SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (8e) “તેજસ્વી પુરૂષ નિસ્તેજ થએથી તેને મરવા કરતાં વસ્તુ દુ:ખ થાય છે. કોઇએક સમયે રથનુપુર નગરમાં નિર્વાણ સગમ નામના એક જ્ઞાનવાન મુનિ આવ્યા. તેમને વદના કરવા સારૂ ઈદ્ર રાજા તેની પાસે ગયા ત્યાં જઈ નમસ્કાર વગેરે કરીને ખેઠા પછી તે સાધુને પુચ્છ્વા લાગ્યું કે હે ભગવાન કયાં કર્મ વડે રાવણે મારો પરાભવ કરા? તેમજ઼ પછી તેણે સત્કાર કરવા નું કારણભુત કયુ કર્મ છે? ત્યારે મુનિ કહે છેઃ-~-હે ઈંદ્ર, એનુ અરિજય તામના નગરમાં જવલનસિહ નામના વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેની સ્ત્રી વેગવતીના પેટે એક અહિલ્યા નામની મહા રૂપવાન કન્યા જન્મી. તે ચાવન અવસ્થામાં આવ્યાથી તેના ખાપે તેના સ્વયંવર રચ્યા, તેમાં સર્વ દે શા દેશના વિદ્યાધર રાજા આવ્યા; તેમાં એક ચદ્રાવતપુરના સ્વામી આનદમાલી નામના વિદ્યાધર રાજા હતા, તથા સૂર્યાવર્તપુરનો સ્વામી તડિતપ્રભ નામના વિદ્યાધર રાજ આવ્યા હતા. એ બેઉ સ્વયંવરમાં સાથે આ ન્યા હતા. તેમાંના આનદમાલીને અહિલ્યા પરણી. ત્યારે તક્તિમને જાણ્યુ કે મારો પરાભવ થયા. પછી તે દિવસથી તે આનદમાલીની સાથે દ્વેષ કરવા લાગ્યા. આનક્રમાલી કેટલાએક કાળ સુધી રાજ્ય સુખ તથા તે અહિલ્યા સ્રીની સાથે નાના પ્રકારના ઉપભાગ ભાગનીને અંતે વૈરાગ્ય ઉત્પન્ન થયા તેથી દીક્ષા લઈને તથા આત્મ ધ્યાન કરતાથકો મેટા મોટા મુનિની સાથે વિચરવા લાગ્યા. વિહાર કરતાં એક દિવસે આનક્રમાલી સ્થાવર્ત નામના પર્વત ઉપર ગયા, ત્યાં કોઈ પ્રસગે તેને તતિપ્રભ રાજાએ દીઠા, તે વખતે તેને અહિલ્યાના વિવાહની યાદ આવી. તે દ્વેષ વડે તે મુનિને ધ્યાનમાં બેઠેલા જોઇને તડિતપ્રભે તેને બાંધીને માયા, તથાપિ તે પોતાના ધ્યાન થી ન ડગ્યા. એવું અધાર ક્રૂત્ય જોઇને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ એવા એક તેના કલ્યાણ ગુણધર નામના ભાઇએ તમને અયેાગ્ય કર્યું એમ જાણીને તેની ઉપર તેજોલેસ્યા નાંખી; તેથી તે પીડાણા ત્યારે તેની સત્યશ્રી નામ ની સ્રીએ તે સાધુ પાસે પ્રાર્થના કરી, તેથી તેના કેધની શાંત્તિ થઈ, ને તે જોલેસ્યાને પાછી સમેટી લીધી, તેથી તે ખળ્યા વિના જેમના તેમ જીવતા રહ્યા. એવી રીતે તે ધ્યાનમાં બેઠેલા નિરપરાધી સાધુને દુ.ખ દીધાથી તે કાળ કરી ગયા પછી તે પાપના યોગે કેટલાએક ભવ ભટકી ને આ ભવમાં સહસ્રાર રાજાના પુત્ર તું ઈદ્ર થયા. તારો રાવણના હાથે પરાભવ થવાનું કારણ પુર્વ જન્મમાં તે નિર્દોષી-મહા પુરૂષના તિરસ્કાર છે. કહ્યુ છે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy