________________
શ્રીમાન વીરવિજયજી. ચંદ્રશેખર. - આવ્યો તિમ જાશે વળી, ઊભી હાથ ઘસીશ.
એવા ઘર્ત જગત ફરે, કરતા નવ નવા વેશ; તુમ સમ આર્જવ પામિને, જૂઠ દિએ ઉપદેશ.” ધૂર્તનું મૃતક ન વિસરશે, તે ઊપર એક વાત, સાંભળતાં મતિ ઊલસે, હેય ન કબહિ વિવાત.
ઢાળ ૫ મી, - (વાહાલાજી વાય છે વાંસળી રે—એ દેશી ) જૂઠે મીઠે સંસારમાં રે, સાચે જગમાં ન સૂહાય, માન પરીક્ષક , સાચને રે, જૂઠ જૂઠાને ગાય જૂઠે. વ્યવહાર પથે સમાચરે રે, ન કરે તે જૂઠનો સંગ, ઘૂરત પાપે પેટ જ ભરે રે, તસ જૂઠા સાથે રંગ. જૂઠે. વેશ્યા ચેર ને વાણિયા રે, ૫રદારક ને ધૂતકાર,
સ્વાર્થિ ધૂર્ત નિદ્રાળુઓ રે, એ જૂઠ તણુ ભડાર. જાહે. ધુરત વાત મીઠી કરે રે, પાડે પહેલો વિશ્વાસ, હઈડા માંહે પેશી કરી રે, જાય દઈ પછે ગળે પાસ. જૂઠે. ખારોદકે તૃપ્તિ નહી રે, જૂઠ ધુરતની વાત; સુણતાં ધર્મ દૂર કરે રે, વળિ ધન જીવિતને ઘાત. જૂઠે. બાળક ચોર ને પારધિ રે, ગાંધી નૃપ નાગ ને તીડ; વેશ્યા વૈદ્ય ધૂતાંતિથિ રે, નવિ જાણે પરની પીડ. જૂઠે. સુર્યપૂરે રતનાગર રે, નામ શેઠ અતિ ધનવંત; અંગજએક વિમલાભિધ રે,એક દિન દેય વાત કરત. જૂઠે. શેઠ વદે બહુ ધન આપણે રે, જે જાણે ચેર ને રાય; વળિ પિત્રાઈ ચાડી કરે રે,એક દિવસે સમુળું જાય. જહે. તે માટે એકાંતે જઈ રે, ધન ગોપવવું ઘટમાન; દ્રવ્ય વિના રામચંદ્રને રે, વિશિષ્ટ દિએ અપમાન. જૂ. એમચિંતી પુત્ર પિતા મળીરે, ધન લઈ ગયા સમશાન; ધન ગાર્ડતાં કહે પૂતને રે, કરો નજર થઈ સાવધાન. જૂઠે. મધ્ય નિશીની વેળા ગઈ રે, નવિ કરશો શોર બકેર;
૯
૧૦.