________________
૭૩૨
- - જેનકાવ્યદેહન. . વળતા વિજયપૂરે ગયા, ઉતરિયા , ઉદ્યાન હે; . સુંદર તસપુર બળ રાજા તણ, જયમતિ નામે પ્રધાન છે. સુદર વાત. ૪. મલ કરી ઘર તેડિયા, જમવા કારણ તેહ હો; ' ', સુંદર વાત વિનોદે બેસતાં બેહુને બન્યો અતિ નેહ છે. સુંદર વાત . અતિ આગ્રહ કરિ રાખયા, પક્ષ લગે નિજ ધામ હો; સુંદર નિજ ઘર કન્યા એક છે, રૂપાળી તસ નામ છે. સુંદર વાત. . ચોવન વયતનું જગજગે, વર ચિતા દિન રાત હો; સુંદર વરસેન દેખી કરી, ધારી મનમાં વાત છે. સુંદર વાત પુત્રી દેઈ સગપણ કરૂં, વધશે પ્રીત અત્યંત હો; સુંદર યમતિ અવસર પામીને, મંત્રશ્વરને વદંત છે. સુંદર વાત. ૮. અમ પુત્રી પરણે તમે, જાચના કરવી ભાગ હો; સુંદર એમ કહિ તિલક વધાવતી, લગ્ન લઈ મન રગ છે. સુંદર વાત૦ ૯. ઓછવ કરી પરણાવતાં, ગજ રથ ધન બહુ તામ હે; સુંદર કર મોચન વેલા દિએ, રાજા પણ પૂર ગામ છે. સુદર વાત ૧૦. કેતા દિન તસ ઘર રહ્યા, રૂપાળો ભર નેહ હે; સુંદર મંત્રિ કહે સસરા પ્રત્યે, જઈશું અમે હવે ગેહ છે. સુંદર વાત. ૧૧. જયમતિ મજૂરત લેઈને, કરત સજાઈ જામ હે; સુંદર રૂપાળી માદી પડી, શળ રોગ કરિ તામ છે. સુંદર વાત૦ ૧૨. માતા પિતા ઔષધ કરે, તિમ તિમ પીડા વિશેષ હો; સુંદર જીવ અભવ્યને ગુણ નહી, અરિહાને ઊપદેશ છે. સુંદર વાત ૧૩. કપટ સ્વભાવિક નારીનું, કાવિદ કળિય ન જય હે; સુંદર તારા ગણ ગણુતિકરા, નારિ ચરિત્રે મુંજાય છે. સુદર વાત૧૪. વિરસેનને એમ કહે, દંભ ધરી મન માંહી હો; સુંદર મુજ ભાગ્યે ઊત્તમ તમે, મળતાં વાળો ઊછહ છે. સુદર વાત. ૧૫. પણ માંદી પડિ આ સમે, ઉપચાર લાગ્યો ન કઈ હે; સુંદર સસરા સાસુને જઈ નમું, જે મુજ સાતા થાય છે. સુદર વાત૦ ૧૬. મન ઈચ્છા મનમાં રહી, એમ કહિ રૂદન કરંત રે; સુંદર મંત્રિ સાચું સદહે, રૂપે મેહ્યા અત્યંત છે. સુંદર વાત ૧૭.