________________
બલાદષ્ટિ
: ૪૩ ? અનેક કર્મને ક્ષય થાય છે અને એવા પ્રકારના કર્મક્ષય થો તે ઉત્કૃષ્ટ બોધનું કારણ છે. શ્રાવણ વગર આ લાભ કેવી રીતે થાય એ સહજ પ્રશ્ન થશે, પરંતુ તેને ઉત્તર તદ્દન સાદ છે. શ્રવણની ઈચ્છા કરવાથી શુભ પ્રવૃત્તિ જરૂર થાય છે અને તેથી શ્રવણ પ્રાપ્ત થવામાં અંતરાય કરનાર કર્મને નાશ થાય છે; એને પરિણામે ઉત્ક્રાન્તિમાં આગળ વધતાં જરૂર શ્રવણ પ્રાપ્ત થાય છે. એ અતિ અગત્યની સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ શુશ્રષા ગુણ હોવાથી તે પિતે જ મહલાભ કરનાર છે એમ કારણમાં કાર્યારેપ કરવાથી કહી શકાય. સાધારણ રીતે તે ઘણું વ્યાખ્યાને સાંભળવામાં આવે છે, ભાષણે શ્રવણ કરવામાં આવે છે, ઉપદેશ કર્ણ પથ પર આવી પહોંચે છે, પરંતુ તે શ્રવણથી
જ્યાં સુધી મનમાં અસર ન થાય અને શરીર ઉલ્લાસ પામે નહિ ત્યાંસુધી બહેરા આગળ ગાન કરવા જેવું થાય છે તેથી અહીં શુશ્રષા-શ્રવણેચ્છા ઉત્પન્ન થાય છે તે મહાલાભ કરનારી છે અને તે ઉન્નતિક્રમમાં આ જીવને બહુ સારી રીતે આગળ વધારનારી થઈ પડે છે. આ દ્રષ્ટિમાં એક ખાસ હકીકત જાણવા જેવી ઉન્નતિક્રમમાં બને છે અને તે એ છે કે-શુભ કાર્ય કરતાં બહુધા એમાં વિન થતાં નથી એટલે આરંભ કરેલ શુભ કાર્યો સારી રીતે પાર પડી જાય છે. ઘણા માણસે શુભ કાર્ય આદરીને જરા પ્રત્યવાય આવતાં અટકી પડે છે, પરંતુ અહીં બહુધા અંતરાય થતું જ નથી અને કદિ થાય છે તે તેનું નિવારણ કરવાનું ઉપાયકૌશલ્ય પ્રાપ્ત થઈ જાય છે તેથી વિઘને પણ લાભના રૂપમાં તે ફેરવી નાખે છે. અહીં કેઈ પણ પ્રકારને ઈરછા પ્રતિબન્ધ થતું નથી એટલે ઉપકરણ કે એવી કઈ વસ્તુઓમાં