________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. નિર નવાણે જે ભયો રે, નિર્મળ પહેલી ફેજ; પીજે પાણી ભાવતા, હીડતા કરતાં મોજ. જીવનછા ૧૪. સીમાડા આવી મળે રે, આપી સબળી ભેટ; સેવકપણે તે રાજવી, તે તે પ્રણમે અંજસમેટ જીવન૧૫ બહુ પરિવારે પરવર્યા રે, આવ્યા આપણે દેશ તાત ભણું જણાવિયો, તેણે નાગરતણો પરવેશ જીવનઝ૦ ૧૬. સામૈયું રૂડુ કરે રે, શોભાવે નગર ને હાટ, સેહવી વધાવે મોતીએ, પથરાવે સુવર્ણ પાટ. જીવનજી ૧૭, પાય પડે જઈ તાતને રે, શીશ નમાવ્યુ માય; નાઠ દુખ થઈ સંપદા રે, ઘરઘર મગળ ગાય. જીવનજી ૧૮. છદ્દે ખંડ સોહામણી રે, સુંદર પહેલી ઢાળ, નેમવિજય કહે આગળે, સાંભળજે ઉજમાળ. જીવનજી ૧૯.
' દેહરા જઈ માતા પાયે નમે, પ્રણમ્યા તાતના પાય, વેગે પત્યે અત પુરે, શીલવતી ચિત લાય. મનમાં વાલી માનની, મીઠી અમીય સમાન, તેહવિના ક્ષણ દેહલો, જુએ તજીને માન અરહુ પરહુ નિર, ચચળ કઈ નિજ ચિત્ત, નારી ન નિરખી લોચન, કુવર થયે વિણ પ્રીત મદનતણ જે વાટિકા, પ્રાણતણ જે કાય; નેન સલુણી સુદરી, તાપતણી જે છાય. કેથ ગઈ તે કામની, નયણુ ન ઓવે જેહ, સહી તે પહેતી પહરે, પિયુ વિના ધરી નેહ.
ઢાળ ૨ જી. ( સુણુ મેરી બેની કહે કાઈ અચરજ વાત–એ દેશી.) સહી એ દેખી આવતો, નયણે તવ જળધાર, રૂદણ કરે રામા ત્યાંહાં, તેજ મેલ મઝાર