________________
વેદ્યસંવેદ્ય પદ
: ૭ : મેટો બનાવ બને છે તેને આ સંવેદ્ય પદ સાથે સંબંધ છે.
આ વિચારણાથી બને પદની ઉત્કાન્તિમાં અતઃપર્યત પ્રાણીની કેટલો મટે તફાવત છે તે જણાશે. અદ્યવતના સંવેદ્ય પદમાં મિથ્યાત્વ છે, બધ ઉપર
ઉપર છે, સંસાર ઉપર રુચિ છે, પાપમાં આસક્તિ છે, ભવાભિનંદીપણું છે, સમારે પયુક્તતા છે. એ પ્રથમની ચાર દષ્ટિમાં વર્તતે પ્રાણી ક્ષુદ્ર(કૃપણ, યાંચાશીળ, દીન (ભવિષ્યમાં અકલ્યાણ થશે એવું બોલનારો), મત્સરી, બીકણું, માયાવી, મૂર્ણ અને સંસારમાં આસક્ત હોય છે અને એવાં ઘણું કાર્યો કરે છે કે જેનું વાસ્તવિક ફળ કાંઈ મળે નહિ. આવા પ્રકારના પ્રાણીને કદાચ બંધ થઈ જાય છે તે પણ તે સુંદર થતો નથી. જેવી રીતે વિષને સ્પર્શ કરેલું અન્ન નકામું થઈ જાય છે તેમ પુદ્ગલાસક્ત પ્રાણુને બંધ થાય છે તે પણ તે નકામે થઈ જાય છે. આ પદમાં રહેલે પ્રાણી વિપર્યાસ કર્યા કરે છે, હિતાહિત બરાબર સમજ નથી, નકામે ખેદ પામે છે અને વર્તમાનદશી હે દીર્ઘ દૃષ્ટિથી પિતાને લાભ કેમ, કેવી રીતે અને શાથી થાય તે જોઈ શકતું નથી. આવી સ્થિતિ હેવાથી જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રેગ, શોક વિગેરે ઉપદ્રવથી ભરપૂર સંસારને જોઈને પણ તેનાથી તે ઉદ્વેગ પામતે નથી. ઊલટે સંસારને ચુંટતે જાય છે, તે અકૃત્યને કૃત્ય સમજે છે, કૃત્યને કરતું નથી અને દુઃખને સુખની ઈરછાથી વહેરી લે છે. ખસ-ખરજ થઈ હોય તેને ખણવાથી શાંતિ થતી નથી પણ તેના નાશથી શાંતિ થાય છે, ખણવાથી તે ખરજ વધે છે, પરંતુ આ વાત પ્રથમની ચાર દષ્ટિમાં બરાબર સમજાતી નથી