગલાંના કુંડ ) છે. ત્યાં એક થાંભલા ઉપર જિનપ્રતિમાએ કારેલી છે. મીએ નવે! કુંડ પણ ગજપદકુડ કહેવાય છે.
કુમારપાલના મ ંદિરથી ડાબી ખાજુએ ઘણું! વિશાળ ભીમકુંડ નજરે પડે છે. અહીં ઘણાં પ્રાચીન અવશેષેા પડેલાં મળી આવે છે. એક તરફની ભીંતમાં એક પાષાણુમાં પ્રતિમાએ કોતરેલી જોવાય છે અને નીચે હાથ જોડીને ઊભી રહેલી શ્રાવક-શ્રાવિકાએની આકૃતિઓ પણ છે.
૨૧. ચાર દ્વારવાળાં મદિરાને ફરતાં મુખ્ય દરવાજા સિવાય બાકીના ત્રઝુ દરવાજાની સન્મુખ ખીજાં ત્રણ મંદિશ હાય છે તેને જ્યપ્રાસાદ' કહેવામાં આવે છે.