SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ : ~-~ - - ~ - - - ~- - - - * - - - (૪૭) ઉપર જે રાજાએ વિદ્યા અને બહુ બળે કરી મહા ગર્વિત છે, તે પણ રવણને કર ભાર આપે છે. આજ દિવસ સુધી તારી મરણ નહોતુ, તથા તારી નર્મત વડે જેમ તેમ આટલો વખત ગો.હમણાં આ તારે ભક્તિનો વખત છે, ત્યારે હવે ભક્તિ અથવા શક્તિ બતાવ. ભકિત તથા શકિત થકી હીન થઈને યુદ્ધ કરીશ તો પછી દીનતાને પામીશ એવાં તે દૂતનાં વાકયો સાંભળીને ઈ રાજા તેને કહેવા લાગ્યો કે હે જાસુદ, જે હલકા રાજાઓ હતા તેમણે આજે દિવસ સુધી રાવણની પુજા કરી; તેથી એ આટલો બધો ઉ ન્મત્ત થઈને મારી પાસેથી પિતાને પુજાવવાની ઈચ્છા કરે છે, તે ન કરવી જોઇએ આજ દિવસ સુધી તો જેમ તેમ રાવણનો વખત સુખે ગયો, પણ આ વખત એને કાળરૂપ થયો છે એમ સમજ. ત્યારે તુ અહીથી જઈને તારા સ્વામીને પોતાની ભકિત અથવા શક્તિ બતાવવાનું કહે. પોતાની ભકિત અથવા શકિત બતાવશે નહી તો તે નાશ પામશે. તે સર્વ વૃત્તાંત દુતે રાવણને આવી કહ્યું એમ સાંભળીને મહા ઉત્સાહ છે જેને, એવો રાવણ ભ હા કોપાયમાન થઈને યુદ્ધ કરવા સારૂ પિતાના સૈન્ય સહિત તત્પર થયો. અને હીં ઈદ્ર રાજા પણ રથનુપુર, નગરમાંથી બાહેર નિકળ્યો. કહ્યું છે કે જે વીર પુરૂષ છે તે બીજ શુરવીરનો અહકાર સહન કરતા નથી.” પછી યુદ્ધનો આરંભ થયો. તેમાં સામતની સામે સામત, સનીની સામે સનીક, તથા સેનાની સામે સેન્યા થઈને પરસ્પર લડવા મડી ગયા તે વખતે સવર્તક મેઘ, તથા પુષ્પરાવર્તમેશની પેઠે બેઉ સિન્ય તથા રાજાઓનું યુદ્ધ થવા લા ચુ તે વખતે ઈદ્ર રાજાના શુરવીરોએ એટલાં બાણ છોડ્યાં કે જાણે વરસાત થતો હોયની તે જોઈ રાવણ ભુવનાલંકાર નામના પોતાના હાથી ઉપર આરૂઢ થયો થકો હાથમાં ધનુષ્ય બાણ લઈ પોતે મારવા મંડી ગયો સામે ઈક પણ તેવી રીતે મારવા લાગ્યો. કોઈ કોઈથી હટે નહીંબેઉ રાજા વચ્ચે એવી હણમાર થયાથી તેઓના હાથીઓ એક એકને આવી વળગ્યા, ને પિતાના દાંત વડે એક બીજાને મારવા લાગીયા તે એવા જોસથી વઢકે વા લાગયા કે, તેમના દાંતો મારતી વખતે તેમાંથી અગનિની તણખી નિ કળવા લાગે. પછી જેમ વિરહણ સીના હાથમાંથી કાંકણુ નિકળી જાય, તેમ તેમના દાંતોમાંના સૌનાનાં કાંકણે પૃથ્વિ ઊપર પડગ્રા. દાંતે ભાગી ગયાથી ક્ષીણું થએલા તેઓનાં શરીરમાંથી તથા તેના ગળામાંથી મને ની ધરીની પેઠે લેહીની ધાર નિકળવા લાગી. તેમની ઉંપર બેઠેલા - 5 - - - - - - - = -- - == = - - = - = - = --- 1 1 - J K R S -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy