________________
૧૪ " જૈનકાવ્યદોહન. વન દેવતાએ તરી રે લો, ટોળી આકાશથી ઉતરી રે લો; ચાર દેવ ચોરી ગયા રે લો, બ્રહ્મા મુરખ મતિએ થયા રે લ. રસાએ કર કેપે સહી રે લે, સૃષ્ટિ વિણે સરખી નહી રે લો; અપવાદ હરણ મેઢી ચઢી રે લો, ચોસઠ એકાંતે ઘડી રે લો. રંભા સચી મૃદુ તાહરી રે લો, ચિતાએ નિદ્રા ગઈ પરી રે લો; રૂપ રતિ પ્રીતિ હરે રે લો, અગ વિના સ્મર થઈ ફરે રે લો. દેવ દુષ્ય ભુપણ ધરી રે લો, રંગ મંડપ આવી ઠરી રે ; ચપક માળા છે વડી રે લો, નાટક હુકમ કરે ખડી રે લે. સંગીત બદ્ધ કરી સુંદરી રે લો, વીણા મૃદંગ તાલ ઝઘરી રે ; વાજિત વાજે બહુ પરે રે લો, જુએ કુમર રહી ઉપરે રે લો રાગ સારંગ રસ રીતશું રે લો,રીજે કુમાર નિજ ચિત્તસ્યુ રે લો, નૃત્ય વીસ િસવે રમી રે લો, જક્ષનેં જઈ ચરણે નમી રે લો. હાથ જોડિ કરિ માગિયો રે લે, સુંદર વર અમને દિઓ રે ; મડપમાં આવી રહે રે લો, ચંપક માળા તવ કહે રે લો. વસ્ત્ર ભૂષણ અહિંઆ મેલીએ રે લો, સરોવર જઈ જળ છલિએ રે લો; એમ સવિ એક મતે થઈ રે લો, સ્નાન કરણ સરસી ગઈ રે લો. ચંદ્રશેખર મય ઉતરી રે લો, વસ્ત્ર આભૂષણ લેઈ કરી રે લો; મંદિર માંહિ થિર થઈ રે લો, દેઈ કમાડ સુતે જઈ રે લો. નાહિને જલ કડા કરી રે લો, આવી મંડપ સહુ સુંદરી રે લો; ચેલ ભુષણ નવિ દેખને રે લો, દ્વાર જડ્યાં અવલોકિને રે લો. ચતુરા કહે ચિત શું લગિ રે લે, રેરે પુરૂષ અમને ઠગી રે ; પણ એ ચિરાદિક વામોરે લો, નહિ તો મરણ ગતિ પામશો રેલો. નૃપ સુત ઉત્તર ના દિએ રે લો, તામ સકળ કહે બાંધિયે રે લો, પાદપણું લટકાવયે રે લો, જલદી જલે જંપાવીયે રે લો. કેતી કહે શીઆળીયે રે લો, કાષ્ટ અગ્નિ કરિ બાળીયે રે લો; સાંભળી નૃપ સુત ના બીહે રે લો, ચંપકમાળા તવ કહે રે લો. ઉત્તમ પરધન ના લિએ રેલે, નિચ લિએ તે કરિના દિએ રે ; કાઈને અમે નવિભાળવ્યાં રે લો, લેઈ ઉત્તમ તમે જાળવ્યાં રે લો.