________________
૧૭૨૦
' જૈનકાવ્યદોહન. . ! ખેતી કરતાં કરસણી, સુખિયા સુખ વિલાય. ચિત્રશાલીએ તિદ્દ જણું, ખેલંતા સુખવાસ; વર્ષ વિત્યે આવિયે, શારદ આસો માસ. દંપતિ રમતાં એક દિને, સોગટબાજી વિશાળ; નગર તણી રચના જુએ, બેઠાં સપ્તમ માળ,
હવે ગગનથિ ઊતર્યો, તાપસ એક જુવાન; કુંવરે આદર બહુ દિયે, તે દિએ આશિષ દાન. પૂછે કુંવર કિહાં થકી, આવ્યા કહે કુણુ કાજ; જોઈએ તે માગો વળી, નવિ ધરો કાંઈ લાજ. વળતું પરિબાજ કહે, ભદ્રદત્ત મુજ નામ; વિશ્વદત્ત મુજ ગુરૂ તણું, ગગાતટ વિશ્રામ. ગુરૂદત્ત ઔષધિ ક૯૫ છે, ઓળખાણ મુજ સાર; મલયકૃટ ગિરિ ઉપરે, છે તે વિવિધ પ્રકાર. સાધન વિધિ મેં બહુ કરી, નવિ થઈ સિદ્ધિ લગાર; ખેત્રપાળ કરે વિઘન તે, એ ગિરિનો રખવાળ. શત જોજન પલેપથી, ગુરૂ ફરતા આકાશ; ગુરૂ આજ્ઞાએ હુ કરૂ, જોજન એક સરાસ. એક એક ઉતપાતથી, વસુધા માંહિ ભમત; જસ કિતિ તુમચી સુણી, આવ્યો આશ ધરત. શત જન ગિરિ દૂર છે, સાધન છે દિન સાત; અષ્ટમિ આદ પૂરણ દિન, કૃષ્ણ ચતુર્દશી રાત. કૃષ્ણ ચતુથી આજ છે, જે ચાલો મુજ સાથ; વિશ્રામે પહોંચી શકું, જે ઝાલો મુજ હાથ. કુંવર કહે જાઓ સુખે, સાતમ નિશિ તુમ પાસ; આવિશું એમ વચન તે, લઈ ગયો આકાશ. નારીને કહી સાતમે, ગિરિ જઈ મળિ કહે એમ; મુજ સાનિધ નિર્ભય જપ, મુનિ પણ જપ તેમ.
WA