________________
વેદ્યસંવેદ્ય પદ જોવામાં આવે છે. જેને શાસ્ત્રકાર કહે છે કે “તમે સર્વ વાત લયપૂર્વક સમજીને વિચાર પણ કુતર્ક કરશે નહિ. તમે પ્રથમ પરીક્ષા કરે કે તમારા ગુરુ સુજ્ઞ છે કે નહિ, તેઓએ બતાવેલ માર્ગ તમને ન્યાયષ્ટિથી–નૈતિકદષ્ટિથી ઉચિત લાગે છે કે નહિ, તેઓના કહેલા દ્રવ્યાનુયોગના સ્વરૂપમાં કઈ પણે જગ્યાએ વિરોધ છે કે નહિ. આ પ્રમાણે શોધ કરી, તેઓના શિષ્ટત્વને નિર્ણય કરી પછી તમે તેઓના બતાવેલા માર્ગને આદર કરે. જ્યાં તમારી નજર ન પહોંચી શકે, તમારું જ્ઞાન પ્રવેશ ન કરી શકે તેવા અતીન્દ્રિય વિષમાં તમારે થોડું ઘણું તે તેઓનું વચનપ્રામાણ્ય માનવું પડશે, પરંતુ જે વાત તેઓ જણાવે તે તમારા તર્કમાં ઉતરતી ન હોય તે તપાસે, પૂછે, મનન કરે, સમજવા યત્ન કરે. નકામા કુતર્કો કરી, સત્યનું નિકંદન કરવાને અતિ લિષ્ટ માર્ગ પસંદ કરશે નહિ.” કુતર્કો કેવા કેવા થાય છે તે સંબંધી શ્રી હરિભદ્રસૂરિએ ઉક્ત
ગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં અનેક દૃષ્ટાને આપ્યાં છે, અત્ર તે પ્રસ્તુત નથી અથવા લખવાની જરૂર નથી. નવીન સંસ્કારવાળાઓ કુતર્ક કેને કહે છે અને તે કેમ ઉત્પન્ન થાય છે તે તુરત સમજી શકાય તેવી બાબત છે. કુતર્કગ્રહના પેટામાં ચેતનછના અનેક ભાવશત્રુઓ છે. બધાગ, શમમાં અપાય, શ્રદ્ધાભંગ, મિથ્યાભિમાન વિગેરે. આવા સર્વ ભાવશત્રુઓને ત્યાગ કરે ઉચિત છે, કારણ કે તેઓ ઉન્નતિને એકદમ રેકનાર છે અને સંસારમાં પાત કરાવનાર છે. અતીન્દ્રિય વિષયમાં શુષ્ક તર્કથી કામ થતું નથી, એને માટે અનુમાન કરવાની શક્તિ,