________________
શ્રીમાન વીરવિજ્યજી—ચંદ્રશેખર. ૬૯૯ ભાગતિ રાત્રે અન્યદા, શિવા શબ્દ સૂર્ણત રે; પતિ નિદ્રાભર મેલીને, જળઘટ હાથ લિયત રે. રશિયા, ૧૪. શિયળવતિ ઘરથી ગઈ, એકલી પુર બહારે રે, સસરે દીઠી જાગતાં, વળિ આવી ઘણું વારે રે. રશિયા, ૧૫. શેઠ કહે નિજ નારિને, સાંભળે વહુનું ચરિત્ર રે; આજ ગઇ મધ્ય રાત્રિએ, પરઘર રમવા વિચિત્ર છે. રશિયા, ૧૬. કુળ મર્યાદા ગણે નહીં, તું નહી જાણે કએ રે; ' મે નજરે દીઠી સહી, પરનર ભોગ પલાયે રે. રશિયા, ૧૭. નારિ કહે કહેશો નહી, કોઈ આગળ એ વાત રે; ઘરનું છિદ્ર પ્રકાશતાં, થાશે કાઈની ઘાત રે. રશિયા, ૧૮. આયુ ધન ઘર છિદ્રને, ઔષધ મૈથુનવંત રે; દાન માન અપમાન એ, નવ નર દક્ષ ગોપાત રે. રશિયા. ૧૯ રવિ ઉદયે સુતને કહે, સાંભળ તુજ વધુ વાત રે; જળ ભરવા મસલું કરી, આજ ગઈ મધ્ય રાત રે. રશિયા, ૨૦. એક પ્રહર પરઘર રહી, આવી પછી ગેહ રે; મેં દીઠિ નજરે સહી, મ ધરે એહ શું નેહ રે રશિયા, ૨૧. પુત્ર વિનીતે માનીયુ, તાતનું વચન પ્રમાણ રે; એમ કહિ તાત ચરણે નમી, પહોતે તે નિજ ઠાણ રે. રશિયા ૨૨. મનસૂબો કરિ શેઠ તે, વહુને કહે તુજ માત રે; રેગે ગ્રહી મરવા પડી, આવી ખબર આજ રાત રે. રશિયા, ૨૩. ચાલો તુમ સાથે ચલુ, તેડાવે તુમ માય રે; વણ સુણિ સસરાતણું, માય મિલન મન થાય રે. રશિયા, ૨૪. રથ બેશી દેય નીકલ્યાં, મારગ ચાલ્યા જાય રે; જળ વેહેતી નદિ દેખીને, રથથી બિદ્દ ઉતરાય રે. રશિયા, ૨૫. શેઠ ભણે વછ સાંભળો, મોજડી જળ વિણસે રે, પગ પાળે નદી ઊતરે, મોજડી કર લેઇ રે. રશિયા, ૨૬. સાંભળી સારથથી ગ્રહી, મોજડી પગ દેય પેહેરી રે; વાળી ખડા નદી ઊતરી, જળ મોજડીનું વિખેરી રે. રશિયા. ર૭.