________________
( ૧૦ ) ચિત ચચળ થયા. પણ પરમાર્થ જાણવા વાળો રાવણ લગારે ધ્યાનથી ન ખસતાં પર્વતની પેઠે અચળ સ્થિત રહ્યા. તે વખતે આકાશમાં “સાધુ સાધુ એધી વાણી થઈ. સર્વ વ્યંતર, તથા કિનર, વગેરે દેવતાઓ આકાશમાંથી ફુ
ને વરસાત કરવા લાગ્યા. એવા પ્રસગે એક હજાર વિદ્યા સર્વ એકઠી મળીને રાવણની સાંબે આવીને ઉભી રહી. તેઓમાંની કેટલીએક વિદ્યાનાં Rામો આ પ્રમાણે છે–પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગેરી, ગાંધારી, નભ: સંચારિ. છું, કમગામિની, અણિમા, લધિમા, અલ્યા, મનસ્ત ભન કરિણી, સુવિધાનાપોરૂપા, દહની, વિપુલોદરી, શુભમદા, રજોરૂપા, દિરાનત્રિવિધાયિની, વ. જદરી, સમાકૃષ્ટી, અદની, અમરા, અમલ તંભિની, તોયસ્ત ભિની, ગિરિ દારૂણ અવલોકિની, વલ્હી, ધરા, ધીરા, ભુજંગિની, તારિણી, ભુવન, અવધ્યા, દારૂણી, મદનાશિની, ભાસ્કરી, રૂપસ પત્તિ, રેશાની, વિજયા, જ્યા, વર્ષની મોચની, વરાહી, કથિલાકૃતી, ચિતદભવકરી, શાંતિ, કિબેરી, વયકોરિણી, ગેવરી, બલોત્સાહા, ચંડા, અભીતિ, પ્રધણિ, દુનવાસ, જગકંપ કારિણી, તથા ભાનુ માલિની, ઇત્યાદિક મહા વિદ્યાઓ રાવણને પુર્વ જન્મનાં કર્મ વડે થોડાજ દહાડામાં સાજ્ય થઇ, કુંભકર્ણને પાંચ વિદ્યા મળી તેનાં નામ–સવૃદ્ધિ, જભિણી, સર્વપહારિણી, વ્યોમ ગામિની, તથા ઈદ્રાણી, એ પાંચ વિધા. અમે બિભીષણને આ ચાર વિદ્યા મળી–સિદ્ધા, શત દમની, નિવ્યાઘાત, ખગામિની. એવી રીતે તે ત્રણે ભાઈઓને વિદ્યાઓ મળી તે જંબુદ્દીપના અધિપતિ ચ ઈ મનમાં ભય પામીને રાવણ પાસે પિતાના અપરાધની ક્ષમા માગી. ને કહેવા લાગ્યો કે મારે અપરાધ માફ કરો. કહ્યું છે કે, “મોટા પુરૂષનો અપરાધ કરયા છતાં તેની આગળ નમરતા કરવી એિજ તેનો પ્રતિકાર છે.” પછી તે થક્ષે તેજ વનમાં એક સ્વયંપ્રભ નામનું 'નગર વસાવી, તેમાં રાવણનું રાજ્ય સ્થાપીને તે પિતાના સ્થાનકે ગ.
રાવણને વિદ્યા મળી તે રતનશ્રવા તથા કૈકશીએ સાંભળીને પોતાના પરિવાર સહિત ત્યાં આવી મેટા આનદ વડે રહેવા લાગ્યા. પછી રાવણે સોળ ઉપવાસ કરીને ચદ્રહાસ્ય નામનો એક ખગ્ન ધારણ કરો. વિતાવ્ય પર્વત - પર સુરસગીત નામના નગરમાં એક મય નામના વિદ્યાધરોના રાજાની સો હેમવતીના ઉદરથી જન્મેલી મંદરી નામની કન્યા ઉપવર થઈ છતાં તેનો બાપ તેને યોગ્ય વર એળેવાનાં વિધ્યાર કરતાં કેટલાએક વિધાધના પુત્રોના