________________
૭૧૮
જૈનકાવ્યદેહન. ? ' ' કુંવર નૃપ જોવે તિણે સમે, સરિતા પૂર તદા ઉપસમે; ' ', રાય ભણે નર એકને ત્યાંહિ, નાવા વર એક લા આહિ. * ૩. તે પણ લાવ્યા બેઠા દેય, નદિ જળક્રીડા કરતા સમય, નદિ પુર સનમુખ જળમાં એક, દિવ્યાભરણ વિભૂખિત છેક. ૪. નર જાતે દેખિ નૃપ ભણે, રોહને જલિ લિયે આપણે નાવ હંકારી જિમ જિમ ધાય, તિમ તિમ તે નર ઘરે જાય રાથતણે મન વિસ્મય થયો, કુંવર કહે સૂર #ભ ન ભયે, કેટલો પથ તે નાવા ગઈ, તવ ઉભો રહે તે થિર થઈ. તે નરની પેઠે નૃપ રહી, વેણિ ડડ નિજ હાથે ઝહીં; ઉચે ખેંચીને લાવિયે, તવ કેવળ મરતક આવિયો. અગ ઉપાંગ ન દિઠું જિસે, મસ્તક જળમાં નાંખ્યું તિસે; પુનરપિ શિર સ યુત દેખિયે, પણ દેય મરતક યુત તે થયે. લહિ વિસ્મય શા મન વશી, દેવ વિના શક્તિ નહિ ઇશ; કૃણ તમે છે પૂછે ભૂપ, એક શિર કહે અમે વ સ્વરૂપ. બિજું શિર કહે તું કુણ થાય, નૃપ વદે હું નગરિને રાય; નર ભણે નૃપ થઈ વિણ અન્યાય, મુજ વીણા ગ્રહ કિમ ખેચાય. ધર્મ તપસી એકલિ નાર, વૃધ અનાથ ને દુર્બળ બાળ; તાસ પરાભવે નૃપ રખવાળ, દયાવંત પચમ લોકપાળ, રાજા અન્યાયે અનુસરે, તાસ બુમ કુણુ આગળ કરે; સાંભળી નૃપ ધમિલ મુકિયે, તવ તે નર ગજ રૂપે થયો. ઊપર નૃપ અસ્વારી થયા, ચંદ્રશેખર પણ સાથે ગયા; વારણ ઉત્પતિ આકાશ, સસરે જમાઈ બેઠા પાસ. લોક સવે વાચા ઊચરી, જાય જમાઈ સ્વસુર અપહરી; કતક જતાં સર્વ નગરી, એક વને સામેજ ઊતરી. હસ્તી ગયે બિહુને તિહાં ઠવી દેય જૂએ વન લીલા નવી; ધર્મઘોષ દેખી મુનિરાય, વંદિ બેઠા શીતળ છાંય. ૧૫. પુછે ગુરૂને સંશયભર્યા, સ્વામી અમને કુણે સંહર્યા; ગજ રૂપે બહાં મુકિ ગયે, તવ તે દેવ પ્રગટ પણ થશે. ૧૬.