________________
બલાદષ્ટિ
૨ ૪૧ ર યુવાન પત્નીની સાથે પરિપૂર્ણ સામગ્રીવાળે સુખી પ્રાણ જેમ દિવ્ય ગાયન સાંભળવાની ઈચ્છા રાખે અને તેના શ્રવણમાં તેને જેમ મજા પડે તેમ આ દષ્ટિમાં વર્તતા જીવને તત્વશ્રવણની ઈરછા પ્રબળ થાય છે અને તેમાં તેને મજા પડે છે. બીજી દષ્ટિમાં જે તત્વની જિજ્ઞાસા થઈ હતી તે આગળ વધીને અહીં શ્રવણેછા બહુ સારી રીતે થાય છે. વિલાસભેગ સ્વાધીન રાજ્યસંપત્તિવાળે રાજા નવપરિણીત રાણી સાથે જ્યારે સુંદર વાતાયનમાં બેસી ગીત શ્રવણ કરે, ઉસ્તાદ ગાયકે હાવભાવ યુક્ત નાટક કરે અને સાથે અભિનય-મુજરા કરતા જાય–આવા પ્રકારનું ગાન સાંભળવાની અને નૃત્ય જેવાની જેમ સર્વ પ્રાણીને તીવ્ર ઈચ્છા થાય છે તેમ આ દષ્ટિને પ્રાપ્ત થયેલા જીવને તત્વશ્રવણની અતિ પ્રબળ ઈચ્છા થાય છે. એને તત્ત્વશ્રવણમાં એ આનંદ આવે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ. ઉપરનું દૃષ્ટાન્ત તે માત્ર એ હકીકત સમજાવવા માટે આપવામાં આવ્યું છે, બાકી એના મનમાં જે ઈરછા થાય છે તે તે અતિ વિશાળ. સદિત અને નિરંતર વૃદ્ધિ પામતી હોય છે. આ દષ્ટિમાં બોધ કાષ્ઠ અગ્નિના કણ જે હોય છે. એ બધ છાણાના અગ્નિથી વિશેષ છે. એટલા વિશિષ્ટ બોધને લીધે તેના ઉપર વિશેષ સ્થિતિ થાય છે અને તેથી સ્મૃતિ પણ સાધારણ રીતે વધારે રહે છે, અર્થપ્રયોગ ઉપર ધ્યાન વિશેષ રહે છે અને તેથી આત્મસાધન તરફ કાંઈક વધારે યત્ન થાય છે. અહીં જે કે તેને મિથ્યાજ્ઞાન હોય છે તે પણ તે સમ્યોધની નજીક આવતે જાય છે તેથી અન્ય દેવાદિના કરેલા ચમત્કાર વિગેરે દેખીને તે લલચાઈ જતું નથી. આવી રીતે લલચાઈ જવું તેને