________________
૧૧૬
જૈન તીર્થ સંગ્રહ, ૬૩. ગિરનાર
(કઠા નંબર: ૧૭૦૦-૧૭૨૪) સૈરાષ્ટ્રને આ ગર પર્વત યાદવકાળથી પ્રસિદ્ધ છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણકોથી આ ભૂમિને પવિત્ર કરી છે. એની સાક્ષી આપતો પવિત્ર સૂત્રપાઠ પ્રત્યેક જૈનના ગળામાં ઘુટાયેલે ઘણીવાર સંભળાય છે:
"उज्जिंतसेलसिहरे दिक्खा-नाणं निसिहिया जस्स । तं धम्मचक्कयष्टिमरिद्वनेमि नमंसामि ।। પ્રાઈતિહાસકાળની આ ઘટનાએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જેની વિદ્યમાનતા અને પ્રબળતાને સૂચવી રહી છે. એ સમયે અહીં નેમિનાથ ભગવાનનું મંદિર હતું, જેનું સમર્થન આપતું એક તામ્રપત્ર પ્રભાસપાટણથી મળી આવ્યાનું જાણવા મળે છે. આ તામ્રપત્રની લિપિ ડે. પ્રાણનાથ શાસ્ત્રીએ ઊકેલીને આ પ્રમાણે અર્થ કાઢો છે:
“રવાનગરના રાજ્યના સ્વામી સુ .જાતિના દેવ નેબુસદનેઝર થયા. તે યદરાજ (કૃષ્ણ) ના સ્થાને (દ્વારકા) આવ્યા. તેમણે સર્વદેવ નેમિ જે સ્વર્ગ સમાન રેવત પર્વતના દેવ છે, તેમના માટે મંદિર બનાવી સદા માટે અર્પણ કર્યું.”
ડે. પ્રાણનાથે એનું વાચન કરતાં એમ જણાવ્યું છે કે, આ મહારાજા બેખિલેનિયાને નિવાસી હતું. એ જ્યારે દ્વારકા આવ્યું ત્યારે તેણે એક મંદિર બનાવી રેવત પર્વતના દેવ નેમિ અથવા અરિષ્ટનેમિને અપર્ણ કર્યું છે જેને તીર્થકર હતા, તેમના પ્રત્યે નેબુસદનેઝરની ભારે શ્રદ્ધા અને ભક્તિ હતી. એ રાજ રવાનગરનો સ્વામી હતિ એમ પણ તેમાં કહેવામાં આવ્યું છે. આ રાજાને સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીને બતાવવામાં આવ્યું છે.'
આ હકીકત સાચી હોય તે દ્વારકામાં બંધાવેલું આ મંદિર રેવતગિરિના બંધાયેલા મંદિરના દેવ શ્રીનેમિનાથ પ્રભુને સમર્પણ કર્યું એ ફલિતાર્થ નીકળે. એટલે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં ગિરનાર ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હોવાનું આથી સિદ્ધ થાય છે; પરંતુ પુરાતત્ત્વજ્ઞોએ આવા પ્રાચીન તામ્રપત્રના લેખ તરફ ખાસ ધ્યાન કેમ આપ્યું નથી એ ખરેખર, આશ્ચર્યજનક છે.
એ પછી વિ. સં. પૂર્વે ત્રીજી શતાબ્દી લગભગમાં રચાયેલા “આચારાંગસૂત્ર-નિર્યુક્તિમાં ગિરનારને વંદન કર્યાને પાઠ આ રીતે મળે છે – " अट्टाक्यमुन्जिते, गयग्गपएवं धम्मचक्केया । पासरहावत्तणय, चमरुप्पाय व वंदामि ॥"
આ પર્વતની નેમનાથના પર્વત” નામે પણ પ્રસિદ્ધિ છે. જેને શત્રુંજયની પાંચમી ટૂંક તરીકે ગિરનારને ઓળખાવે છે. જેને અશોકન શાસનલેખ કહેવામાં આવે છે તેને કેટલાક સંશોધકે વસ્તુતઃ સમ્રા પ્રિયદશી" સંપ્રતિને હોવાનું કહે છે. એ રીતે ગિરનારના સ્થાનિક ઈતિહાસને અંકેડે ઈતિહાસકાળ સાથે જોડાઈ જતાં જેન કથાગ્રંથની હકીકતને પણ પ્રામાણિક ઠરાવે એમ છે. છતાં આ હકીકતે તરફ ઈતિહાસવિએ ધ્યાન દેવાજેવું તે છે જ.
એ પછીના સમયને સપકાલીન લેખ અહીંની ચંદ્રગિરિ (બાવાપ્યારાના મઠ) નામની ગુફામાંથી મળી આવ્યું છે, જેના વિશે વિદ્વાનેએ નિર્જત પ્રકાશ પાડ્યો છે, તે લેખ આ પ્રકારે છે
“....સ્તથા પુરાળ[1] [12]ni v[N].........જદારી []zહ્ય રાજ્ઞ ક્ષત્ર ]ા સ્વામિનારાજ) રાણો મ[ણા]...... [વૈત્ર શુલ્થ રિવણે રમે ૧ રૂ]િ જિનિયરે તેવાસુરના [i] ક્ષણે.....થયુનિવ............. વ[િi]નક્ષત્રાણા]નાં કરમર..........”
૧. “Indian culture” April 1938, P. 515, and Times of India” 19th, March 1935, P. 9. ૨. “The Archaeology of Gujrat'–by H. D. Sankalia.