SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અજર- અજન્મ ( ૭ ) મુકાવી ને રાવણને રાજી કર્યા પછી તેને લકા નગરીમાં પહેચતે કરીને, તથા તેની રજ લઈને પાછો પોતાના નગરમાં આવ્યો. પોતાનાં માતા પિતા વગેરેને યથાયોગ્ય નમસ્કાર કરીને આજનાના મેહેલમાં આવ્યો. ત્યાં જુએ છે તો કાંતી રહીત ચદ્રમાની પેઠે અંજનાનું ઘર નિસ્તેજ દીઠામાં આવ્યું. તેથી અતિ શેક કરવા લાગ્યો. એટલામાં તેણે કોઈ સીને દીઠી તેને પુછવા લાગ્યો છે, જેનું દર્શન તેને અમૃત જેવું લાગે, એવી મારી અજના કયાં ગઈ? ત્યારે તે કહેવા લાગી કે, હે પવનજય તુ ગયા પછી કેટલાએક દિવસે તારી સ્ત્રી ગર્ભણી થઈ એમ જાણીને તારી માતાએ કહાડી મેલી. તેને વિમાનમાં બેસાડીને પાપપી તારા સેવકોએ તેને લઈ જઈને મહેદ્ર નગરની ભાગોળમાં ઉતારી મુકી. એવું સાંભળીને કબુતરની પેઠે વાયુવેગે કરી સ્ત્રીની શોધ કરવા સારૂ પિતાના સાસરાને નગરમાં ગયો. ત્યાં જઈ ચેકશી કરતાં સ્ત્રીને પતો મળ્યો નહી. ત્યારે કોઈ પરસ્ત્રીને પુછવા લાગ્યો કે મારી અને જના આઇ આવી હતી કે નહી ? તેણે કહ્યું કે, તે પોતાની સખી સહિત ઈ આવી હતી. પરંતુ તેના દુરશીલપણાથી તેના પિતાએ તેને કહાડી મુકી એમ સાંભળીને જેમ વજનો માર પડે તેમ તેને લાગ્યું. પછી તેની શોધ કરવા સારૂ પર્વત સ્થળોમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં કાંઈપણ ખબર ન મળવાથી શ્રાપ વડે ભ્રષ્ટ થએલા દેવતાની પેઠે ખેદ પામીને પોતાના મહસિત મિત્રને કહેવા લાગ્યો કે, અજનાસુંદરીની મેં આટલી બધી શોધ કરી પણ હજી સુધી તેને કયાંએ પત્તો મળતો નથી. તથાપિ હજી કેટલીએક શોધ કરવી છે, તેમ છતાં જે નહી મળશે તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એ વૃરાંત મારા માતા પિતાને તુ કહેજે. એમ કહીને પોતાના મિત્રને વિદાય કકર્યો. તેણે આદિત્યપુરમાં જઈને અલ્હાદ તથા કેતુમતિને પવનની સર્વ વાત કહી કેતુમતિ સાંભળીને મુછ પામી તત્કાળ જમીન ઉપર પડી. કેટલો એક વખત ગયા પછી કાંઈક શુદ્ધિમાં આવીને બોલવા લાગી. હે મહસિત, તેણે અગ્નિમાં પેસવાનો પાકો નિશ્ચય કર્યો છે કે ? ત્યારે તારા પરમ પ્રિય મિત્રને એવી સ્થિતિમાં એકલો વનમાં મુકીને તુ આઇ શા સારૂ આવ્યો? પણ એ બીજા કોઇની તકશીર નથી. એ વિપરીત કાર્યનું કરણ હું અભાગણી છુ. મે પાપણીએ બિચારી નિર્દોષી વહુને ના હક ક. હાડી મુકી, તેથી આ ખોટા પરિણામના ચિન્હો દીમમાં આવે છે. તે સતી ઉપર મે 2ષ આજે પણ કર્યો, તેનું આ ફળ મને મળે છે, કહ્યું છે કે, -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy