SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર ૧૧૯ વાડના સોલંકી મૂળરાજના સમયમાં ઉપરકોટના કિલ્લા ખધાન્ય એમ ‘દ્વાશ્રય મહાકાવ્ય’ કાર શ્રી હેમચંદ્રસૂરિ કહે છે. વસ્તુત: ગ્રાહરિપુએ પ્રાચીન દુ` સમરાવ્યા હશે કેમકે એ પહેલાં પણ આ નગર · જીદુ’ નામે પ્રસિદ્ધ હતું. ઉપર કાટની નજીકમાં એ વિશાળ જૈન ધર્મશાળાએ પૈકી એક અમદાવાનિવાસી શેઠે પ્રેમાભાઈ અને બીજી બાજીવાળી ધર્મશાળા છે. ૧. તેની પાસે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું ત્રણ શિખરવાળું મોટું મદિર એ માળનુ છે. નીચે મૂળનાયક શ્રીમહાવીર પ્રભુની સપરિકર મૂર્તિ ભવ્ય અને મનેહર છે. ઉપરના ભાગમાં ચૌમુખજી પધરાવેલા છે, તેમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન છે. ચારે ખૂણાના ગેાખલાઓમાં પણ પ્રતિમાએ છે. ધાતુની ગુરુમૂર્તિએ અને ચાવીશ જિનને આરસપટ્ટ વગેરે છે. બહારના ભાગમાં ડાખી ખાજુએ શ્રીનેમનાથ ભગવાનની સર્વાંગસુંદર શ્વેતવણી પ્રતિમા એ હાથ ઊંચી વિરાજમાન છે. આ મૂર્તિ સં. ૧૯૭૦ માં અહીંના દવાખાનાનું ખાદ્યકામ કરતાં મળી આવી હતી. એક અખિકાદેવીની પ્રાચીન ધાતુપ્રતિમા સ. ૧૦૯૨ના લેખવાળી મૌજુદ છે. આ હકીકત આપણને અહીંનાં પ્રાચીન જૈનમદિરા જે ભૂગભમાં પડવાં છે તેને ખ્યાલ આપે છે. ૨. શહેરમાં આવેલા જગમાલના ચેાકમાં ગેરજીના ડેલા સામે નાનું પણ શિખરખ`ધી શ્રીમદીશ્વર ભગવાનનું મંદિર છે. યતિ શ્રીજૈવત રૂપજીએ સ. ૧૯૦૧ના મહાસુદ ૫ ના રોજ ધાર્યું છે. શહેરમાંનાં કેટલાંક પ્રાચીન મંદિરો ભૃગ માં ભળી ગયાં છે કે ઈતર ધીએએ હાથ કરીલીધાં છે, સ્થાપત્યની દૃષ્ટિએ એ મંદિરની શેાધ કરવામાં આવે તેા એને વાસ્તવિક ખ્યાલ આવી શકે. પ્રાચીન ગ્રંથામાં શહેરના મંદિર સાધે વર્ણન મળે છે, એ મુજ: ચૌદમા સૈકાના · પ્રભાવકચરિત’કાર ઉલ્લેખે છે કે, શ્રીપાદલિપ્તસૂરિ( વિક્રમની લગભગ ખીજી શતાબ્દી )એ ગિરનાર પર્વત નીચે કિલ્લાની પાસે શ્રીનેમિનાથચરિત્રનું વ્યાખ્યાન કર્યુ હતું, જે સાંભળી નાગાર્જુને તેમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં દશા મંડપ, ઉગ્રસેનના મહેલ, અન્ય મકાન, વિવાહમંડપ અને ચૉરી આદિ દૃસ્યા કૌતુકાર્યે ( કાઈ જૈન મંદિરમાં ) બનાવ્યાં હતાં; જે હજી સુધી ( એટલે ચૌદમા સૈકા સુધી) ત્યાં જેવામાં આવે છે. વળી, એ જ સમયના ‘વિવિધતીર્થંકલ્પ ”માં જણાવ્યું છે કે, “તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પેાતાના નામથી માટે કિલ્લા, વાવડી, મદિર અને ખગીચાથી યુક્ત તેજલપુર ગામ વસાવ્યું હતું. ત્યાં ‘ આસરાજવિહાર’ નામનું પિતાના નામે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર કરાવ્યું અને માતાન: નામથી ‘ કુમરસર’ સરોવર બનાવ્યું હતું. તેજલપુરની પૂર્વ દિશામાં આવેલા ઉગ્રસેન નામના ગઢમાં શ્રીયુગાદિનાથ પ્રમુખ જિનમંદિરો શાલી રહ્યાં છે. ગઢમાં જમણી માજુએ ચતુરકાવેદી, લડ઼કઉપરિકા, પશુનાટક વગેરે સ્થાનેા છે. ઉત્તર દિશામાં વિશાળ સ્ત ંભેાથી શાભતે દશારમંડપ છે. ૧૦ આજે તે એમાંનું કશું નથી. વળી, શ્રીરત્નસિંહસૂરિના શિષ્યે સોળમા સૈકામાં રચેલી ગિરનાર તી માળા”માં આ નગરનાં મંદિરનું વર્ણન આ પ્રકારે આલેખ્યું છે:-~ (c હિલ દીઠઉ જી ગઢ જૂનુ, સફલ મનેરથ મઝ આજ તુ, જૂનુ પુણ્ય પ્રાસા; ગઢ ગરૂડ કહુ કેતી કહીંઇ, જોતાં એહુની આદિ ન લહોઇ, ધનપતિ લેાનિવાસ. સવાલહુ ધણિગ થાપી, વસહી વીર ભુર્વાણ (૧) જસ વ્યાપી, સચરાચિર જયકારો; શ્રીશ્રીમાલી સલખઇ લિખી, ચંદ્વિનામ નિય ભવ એળખીએ રિપુ ક્રેસરીઅ (૨) વિહાશે. તે ઉહરીઆ સુથિર ખઇસારી, તેજલપુરનુ પાસ (૩) જીહારી, સમરસ હું કીઊ કાજ; સંઘવો ઘૂઘલ દેહરઇ વદુ, સિહજિણ ́દ (૪) નમી ચિર નંદું, હિંવ જો ગિરિરાજ. ” ૩ ૪૧૧ આ ચારે મદિરામાંથી આજે એકે જોવાતું નથી. ગામની પૂર્વ દિશાએ ગિરનારની તળેટી બે માઈલ દૂર છે. એ નાની પહાડીએની વચ્ચે બાંધેલી સડકે વાઘેશ્વરીના દરવાજેથી બહાર નીકળતાં ગિરનાર ઉપર જવાના માર્ગે, જમણે હાથે સડકના કિનારે એક વિશાળ ખડક છે. તેના ઉપર મૌય પ્રિયદશી' (સંપ્રતિ ) મહારાજાના, ખીન્ને મહાક્ષત્રપ રુદ્ર ૯, “ પ્રભાવકચરિત ''માં શ્રીપાદલિપ્તસૂરિપ્રખ ધ. ૧૦. વિવિધતીર્થંકલ્પ ’માં રૈવતગિરિ૫. ૧૧. “ પ્રાચીન તીર્થમાળા સગ્રહ " પૃ૦ ૩૩.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy