________________
આનંદઘન.
સત્તરમા શતકમાં જે વિદ્વાનો થયા તેમાં એક આત્મજ્ઞાની મહાત્મા તરીકે કોઈએ સર્વથી વિશેષ ખ્યાતિ, શ્વેતામ્બર સ પ્રદાયમાં મેળવી હોય તો આન દઘનજી મહારાજે મેળવી છેઆ ગ્રંથમાં આન દઘનજી મહારાજના લખેલા બે લેખો પ્રકટ થાય છે એક તેઓની રચેલી “સ્તવનાવલિ અને બીજી તેઓની રચેલી “બહેતેરી ” આ બે કૃતિઓ સિવાય કોઈ વિશેષ કૃતિ આ મહાત્માની હજી સુધી મળી શકી નથી, અને હવે પછી મળવાનો સભવ પણ ઓછો છે ઘણાખરા લખનારાઓની, અને તેમાં પણ ખાસ જૈન લખનારાઓની એક એવી શિલી જોવામાં આવે છે કે, ગ્રંથપૂર્ણતાએ, ગ્રંથકાર પોતે કયા સ પ્રદાયમાં થયા છે, પિતે ક્યા ગુરૂના શિષ્ય છે, ક્યા
સ્થળમાં અને ક્યા વર્ષમાં ગ્રંથ લખ્યો એ વગેરે હકીકત આપે છે જે મહાત્માનું ચરિત્ર અહી લખવા પ્રયાસ થાય છે તે મહાત્માએ આ શેલીનું અનુકરણ કર્યું જણાતુ નથી, એટલે આપણે તેઓ સબ ધી આ પ્રકારની ઐતિહાસિક હકીકત મેળવવા નસીબવત નથી ?
આનંદઘને આ શૈલીનું અનુકરણ શા માટે નહી કર્યું હોય એવી શકા થવા યોગ્ય છે પરંતુ તે શ કાનું સમાધાન બહુ સરળ છે. આનંદઘનજીની દશા એવી આત્મરસન્ન થઈ ગઈ હતી કે, તેઓને તે સિવાયના બધા કાર્ય જ જાળરૂપ લાગતા. કેટલાક સમય થયાં મને એવી અભિલાષા
૧ આનંદઘનજી મહારાજની બે કૃતિઓમાં ૬ બહેનતેરી” ના અંતમાં આ કમ લીધેલું જોવામાં આવતો નથી. “ સ્તવનાવલિ ” માં લીધું હતું કે નહી તે કહી શકાય એમ નથી, કારણ કે, તેઓએ લખેલી સ્તવનાવલિમાં રર તીર્થકરની સ્તવનાઓ મળે છે. બાકીના બે તીર્થકરોની મળતી નથી. બાકીની જે બે મળતી નથી જેમાં છેલ્લા મહાવીરસ્વામીના સ્તવનને અ તે આ કણ આપે હોય તે કહી શકાતું નથી. વડેદરાવાળા ભાઈ માણેકલાલ ઘેલાભાઇ ઝવેરીને હાલમાં બે સ્તવનાઓ મળી છે. તેઓને જેના તરફથી આ બે સ્તવનાઓ મળી છે તેનું કહેવું એમ છે કે, એ આન દઘનજી મહારાજની રચેલી છેઆ વાતને નિર્ણય થવાની જરૂર છે ભાઈ માણેકલાલને મળેલી સ્તવનાઓમાં પણ આ ઐતિહાસિક ક્રમ નથી.