________________
શ્રીમાનું વીરવિજયજી–ચંદ્રશેખર. એક દિન સા સુગુણાવળી, કુંવરને કહે ધરિ પ્રેમ, શત્રુ ઘરે સસરો રહે, નવી છોડાવો કેમ વળતુ જપે કુવર તે, મ ધરે દુખ લગાર; હરિબળ નિજ ઘર આવશે, મણીચુલ જમ દરબાર કુંવરે શિખાવી મોકલ્ય, દૂત ગયે તેણે વાર,
ખપુરે મણિચૂલ નૃપ, પાસે કરત ઉચાર. સુરનર જસ કરતી કરે, કિન્નરી જસ ગુણ ગાય, ભૂચર ખેચર તુમ સમા, પ્રણમે જેહના પાય નરિબળની અઠ કન્યકા, છપ્પન રાજકુમારી; લીલાએ વરી જેહને, તેજે કિરણ હજારી. શીતળતાએ ચદ્ર સમ, ચંદ્રશેખર તસ નામ; તિણે મુજને ઇહાં મોકલ્યો, કરણ તમારું કામ હરિબળ રાયને તેડીને, તમે ચાલે મુજ સાથે; ચંદ્રશેખર ચરણે નમે, તમે પણ થાશ્યો સનાથ. સાભળી મણિયુલ કોપિયા, બોલ્યોધરી અભિમાન; બાલ મને તુજ મોકલ્યો, ચદ્રશેખર નાદાન નટ વિટ છે, ફરતા ફરે, જાણું ભસે એ શ્વાન, પણ હવે હડકવા હાલિયો, આવ્યુ મરણ નિદાન. દૂતને હણો નવી ઘટે, તિણે તુ જા સુખમાંહિ; જેહવું આવે નજરમા, તેહવું કેહો ત્યાંહિ. પાછો આવી દૂત તે, કુવરને વાત કરંત, કાને કહુઆ તે સુણી, સૈન્ય સકળ મેલંત. સેસરા સાળા બિહુ મળ્યા, ત્રિક અક્ષોહિણિ સંગ, ઊચ્ચ ભુમી તટની તટે, જઈ દીએ તબુ ઉત્તગ.
યત: सा सेनाक्षोहिणी नाम, खखाकद्विकैर्गजै ( २१८०० ) ॥ ६५४०० स्थैश्वेभ्यो हयौस्त्रिध्नैः, १९६२०० पचनैश्व ९८१००० पदातिभिः१४,