SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ c૭ એરિસા ત્રણે પ્રતિમાઓ પ્રગટ થઈ આવી. બાદ અમથા પટેલનું ખેતર વેચાતું લઈને શ્રીસંઘે આ મૂર્તિએને એમાં પધરાવી. એ પછી શ્રીસંઘે એક વિશાળ દેરાસર તૈયાર કરાવવા માંડ્યું અને સં. ૧૯૪૩ના મહા સુદિ ૧૦ ને દિવસે આ ભવ્ય દિવાલયમાં મળનાયક શ્રીમલિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીંનું મંદિર ત્રણ શિખરબંધી, વિશાળ અને રમણીય છે. મૂળ ગભારો અને રંગમંડપ વિસ્તારવાળા છે. ત્રણે તરફના દરવાજાઓની શૃંગારકીએ એની ભવ્યતામાં ઊમેરે કરે છે. મંદિરમાં એક કકરા પથ્થરની મૂર્તિ છે, તેના ઉપર આ પ્રમાણે લેખ છે . • સં. ૧૮૭૬ વૈશાલ સુરિ ૩ જુ.....વાયુપુઝ....ત્તિમાં .... ” આ ઉપર્યુક્ત મળી આવેલી મૂર્તિઓ ઉપરથી આ સ્થળ પ્રાચીનકાળે વસ્તીવાળું હશે અને તેમાં કઈ જૈન મંદિર પણ હોવું જોઈએ, જે કઈ વિપ્લવનો ભોગ બન્યું હશે એમ લાગે છે. ઉપર્યુક્ત મૂર્તિઓ નીકળ્યા પછી બીજી મૂર્તિઓ પણ અહીંની ભૂમિમાંથી મળી આવી છે. લુહારની કેડમાં ખેદતાં આશરે ત્રણ–સવાત્રણ ફીટ ઊંચી એક આરસની પ્રતિમા મળી આવી છે, જે અત્યારે ભેચરામાં મૂકી રાખેલી છે. આ મૂર્તિ પર લેખ નથી, તેના જમણું પડખાના કાન, અંગ, કેણી અને નાસિકા વગેરે ખંડિત થયેલાં છે પણ એનું શિલ્પવિધાન દર્શનીય છે જે પ્રાચીનતાનું ભાન કરાવે છે. ખભા પર આલેખેલા કેશગુરથી આ મૂર્તિ અષભદેવ ભગવાનની હોવાનું પ્રતીત થાય છે. બીજું એક મૂર્તિઓ સાથેનું પ્રાચીન પરિકર અખંડ છે જેની લંબાઈ આશરે સાડા ત્રણ ફીટ અને પહોળાઈ ત્રણ તની છે તે પણ ભોંયરામાં છે. આ સિવાય અહીંની ભૂમિમાં કેટલાંક અવશે હજીયે પડેલાં છે. ગામની પૂર્વ બાજુમાં રેલ્વે માર્ગથી બે ખેતરવા દર વાણિયાની તલાવડી” નામે એક તળાવ છે. આ તળાવના પશ્ચિમ કિનારે ખેતરમાં પરિકરયુક્ત આખી અને નાની ખંડિત પાંચ-છ મતિઓ પડેલી છે. અહીં કાઉસગિયાની મૂર્તિને જમીનમાં બેસાડી દીધી હોવાથી અને પાંચે - sની પાછળ અને પૂરી દીધું હોવાથી તેમની પાછળ લેખ વગેરે છે કે નહીં તે જાણી શકાતું નથી. વળી, પથ્થરની મોટી પાર્ટી પણ મંદિરના કઈ ભાગને અવશેષ હોવાનું જણાય છે. - આ અને બીજાં અવશે ઉપરથી માનવાને કારણે મળે છે કે, આ સ્થળે કોઈ પ્રાચીન નગર વસેલું હશે. કહેવાય છે કે આ ધ્વસ્ત નગર એક સમયનું સમૃદ્ધ ‘પદ્માવતી’ નગર હોવું જોઈએ. મહા સુદિ ૧૦ ને દિવસે અને મલ્લિનાથ ભગવાનના જન્મદિન શ્રાવણી પૂનમે યાત્રાળુઓને અહીં મેળો ભરાય છે. એ સિવાય ત્રી, આકાઢી અને કાર્તિકી પૂર્ણિમાએ પણ યાત્રાળુઓની અવરજવર પૂબ રહે છે. અહી ત્રણ ધર્મશાળાઓ છે અને યાત્રીઓ માટે દરેક પ્રકારની સગવડ મળે છે. પાનસરની સ્થાપના પછી આ તીર્થમાં યાત્રાળુઓ પહેલા જેવા જેવાતા નથી. ૪૫. એરિસા (કેટ નંબર:૧૨૨૬) ગજરાતનું રમણીય પ્રાચીન તીર્થધામ સેરિસા અમદાવાદથી ઉત્તર-પશ્ચિમ દિશાના ખૂણા તરફ એક નાના શકારપે વસેલું છે, જે કલોલ સ્ટેશનથી રાા ગાઉ દૂર છે. કહેવાય છે કે એક કાળે અહીં સાનપુર” નામે અંદર નગર હતું કે સેરિસા તે તેને એક નાનકડે મહેલે હતે. સેનપુર ઉપર વિનાશનાં વાદળ તૂટી પડ્યાં ત્યારે સેરિસા નામપૂરતું નથી રહ્યું.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy