________________
*
*
*
અરજ
(૧૯) લદી આવીશ. આજથી તું તારા મનમાં કાંઈપણ ખેદ કરજે નહીં. પિતાની છે સખી સહિત સુખે કરીને રહેજે. રાવણનું કામ કરીને હુ જલદી જ પાછો આવીશ. ત્યારે આ જન સુંદરી બોલી, હે નાથ, એ કામ મારા બાહુબલ વડે સિદ્ધજ છે, પણ જો મારા જીવવાની તમોને ગરજ હૈય તો પોતાનું કામ કરીને જલદી પાછા આવજે અને મે આજે રિતુનું સ્નાન કર્યુ છે, તેથી જો મને ગર્ભ રહ્યા, તો દુષ્ટ લોકો મારી ઉપર દેબ આરોપશે. તો પછી મારી શી વળે થશે ? ત્યારે પવનજય કહેવા લાગીયો કે, હે પીયા, હુ પોતાનુ કામ કરીને જલદી જ પાછો આવીશ. પછી દુષ્ટ લોકોને દુષણ દેવાને જગાજ નથી. અથવા આજે મારા આવવાની સુચતા આ મારા નામની વીટી છે તે તુ તારી પાસે રાખ્યું. જ્યારે કામ પડે ત્યારે બતાવજે. એવી રીતે પોતાની સ્ત્રીને રમઝાવીને પોતાના મિત્ર સહિત પવનય માનસ સરોવર ઉપર ગયો પછી પોતાના સૈન્ય સહિત આકાશ માર્ગે લકા નગરીમાં જઈને રાવણને નમસ્કાર કરો. ત્યારે તરૂણ મર્ય જેવી કાંતી સહિત રાવણ પોતાના અન્ય સહિત પવનજયને સાથે લઈને પાતાલ લંકામાં વરૂણની નગરી પાસે આવ્યો.
આંઈ તેજ દિવસે પવનજયની સ્ત્રી અજનાએ ગર્ભ ધારણ કરો. તે ના પ્રતાપથી તેના સર્વ અવયવ શોભાયમાન દેખાવા લાગી. મુખ તથા ગાળ લાલ થવા લાગીયાં. સ્તનોના મુખનો રાગ કાલ થતો ચાલ્યો. ગતિ અત્યંત મદ થઈ, નેત્ર સ્વચ્છ નિર્મળ થયાં અને બીજા પણ તેના શરીર ઉપર કે. ટલાંએક ગર્ભનાં ચિન્હ દીઠામાં આવ્યાં. તે જોઈને તેની સામેં કેતુમતી ધિક્કાર કરીને તેને કહેવા લાગી કે, હે આજના, બેઉ કુલને કલક કરનારૂ તે આ કેવું આચરણ કર્યું છે ! હે પાપિણ, તારો પતિ દેશાંતરે ગયો છતાં તુ કેમ ગર્ભવતી થઈ ? મારા પુત્રે તને આજ દિવસ સુધી મુકી છે તે તારો દેશ જોઇનેજ મુકી છે, તેને દોષ કાંઈ પણ નથી તુ આવી દુશ્ચારણી છુ તે અમે આજ દિવસ સુધી જાણ્યું નહતુ. એવી રીતે સાસુના વાકયોવડે નિરાદર પામેલી આ જનસુ દરીએ વિચાર કરીને પતિના આવવાની નિશાની જે વીટી, તે કહાડીને બતાવી. તે જોતાંજ લાયમાન થઈ યકી તેના મનની ખાત્રી તો થઈતથાપિ તે કળવા ન દેતાં તેને કહેવા લાગી કે, હે પાપિણી, જેણે આજ દિવસ સુધી તારૂ નામ પણ લીધુ નહી તેની સાથે તારો સગ કેમ હોય ? આ નીશાની બતાવીને અમને ફસાવે છે કે શું ? જે તારા જેવી વ્ય છે ભિચારિણે સ્ત્રીઓ હોય છે તેઓ એવી ફસાવવાની યુકિતઓ ઘણી યાદ રાખે છે
:
*
-
*
ok *