________________
કરતાં એક સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ કરવાનું લેખકને વધારે ચોગ્ય લાગ્યું. અને તે રીતે આ પુસતકને જન્મ થયે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી “આનંદઘનપદરત્નાવલિ'ના પ્રથમ ભાગની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની વિચારણા થઈ રહી છે. તે પ્રગટ થાય તે પહેલાં તે પદની યૌગિક પરિભાષા સમજવામાં વાંચકોને સરળતા પ્રાપ્ત થાય એ હતુથી તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે તે સર્વથા ઉચિત જ છે. કેગના વિષયમાં જૈન દર્શન એક વિશિષ્ટ દૃષ્ટિ ધરાવે છે અને તેને લગતી જૈન પરિભાષા પણ અને ખી છે. આ દષ્ટિ તેમ જ પરિભાષાને આ પુસ્તક દ્વારા વાચકને સારો પરિચય થશે એવી આશા છે.
ગેવાળઆ ટેક રોડ, ] ચંદુલાલ સારાભાઈ મોદી મુંબઈ ૨૬, તા. ૨૬-૧-૧૯૫૪
- ચંદુલાલ વર્ધમાન શાહ 0 મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય