________________
જૈનકાવ્યદેહન,
પહોતી રે નરપતિકે મદિરે, માનીઓ જોગ છે આજ રે. મનડું ૧૦. કરતી રે સુંદર સતી ગોચરી, તેડે તે કામલતા નાર રે; આવજે વિહરણ ગેહે માહરે, દાન દેવું એ અપાર રે. મનડું ૧૧. ગુણની રે ગેહી તેહજ અરયા, આ તે સરસ આહાર રે; દાસીએ રે આર્યને અણજાણતાં, ભૂષણ ઝોળી લે ધાર રે. મનડું ૧૨. વિહરી રે ગઈ તે મદિર છોડીને, દાસી સકેત શીખાય રે; દાસીએ રે કહિયુ એમ પોકારીને, ચોરટી એ આર્યા બોલાય રે. મનડું ૧૩. મારૂ રે ભૂષણ ચાચરે, લેઈ પિ'તી નિજ થાન રે, જો જે રે એહ ગતિ અણગારની, કીધુ કામ સેતાન રે. મનડું ૧૪. ચદ્રાવલી કહે સખિયાં સહુ સુણે, નર કરે એ ઘાત રે; એને રે સયમ સહુએ પારખે, પ્રગટ છે તસ્કર જાત રે. મનડું ૧૫. તવ તે રે હરિસેના કહે એ હશે, જેહ કહે તમે વાત રે, માનીએ રે કહ્યું મુખથી જે તમે, તવ ભૂષણ કુણલે માત રે. મનડું ૧૬. ઉમે રે કહ્યું ભૂષણ ળિયે, દીધું ફૂડ કલંક રે; મનજી રે દુઃખ પામી ઘણું સાધવી, કામલતાથી નિઃશક રે. મનડું ૧૭. અગમા રે ક્રોધ દાવાનળ પરિયો, નિગ્રંથને રેપ ભરાય રે; કીધલું રે શુ રાણીએ રાયની, ક્રોધમુખી જે બલાય રે. મનડુ ૧૮. શક્તિ રે શવ્ય સહિત તે સાધવી, દુષ્કર તે તપ કીધ રે; નારીની ગતિ તેણે વારી નહિ, ફરી માનવ ભવ લીધ રે. મનડું ૧૯, ઉપની રે રત્નમાલા આવીને, વૈરને લે વિન ભાવે રે; સતીને રે જે દુખદાયી કથે, અસમંજસ મન લાવે રે. મનડું ૨૦, સુણજો રે કઈવે એવે લડે, ભવો ભવ વેર સધાય રે; મીઠડે રે નેમવિજય હે રાજવી, સાધુને શીશ નમાય રે. મન ૨૧.
- દેહરા, શ્રીદેવી સખિ તેહની, કલક અહીઆંશુ જામ; એક વરસ વિરહ મા, રનવતીના કામ. ચાવલી મંત્રીસુતા, નર માર્યા બહુ જેણ, હરિણુ હંસાવલી, નરમારણ કહ્યા જેણ. કાળજીભી કહી સાધવી, મેઘશાળા ધરી નેહ,