________________
શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર. હરે પછી આ હસતે દેખી બળીયાં દાવ જે, સુત નારિ અતિ રોગે છાતી ફાટતી રે લો. હરે મુનિ દર્શન દાન પ્રશંસાથી મરી તેહ જે, રાજકુવર તું ચિત્રસેન નામે થયે રે લે; હાંરે છે ત્રીજી ઢાળ તે ત્રીજે ખડે એહ છે, શ્રી શુભવીર મુનિ જ્ઞાનિ જગમાં જો રે લો.
દેહરા મુનિ મુખ પૂરવ સુણિ, જાતિ સ્મરણ લહત, હરખિત થઈ ચઉ નાણને, પુનરપિ એમ પુછત. કિમ મળશે પદ્માવતી, મુનિ કહે પટરૂપ દેખ, કરત ઈહાપ પામશે, જાતિ સ્મરણ વિશેષ. તવ મળશે પદ્માવતી, ફળશે વછિત કામ; મુનિ વાણિ અમૃત સમી, સાંભળી ઉઠયા તામ. ચિત્રસેન કહે સચિવને, પરણવું કિણિપરે થાય; તે વદે રનપુરે જઈ, કરશે સર્વ ઉપાય. એમ નિશ્ચય કરિ ચાલિયા, જતા કૈક સાર; દિન કેતે બિહુ આવિયા, રતનપુરીને બારવાપિ કૃપ તડાગ વર, દેવાલય નરનાર, વન તરૂ વાડિ વિલોતાં, પિતા નયર દૂવાર. સંધ્યા સમયે બારણે, સૂરધન જય પ્રાસાદ, એકતિ સૂતા બિહુ, પામિ ચિત્ત આહાદ.
ઢાળ ૪ થી
(સત્તરમું પાનનું થાન–એ દેશી) ધનંજય ચૈત્ય વિશાળ, ફરતું વનખડ રસાળ, શુકકેકી રમે સહ બાળ હો લાલ. પુન્ય ઉદય ફળ જેજે. એ આંકણી. પુન્ય. કાળી ચૌદશની રાતે, દેય મિત્ર કરતાં વાતે રજનિ દેય પ્રહર તે જાતે હો લાલ. પુન્ય.