________________
પ્રસ્તાવના.'
નામદાર સરકારના કેળવણી ખાતા તરફથી પ્રાચીન ગુર્જર કવિઓનાં કાવ્યોને એકત્ર કરી “ કાવ્યદેહન” ના નામથી બહાર પાડવામાં આવેલાં.
આ દિશામાં ત્યાર પછી બળવાન પ્રયત્ન “ગુજરાતી ' પત્રના આઘ તંત્રી રા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ કર્યો, અને તેઓએ ઘણું ભાગો બહાર પાડયાં.
આ સિવાય પણ ઘણાં વર્ષો અગાઉ પ્રાચીન કાવ્યો બહાર પાડવામાં જૂદા જૂદા સ્થળોએથી પ્રયત્ન થયાં હતાં.
આ સઘળાં પ્રયત્ન છતાં તેમાં ગુર્જર જૈન કવિઓની કૃતિઓને સમાવેશ બહુજ નિર્જીવ હત; શા માટે નિર્જીવ હતો તેનાં કારણોને વિચાર કરતાં મને ઘણાં કારણે લાગે છે મુખ્યમાં મુખ્ય કારણ હું પહેલેથી એમ માનો આવ્યો છું કે, વાદવિવાદના જમાનાથી જૈન વિરૂદ્ધ જે ભાવના જૈનેતર સૃષ્ટિમાં કરાવવામાં આવી હતી તેને વારસે હજુ સુધી વિશેષ અશે ચાલ્યો આવે છે તે છે બીજું કારણ જૈનસાહિત્યસેવકેનું અલ્પત્વ અને અ૫ત્વ છતાં તેની પોતાની જ ઉપેક્ષા બુદ્ધિ જૈનેતર છતાં મધ્યસ્થ દૃષ્ટિના સાહિત્ય ઉપાસકને જૈન સાહિત્ય મેળવવાની મુશ્કેલી એ ત્રીજું કારણ છે.
પર પરાથી જૈનવિરૂદ્ધ જે ભાવના જૈનેતર સુષ્ટિમાં ચાલી આવે છે તેને સૈથી પહેલાં સદ્ગત ગવર્ધનરામભાઈએ ખડિત કરી. તેઓએજ જૈન સાહિત્ય ગુર્જર સાહિત્યમાં કદા સૌથી અગ્રપદ ધરાવનાર હિસ્સો આપે તેમ છે તે જગતને જણાવ્યું. ત્યારબાદ ગુજરાતના એક સમર્થ પુત્ર અને ગુર્જર ભાષાના સૌથી વિશેષ અભ્યાસી શ્રીયુત કેશવલાલ હર્ષદરાય પ્રવે જેનગુર્જર સાહિત્યની ખરી ખુબી જગતને બતાવી; એટલે સુધી બતાવી કે, ગોવર્ધનરામભાઈના કરતા પણ ઘણી પ્રબળ રીતે વધી જાય. એ સંગ્રહ જેને હુ અર્પણ કરું છું તે સદ્ગત ઇચ્છારામભાઈ અને શ્રીયુત કેશવલાલભાઈ પરસ્પર પ્રતિકૂળ વિચાર ધરાવનાર તરીકે અત્યારે સમાજને દેખાય છે, અને મને પણ લાગે છે કે, રા ઈચ્છારામભાઈ શ્રીયુત કેશવલાલભાઇની વિદ્વતાના ભંડોળની જે કદર કરવી જોઈએ તે કરી શક્યો નથી. હું ઈચ્છું છું કે, સ્વ 'ગોવર્ધનરામભાઈએ શ્રીયુત કેશવલાલભાઈની જે પ્રશંસા ભરી કદર કરી હતી તેવીજ રા. ઈચ્છારામભાઇને કરવાની