________________
૫૯૪
જૈનકાવ્યદોહન.
સમ તૃણ મણિકંચન ને પાષાણ, સુખ દુખ ઈહ પરલોક ન યાર છે છ. ૧૬. ભવ્યકમળ પડિબોહણ સૂર, કર્મશત્રુ નિર્ધાતન ઉઠયા છે; એણી પરે સજમ વ્રત ચિરકાળ, પાળતાં તિહું જણશિવ ઉત્કંઠીયા છે. ૧૭ એક માસ કે અણુસણુ કીધ, ધર્મ સુધ્યાને આયુ પુરણ કરી છે, અશ્રુત સ્વર્ગે ધમ્મિલ જાય, ઈદસામાનિક સુરસંપદ વરી છે. ૧૮. જશેમતિ વિમળા તિહાં સુર થાય, બાવીસ સાગર આયુ પુરણ કરી છે; મહાવિદેહેં રાજવી કુળ પુણ્ય સંજોગે તિહું જણ અવતરી છે. ૧૪, ભેગવી સુખ સંસાર વિલાસ, ચારિત્ર લઈ તપ કરશે મુદા છે; કેવળ પામી કરશે વિહાર, અવિચળ મુખ વરશે શિવ સંપદા છે. ર૦. છઠું ખંડે દશમી એ ઢાળ, ચરણ કરણ ગુણ રસિક કોલસી છે, શ્રીગુભવીર વિવેકીને ચિત્ત, ખટરસ ભજન સર તબેલસી છે. ૨૧.
દાહરા, એ ધમ્મિલ નૃપની કથા, પૂરણ થઈ સુપ્રમાણ; સાંભળી ઉલ્લસિત ભાવશું, કર ત્રત પચ્ચખાણ. એમ નિસુણી પ્રભુદેશના, ઉઠે શ્રેણીક રાય; ત્રિસલાનંદન વંદીને, હરખે નિજ ઘર જાય. કુમતતિમિરને ટાળતા, વર્ધમાન જિન ભાણ; ભવિક કમળ વિકસાવતા, વિચરે મહિયલ ઠાણ.
કળશ,
( તૂઠો તૂટે રે–એ દેશી) ગાયે ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયે, લોકાલોક પ્રકાશક સાહિબ, જગનો તાત કહાયે; રાજ્યગૃહપુર ગુણસિલ ચ, ધમ્મિલચરિત્ર સુણા રે. મહાવીર જિનેશ્વર ગા.
એ આંકણી. અનભિલાખ અભિલાષ અનંતા, ભાગ અનંત ઉચ્ચરાયે; સાંભળી સહમસ્વામો ગણધર, તે શવિ સૂત્રે રચાયો રે. મહાવીર૦ ૨. સૂત્રપરંપર ચાલ્યુ આવ્યું, પંચાંગી સમુદાયો; આચારજ વાચક વર પંડિત, શાસ્ત્ર ઘણું વિરચાય છે. મહાવીર૦ ૩.