________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ભમતીમાં વીશ જિનની પ્રતિમાઓ છે. દરેક મૂર્તિઓમાં બને કે નીચે ટેકા અને આસનમાં ફૂલવેલકેરેલી છે. કેટલીક મૂર્તિ એમાં નાસિકા, હાથ કે પગની આંગળી ખંડિત થયેલી છે. તેમાંની કેટલીક મૂર્તિમાં પ્રતિકાપક શ્રીરત્નસિંહસૂરિ (પંદરમી શતાબ્દી) અને શ્રી શાંતિસૂરિ વગેરેનાં નામે વંચાય છે. - મંદિરની પાછળના બગીચામાંથી મંદિર બંધાવવા વિશે સં. ૧૭૭૪ને એક શિલાલેખ મળે છે, તેમાં જણાવ્યું છે કે, ૧૭૭૪ ને સેમવારે મંદિર કરાવવા માંડ્યું તે સમયે અજિતસિંહ રાજા હતા અને પાટણને સંઘપતિ રતનસિંહ હતે. એ સંઘપતિ રતનસિંહે આ મંદિર બંધાવ્યું (જીર્ણોદ્ધાર કરાવ્યો).
આ અજિતસિંહ રાજા રૂપપર ઠાકર હતો કે પાટણને સુ હતો એ જાણવાનું રહે છે પણ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી રતનસિંહ હતા એમ લેખ પરથી સાબિત થાય છે.
૨૯. પાટણ
(કેટી નંબર : ૯ર૯-૧૦૩૪ ) પાટણને સ્થાનિક ઈતિહાસ ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસમાં એ વણાઈ ગયો છે કે એને તાર મુશ્કેલ થઈ પડે. પાટણની રાજકીય સંકસિદ્ધિમાં જ તેની ધાર્મિક અને સામાજિક ઘટનાઓનું મહત્ત્વ ઉપસી આવે છે. વલભી અને ભિનમાળના પતન પછી તેને સંસ્કારવારસે સાચવી શકે એવી સમર્થ ભૂમિની શોધ કરનાર ચાવડાવંશના પરાક્રમી રાજા વનરાજની દ્રષ્ટિ એક ભૂમિ ઉપર પડી. સરસ્વતીનાં નિર્મળાં નીર એ ભૂમિને પાવન બનાવી રહ્યાં હતાં. નગરનિર્માણનાં શુભ શકુને પણ એને પ્રેરણા આપી રહ્યાં હતાં.
વિદ્વાને માં જેનું ઐતિહાસિક મૂલ્ય સ્વીકારાયું છે એવા જૈન પ્રબંધ મુજબઃ અણહિલ નામના ભરવાડે બતાવેલા લાખારામ નામના સ્થળે જૈન શ્રેષ્ઠી ચાંપાની સલાહથી નાગૅદ્રગના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વિ. સં. ૮૦૨ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે જેનાંથી એક નગરની સ્થાપના કરી, જેનું નામ “અણહિલપુર પાટણ રાખવામાં આવ્યું. ગુજરાતની પાટનગરી બનવાનું સૌભાગ્ય એને શિર લખાયું હતું. સં. ૮૨૧ ના વૈશાખ સુદિ ને સોમવારે શ્રીદેવી શ્રાવિકાએ કરેલા રાજતિલક પૂર્વક વનરાજ ગુજરાતની ગાદીએ બેઠા હતા.
જૈનાચાર્યને હાથે શુભ ઘડીએ થયેલી આ નગરસ્થાપના અને શ્રીદેવી શ્રાવિકાએ કરેલા આ રાજતિલકમાં ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસના સુવર્ણયુગનાં બીજ રોપાયાં છે. અને ચાલુક્ય કુમારપાલના સમય સુધી એ કાતિલનો વિકાસ છેલ્લી ટોચે પહોંચી ચૂક્યો છે. એને ઈતિહાસ તેના જિજ્ઞાસુને સાવ અજાણ્યું નથી. અહીં એની લાંબી કથામાં ઉતરવાનું યે નથી.
ટૂંકમાં ગુજરાતના મહાકવિ નાનાલાલનું વંથલીજેન પરિષદુ પ્રતિષ્ઠત્સવ પ્રસંગનું વક્તવ્ય ટાંકવા જેવું છે. પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું, તેને શીલગુણસૂરિને આશ્રય મુખ્ય હતે. જો તેમ થયું ન હતું તે પાટણ તથા સેલંકી રાત્ય હાત નહિ. એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું છે જેને જ આભારી છે. કેમકે પાટણમાં રહી જેનેએ શું કર્યું એ માટે સાત સિકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે.”
ખરું જોતાં ગુજરાતના આ મહારાજ્યની સ્થાપનામાં અને તેને ઉત્તરોત્તર વિકાસ કરવામાં રાજવીઓની સાથે જેનાચાર્યો, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓને ફળો મહત્ત્વ છે. વનરાજ ચાવડાથી લઈ સોલંકી અને તે પછી વાઘેલા સારંગદેવ સુધી ( સં. ૮૨ થી સં. ૧૩૫૩)ના કાળમાં રાજકારભારીઓનું મંડળ ખાસ કરીને જેનધમી હોઈ રાજવીઓ પણ જૈનધર્મની અસર તળે આવ્યા હતા. જેનાચાર્યો અહિંસા, વ્યસનત્યાગ અને મંદિરનિમણુ દ્વારા પ્રજાજીવનના સંસ્કાર ઘડી રહ્યા હતા અને વિદ્વમાન્ય કૃતિઓથી જેનભંડારને સમૃદ્ધ બનાવી રહ્યા હતા. સમયે સમયે રાજવીઓને પોતાની વિદ્વત્તાથી પ્રતિબંધ કરી તેઓ ધારી અસર નિપજાવતા હતા.
૧. “જૈન” પત્ર તા. ૨૭-૬-૨પનો અંક