________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. પ૭ શમણે દીઠી લક્ષ્મીને, પોઢી પૂરણ ખ્યાત. પ્રસવી પૂરણ માસ જે, જગમા લક્ષ્મી જોડ; ભાનુપ્રભા સમ જેહમા, રેશ ન દીસે ખોડ. નિ દિન વધતી પત્રિકા, ઉત્સવ કરે અપાર, ઘર ઘર તોરણ બારણે, માદલના દેકાર. ગાવે ગોરી ગીતને, છેદ કવિત કહે ભાટ, બદીજન મૂક્યા પરા, બંદીખાના ઘાટ,
ઢાળ ૪ થી, ( ચરણાલી ચામુડા રણે ચઢે,–એ દેશી ) શાળવતી ગુણ આગળી, વાધતી બાળ કુમારી રે. લધુવેશે મન મોહતી, પ્રેમદા પુણ્ય ભંડારી રે શીળ૦ ૧. મનમાન્યા બોલે બોલડા, રાજી રાય કરત રે, કામલતા માનુ મોહની, હૃદય કમળ ઉલસ તરે. શીળ૦ ૨. લીલા નાની લાડલી, સાત વરસની બાળ રે, પ્રેમે કરી તાતે તદા, લેઈ થાપી નિશાળ રે શીળ૦ ૩, પડિત પાસે પદ્મની, ભણતી તજીને આળ રે; આવે વરણ ઉતાવળા, રસનાએ સુકમાળ રે શીળ૦ ૪. ગણિત છેદ વ્યાકરણ વળી,જાણે અર્થ વિખ્યાત રે, વાણીચી વાણી કહે, સાભળી સહુ હરખાત રે શીળ૦ ૫. હરિયાળી હરખે ભણે, ગૂઢ ગાથાને એમ રે;
ક કાવ્ય મનશું ભલા, ગીતક સઘળાં તેમ રે. શીળ૦ ૬ ગુણું પૂરણ જેવી શારદા, માનુ મનમથ વેલ રે; સકળ શાસ્ત્ર પોતે ભણી, રામા છે રગેલ રે. શીળ. ૭ ભાષા ખટ જાણે વળી, જાણે નાટક ભેદ રે, ભણે ભણાવે હિત કરી, કેવિદ ન આણે ખેદ રે. શીળ૦ ૮. જીવવિચાર નવ તત્વને, ભણતી કર્મઠ ગ્રંથ રે, પ્રકૃતિ લહે સર્વ કર્મની, ધર્મતણ લહે પથ રે શીળ૦ ૯. સાધુ સદા દિલ ધારતી, વારતી મિહ મિથ્યાત રે,