SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ રાવું જય ૧૦૩. (૧) દમણનિવાસી શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલું શ્રોશાંતિનાથ ભગવાનનું મંદિર છે. (૨) મંત્રીશ્વર કરમાશાહે સં. ૧૫૮૭માં સ્થાપન કરેલી શ્રીચક્રેશ્વરી માતાની મૂર્તિવાળી દેરી છે, જે આદીશ્વર ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે. બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણ, સરસ્વતી અને લક્ષ્મી: એમ ચાર દેવીઓની મૂર્તિઓ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી દેવીની અને પદ્માવતીની બે-બે મૂર્તિઓ છે. (૩) શ્રી નેમિનાથની ચોરીનું મંદિર પ્રાચીન લાગે છે. મૂળનાયક શ્રીસુપાર્શ્વનાથ ભગવાન છે ટૂંકી જગામાં નાની બાંધણી કરેલી હોવા છતાં પણ આમાંની રચના ખરેખર સુંદર છે. આને “ભૂલામણીનું મંદિર” કહે છે અને અહીંના મંદિરસમૂહને “વિમલવસહી” કહે છે. અંદર અને બહારની કેરણી આ મંદિર વિમલશાહે બંધાવ્યું હોય એની સાખ પૂરે છે. જીર્ણોદ્ધાર સમયે આલેખેલી ચિત્રમાળા, બાજુના મંદિરના ઘુમટમાં શ્રીમનાથ ભગવાનની જીવનઘટનાઓનું ચિત્રશુકામ તાદશ જોવાય છે. મંદિરના ઉપરના ભાગમાં ચૌમુખજીનાં ત્રણ મંદિરે છે. આબુના દેલવાડાનાં મંદિરોની લાક્ષણિક કેરીનું ભાન કરાવતું કમલપત્ર, તેમજ નાગપાશનું અંકન ઘૂમટમાં શોભે છે. બીજી તરફ યક્ષ-યક્ષિણીઓનું ટશ્ય આલેખ્યું છે. બીજા ઘૂમટમાં અષ્ટસિદ્ધિઓના પ્રતીકરૂપે આઠ મૂતિઓને વીંટી વળેલી એક મૂતિ જોવાય છે. ખરેખર, આ મંદિર પ્રાચીનકળાનો નમૂનો છે. આમાં આલેખેલી નવીન ચિત્રમાળ જોતાં કેટલાકને એની વિમલશાહ જેટલી પ્રાચીનતામાં સંદેહ ઉપજે છે, પરંતુ મંદિરની પાસે પુણ્ય-પાપની બારી આગળ સાંઢણીનું દશ્ય એની પ્રાચીનતાનું સમર્થન કરે છે. આ દશ્યમાં -વસ્તુતઃ સાંઢણે ઉપર જે બેઠેલા છે તે મંત્રી વિમલશાહ અને તેમના સંબંધીઓનું જ સ્વરૂપ દર્શન છે. બસ જેવા વિદ્વાને પણ આ મંદિરના કેટલાક જૂના ભાગેને નિહાળી આ મંદિર પ્રાચીન હવાને સંભવ માને છે. (૪) શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર ગૂર્જરનરેશ પરમહંત કુમારપાલે શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી બંધાવેલ છે. આ મંદિરને વારંવાર જીર્ણોદ્ધાર થતાં એમાં પ્રાચીન શિલ્પાકૃતિઓ રહેવા પામી નથી, છતાં આ મંદિર શત્રુંજય ઉપરનાં મંદિરમાં પ્રાચીન છે. આ મંદિર ભૂલામણના મંદિરના ઘાટનું છે છતાં તેના કરતાં ઊંચું છે. મંદિરમાં ઝીણી કેરણીવાળા પીળા પથ્થરનાં બારશાખ અને શ્રીષભનાથની મૂર્તિ ઉપરનું આસમાની આરસનું છત્ર પ્રાચીનતાને પુરા આપી રહ્યાં છે. ટૂંકનાં બધાં મંદિરનું વર્ણન કરવું ઉદ્દિષ્ટ નથી. તેથી સંક્ષેપમાં કહીએ તે આ ટૂંકમાં નાનાં-મોટાં મળીને ૩ મંદિર છે. તેમાં બે મંદિરે સિવાય બધાં સેળમાં સૈકા પછી બંધાયેલાં છે. ખાસ કરીને તેમનાથની ચેરીવાળું અને કુમારપાલનું મંદિર ઉલ્લેખવાયેગ્ય છે, જેને પરિચય ઉપર કરાવ્યો છે. હાથીપાળમાં પ્રવેશતાં પહેલાં સૂરજકુંડ જોવામાં આવે છે. તેની પાસે વિશાળ એ ભીમકુંડ છે. વળી, બ્રહ્મકંડ જે ઈશ્વરકડ નામે જાણીતું છે તે કેટની રાંગે છે. કુમારપાલના મંદિર પાસેના વિશાળ ટાંકાના પાણીને પ્રભુના માટે ઉપયોગ થાય છે. હાથીપળના દરવાજે છે રંગીન હાથીએની આકૃતિઓ યાત્રીનું ભાવભીનું સ્વાગત કરતા હોય એમ જણાય છે. ટેકની મધ્ય ભાગમાં આવેલું શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર એની અનુપમ ભવ્યતાથી દર્શકનું મન હરી લે છે. એના પવિત્ર વાતાવરણના પ્રભાવ આગળ ગમે તેવાનું મસ્તક નમી પડે છે. જેમનું આ મંદિર છે એ જગતના તારણહાર પ્રભુ આદીશ્વરદેવ આ ભૂમિ ઉપર અનેકવાર પધાયો હતા. એ પધરામણીનું મરણ કરાવવા તેમના પુત્ર રાજર્ષિ ભરતરાજે અહીં એક દિવ્ય મંદિર બંધાવી પ્રથમ ઉદ્ધાર કર્યો. એ પ્રાચીનકાળથી લઈને આજ સુધી આ મંદિરને અનેક રાજવીઓ. શ્રેણીઓ અને ભક્તોએ નવાં નવાં સ્વરૂપથી શણગાયું છે. નાના સામાન્ય ઉદ્ધાની ગણતરી ન કરીએ તોયે આ મંદિરના મોટા જીર્ણોદ્વારે આજસુધીમાં સેળ થયા એવી હકીક્ત ગ્રંથમાં આ પ્રમાણે નેંધાયેલી છે: (૧) ભરતરાજ પછી (૨) દંડવીર્ય, (૩) ઈશાનેં, (૪) દેવેન્દ્ર, (૫) ઈન્દ્ર, (૬) ચમરેંદ્ર, (૭) સગર, (૮) વ્યંતરે, (૯) ચંદ્રયશા, (૧૦) ચકયુદ્ધ, (૧૧) શ્રીરામચંદ્ર, (૧૨) પાંડવોએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યા છે.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy