SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તી સસંગ્રહ ૭૪ સિદ્ધરાજના પિતા કર્ણદેવે કેટલાંએક ગામ ખક્ષિસ આપ્યાં હતાં, તેમાં આ ગામ મુખ્ય હતું પરંતુ કાઈ કાણુસર તેએ પાટડી ગયા તે સમયે ઝીંઝુવાડા પાટણને તામે ગયું. રાજકીય ષ્ટિએ આ ગામ સીમા ઉપરનું હોવાથી સિદ્ધરાજે અહી ગામ ફરતા વિશાળ ને મજબૂત કિલ્લા ધાન્ય હતા. જે કે આ કિલ્લે આજે તૂટી ગયા છે અને એ કિલ્લાના મુખ્ય દરવાજા ઉપર મĒ૦ ૩ આટલા અક્ષ કાતરેલા છે. એ ઉપરથી પણ જણાય છે કે સિદ્ધરાજ જયસિંહના આદેશથી મંત્રીશ્વર ઉદયનની દેખરેખ નીચે આ કિલ્લે માંધવામાં આવ્યા હતા. સ્થાપત્યની દૃષ્ટિએ ગુજરાતમાં આ કિલ્લા નમૂનેદાર ગણાય છે. અહીં જૂનું તળાવ અને વાવ મજબૂત પથ્થરનાં ખાંધેલાં છે. તેના ઘણાખરા ભાગ પડી ગયા છે. સંભવ છે કે આ તળાવ અને વાવ પણ કિલ્લાની સાથેાસાથ બંધાયાં હશે. તેરમા સૈકાના દુ નશલ્ય રાજા, જેના શ્રીશ ંખેશ્વર તી ના પ્રભાવથી કાઢ રોગ મટી ગયા હતા અને શ ંખેશ્વરના મંદિરના જેણે જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તે આ ગામના નરેશ હતા. રામગઢીના કિલ્લાની બહાર પણ ગામના કોટની અંદર એક નાનું પ્રાચીન જૈન મંદિર હતું, તેના ધ્વંસ થઈ ગયા છે પણ તે જગા હજી જેનેાના કબજામાં છે. અહીં બે માળનું ત્રણ ગભારા અને ત્રણ શિખરવાળું વિશાળ ને ભવ્ય મંદિર છે. અને માળમાં મૂ॰ ના૦ શ્રીશાંતિનાથ ભગવાન છે. તેમની સ. ૧૯૦૫ના મહાસુદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેરાસરના ઉપલા માળમાં આવેલા મુખ્ય ગભારામાં એક ખૂણામાં ચાવીશીથી છૂટી પડી ગયેલી એક નાની એકી મૂર્તિ છે તે ખાજુના ગભારામાં જૂના દેરાસરમાંથી લાવેલા આરસના સમવસરણના ત્રણ ગઢની રચનાને નમૂને પ્રાચીન છે. એક ખૂણામાં પરિકરથી છૂટા પડી ગયેલા એક નાના કાઉસગ્ગિયા આરસના છે અને એક પટ્ટમાં એ જોડી પગલાં છે તે શ્રીહીરરત્નસૂરિના પટ્ટધર જયરત્નસૂરિ અને ભાવરત્નસૂરિનાં છે. તેના ઉપર સ. ૧૭૩૪-૩૫ અને સ. ૧૯૧૫ના લેખા ઉત્કી છે. નીચેના મૂ॰ ના૦ ના ઉપર પ ́ચતીથી'નું પ્રાચીન પરિકર છે. પરિકરની ગાદી નવીન છે. તેના પર સં. ૧૯૦૩ના વૈશાખ સુદિ ૩ ને લેખ છે, જે પરિકરના જીર્ણોદ્ધાર સંખ'ધી છે. * ૪૧. વડગામ ( કાઠા નંબર : ૧૧૫૯ ) દસાડા રાજ્યમાં વડગામ જૈન તીર્થરૂપ મનાય છે. અત્યારે શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરખ ધી લભ્ય જિનાલય છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૯૦૫ માં થઈ છે. એ પહેલાં ઘર-દેરાસરરૂપે એ એરડીએ હતી. આ મંદિર વિશે દંતકથા છે કે, અહીં મૂ. ના. પાસે લગભગ એક હજાર વર્ષથી અખંડ દીવા પ્રજળે છે. એટલે આ ગામ અને મંદિર એથીયે પ્રાચીન હેવું જોઇએ. અહીંના કેઇ વખતના પૂજારી દુષ્કાળ અથવા મરકી અદ્ઘિ રાગચાળા વખતે પણ સાચા દિલથી પ્રભુની પૂજા કરતા હતા તેથી તેને હંમેશાં નિયમિતપણે અડધા રૂપિયા અને એક પાલી ચેાખા ચમત્કારિક રીતે મળતા હતા. મૂળનાયક ઉપર લેખ નથી. ગરદનથી ખ ંડિત હાય એમ લાગે છે. દેરાસરની દક્ષિણ તરફની ચાકી પાસે એક નાની દેરીમાં શ ંકરનાં લિંગે છે અને પાસેના ગેાખલામાં ગણપતિની મૂર્તિ છે. અહીંના પૂજારીએ પાછળથી આ લિંગા અને મૂર્તિ સ્થાપન કરી દીધાં છે. તેની પાસે દેરાસરમાંથી કાઢી નાખેલું પ્રાચીન પમાસણુ છે. સ. ૧૯૫૫ માં અમદાવાદવાળા શેઠ મનસુખભાઈ ભગુભાઈએ અહીં આરસનું કામ થયું ત્યારે જૂનું પખાસણ
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy