________________
( ૨૦૦ )
મહા કઠણ છતાં તેને આ કેમ ઉપાડી સકશે? અથવા જેના શીલના નાશ કરવાને રાવણ પણ સમર્થ થયા નહી, તે આ સયમ રૂપ પ્રતિજ્ઞા પાળવાને જરૂર સમર્થ થશે. એવા વિચાર કરીને રામે ગદગદ કંઠ થઈને સીતાની વદના કરી. તેમજ લક્ષ્મણ વગેરે ખીજા રાજાઓએ પણવદના કરી. પછી પરિવાર સહિત રામ પાછા અપેાધ્યામાં આવ્યા. આંઇ સીતા અને કૃતાંતવદન એ બેઉ જણ ઉત્તમ તપ કરવા લાગ્યા. તેમાં કૃતાંતવદન ઘણા દિવશ તપ કરીને બ્રહ્મ દેવલાકમાં ગયા. અને સીતા સાઠ વર્ષ સુધી અનેક પ્રકારના તપ કરીને છેવટ ખાવીશ દિવશ પાંદડાં અને વાચુતુ ભક્ષણ કરીને મુવા પછી તેના જીવ અચ્યુત દેવલાકના ઈદ્ર થયેા.
2
વૈતાઢય પર્વત ઉપર કાંચનપુર નામના નગરમાં એક વ્યકતકરથ તામના વિદ્યાધર રાજા થયા. તેની કન્યા મદાકિની અને ચંદ્રમુખીના સ્વચવરમાં પુત્રા સહિત રામ તથા લક્ષ્મણાદિક રાજાને તેણે ખાલાવ્યા. તે સર્વ ત્યાં જઇ ખેડા છતાં મદાકિન્યાએ પોતાની ઇચ્છાથી અનગલવણના ગળામાં વરમાળ ઘાલી. અને ચદ્રમુખીએ અકુશના ગળામાં ઘાલી. તે જોઈને લક્ષ્મણના અડીશે પુત્રા શ્રીધરાદિક ફેધમાં આવીને ચા. તેમના અભિપ્રાય જાણીને તેમને લવણાંકુશ કહેવા લાગ્યાઃ——આમની સાથે કે યુદ્ધ કરશે? એ ભાઇઓ હાવાથી મારવા યેાગ્ય નથી. જેમ રામ અને લક્ષ્મણમાં ભેદ નથી, તેમજ તેમના પુત્રામાં ભેદ ન હોવા જોઇએ. એવી રીતે પોતાના ક્રુતના સુખથી લવાંકુશે તેમને કહેવરાવ્યુ. તે સાંભળી લાયમાન થઈને પોતાના ખાટાં કર્મની નિદ્યા કરવા લાગ્યા. અને તેના યાગે તેજ વખતે સવેગને પામ્યા. ત્યારે પિતાની આજ્ઞા લઇ મહાખી નામના મુનિની પાસે જઇનેદીક્ષા લીધી, પછી લવણાંકુશ વિહાર કરતા થકા લક્ષ્મણ અને રામ સહિત ફરી અયાખ્યામાં આવ્યા.
.
કોઇએક સમયે ભામડળ પોતાના નગરના મહેલના ચબુતરા ઉપર બેશીને મતમાં ચિંતન કરવા લાગ્યા કે, આ સર્વ પૃથવી પોતાને સ્વાધીન કરીને, અકુતિ આજ્ઞાએ કરી એક છત્રી કરીને અને અતે દીક્ષા લઈને મારા મ નારથ પુર્ણ કરીશ. એવા વિચારમાં બેઠા છે એટલામાં આર્ચીતી આકાશમાંથી તેના ઉપર વીજળી પડી તેથી તે મરીને ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલી પણૅ થયા. આંઇ હનુમાન કોઇએક વખતે ચૈત્ર માસમાં ચૈત્યવંદન કરવા સારૂ મેરૂપર્વત ઉપર જઇને પાછો આવતાં સુર્ય આથમી ગયા. તેને જોઈને કહેવા