SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગર ૫૭. જામનગર (કેહા નંબર : ૧૪૮૯-૧૫ર ) પુરાતત્ત્વની દષ્ટિએ જામનગરનો ઈતિહાસ બહુ પ્રાચીન નથી, પરંતુ આ નગરની સોંદયપૂર્ણ બાંધણીમાં જે મનહર કળાત્મા વિલસી રહ્યો છે એ જ આ નગરનું વિશિષ્ટ આકર્ષણ છે. શત્રુંજયની પ્રાચીન ઢંકને ખ્યાલ આપતાં, નગરના મધ્ય ભાગમાં આવેલાં, અહીંનાં ભવ્ય અને અનેખાં જિનાલયેએ આ નગરને જેનેન યાત્રાધામ તરીકેની પ્રસિદ્ધિ અપાવી છે. આ નગરની સ્થાપના સાથે જ જિનાલના ઈતિહાસનો આરંભ થાય છે. સં. ૧૫૯૬ના શ્રાવણ સુદિ ૭ના દિવસે જામ શ્રીરાવળે આ નગરની સ્થાપના કરી, તેને નવાનગર એવું નામ આપ્યું. નગરસ્થાપનાના સમયે જ વીશા શ્રીમાલી જ્ઞાતિના ભણશાલી ગોત્રવાળા આણંદશેઠ અને અબજશેઠના વડિલે તેમજ મકમ કુટુંબ અહીં આવીને વસ્યાં. નગરસ્થાપના સમયે જે ત્રણ તંભે ખડા કરવામાં આવ્યા તેમાંથી પહેલા સ્તંભ આગળ જામશ્રીને ભવ્ય દરબાર ભરવામાં આવ્ય; દરબારગઢની બાજુમાં જ બીજા સ્તંભ આગળ શેઠ કુટુંબનાં નિવાસસ્થળા જાયાં અને ત્રીજા સ્તંભ આગળ મુકીમ કુટુંબને સ્થાન આપતાં માંડવીને વહીવટ તેમના હાથમાં સોંપવામાં આવ્યું. આ દષ્ટિએ જોતાં જામનગરની સ્થાપનામાં અને વિકાસમાં જેનેને ફાળો મહત્વને છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આજે અહીં ચોદ ભવ્ય જિનાલયે શોભી રહ્યાં છે. તેમાંનાં છ જિનાલયે તે લગભગ ૩૦૦-૩૫૦ વર્ષ પહેલાંનાં છે અને બાકીનાં આજથી પચાસ વર્ષ પૂર્વનાં છે. ૧. નગરના મધ્યભાગમાં “શેઠના મંદિરના નામે ઓળખાતા જિનાલયનું ખાતમુહૂર્ત શ્રીઆણંદશેઠે જામ સતાજીના સમયમાં સં. ૧૬૩૩માં કરેલું અને સં. ૧૬૫૧માં શ્રીવિજયદેવસૂરિની અધ્યક્ષતામાં શ્રી આદિનાથ ભગવાનની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉપર્યુક્ત મંદિરની સામે બીજું શ્રીવર્ધમાન શાહ અને શ્રીપસિંહ શેઠે બંધાવેલું મંદિર છે. તેમણે ભદ્રેશ્વરમાં વેપાર કરતાં અઢળક લક્ષમી પેદા કરી અને શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૬૫૦માં શ્રી શત્રુ કાઢયો ત્યારે નાવમાં નાગના બંદરે આવી રણ ઊતરી નવાનગર આવતાં તેના રાજાએ કહેવડાવ્યું કે, તેઓ નવા નગરમાં નિવાસ કરે તે વેપારમાં પિતે અધું દાણ લેશે. આથી આ બંને ભાઈઓ સાથે પાંચ હજાર એશવાળા કર્ટ પણ જામનગર આવી વસ્યાં. કચ્છમાં કલ્યાણસાગરસૂરિને આમંત્રણ આપી તેમની અધ્યક્ષતામાં સં. ૧૯૬૮ શ્રાવણ સુદિ ૫ ના રોજ વિશાળ જિનચૈત્યનું શેઠના હાથે શિલારોપણ કરવામાં આવ્યું. ચિત્યનાં શિખરે અને ઘમટનો ભાગ તૈયાર થતાં સં. ૧૬૭૬ના વૈશાખ સુદિ ૩ ને બુધવારના રોજ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી અને બાવન દેરીઓ વગેરે તૈયાર થતાં સં. ૧૬૪૮ના વૈશાખ સુદિ ૫ ના દિવસે પ્રતિષ્ઠા કરી. ૩-૪. શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય શેઠ તેજસી શાહે સં. ૧૯૨૦ પછીના સમયમાં બંધાવવા માંડ્યું પરંતુ સં. ૧૯૪૬-૪૭માં મગની ચડાઈથી એ મંદિરને નુકસાન પહોંચ્યું ત્યારે સં. ૧૬૪૭માં તેને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને સં. ૧૯૭૫માં શેઠના સુપુત્ર રાયસિંહ શેઠે મંદિરમાં ફરતી દેરીઓ અને પાછળના ભાગમાં ચૌમુખજી વગેરે સ્થાપી મંદિરને ભવ્ય બનાવ્યું. ઉપર્યક્ત મંદિરની જોડાજોડ શેઠ રાયસિંહના ભાઈ નેણુસિહ શેઠે સૌથી ઊંચા શિખરવાળું અને ઝરખાયત કળામય જિનાલય બંધાવી સં. ૧૬૭૬માં પ્રતિષ્ઠા કરી. આ મંદિરમાં શ્રીમનાથ ભગવાનની દેરી પાસે પથ્થરની ચારીની સુંદર રચના કરવામાં આવેલી હોવાથી આ મંદિર “ચારીવાળા મંદિર ’ને નામે પ્રસિદ્ધ છે. વિશાળતા અને કળાયત બાંધણીવાળું આ જિનાલય શિલ્પકળાના ઈતિહાસમાં અનેખું સ્થાન મેળવી ચૂકયું છે. ૧. આ બંને ભાઈઓના ચરિત્ર વિશે જુઓ : “દત્યાણસાગરસૂરિરાસ” પૂર : ૨૯-૩૪ અને ૫. હીરાલાલ હંસરાજકત “વિજ્યાનંદાલ્યુદયકાવ્ય” તેમજ તેના સારભાગ માટે જુઓ: પ્રાચીન જૈન, લેખસંગ્રહ” ભા. ૨, (અવલોકન ) પૂછ: ૪૦-૪૨.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy