________________
: ૨૪૮ :
જૈન દષ્ટિએ એમ પૃથ્વી ઉપર વિહાર કરી અન્ય જીને સન્માર્ગ બતાવવા દેશના આપે છે. એમને પણ ચાર ઘાતી કર્મોને ક્ષય થયેલે હોય છે અને બાકીનાં ચાર અઘાતી કર્મો રહેલાં હોય છે. આયુકર્મના પ્રમાણમાં જેમને બાકીનાં કર્મો વધારે રહે છે તેઓ આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહે તે વખતે કેવળીસમુદુઘાત કરે છે અને તે દ્વારા બાકીનાં નામ, ગોત્ર ને વેદનીય કમેને આયુકર્મની સમાન સ્થિતિમાં લાવી મૂકે છે. એટલે એ કેવળ સમુદ્યાત દ્વારા વધારાનાં કર્મો પ્રદેશદયથી ભોગવી ફેંકી દે છે. તીર્થકર અને સામાન્ય કેવળી બને સમુદ્રઘાત કરે છે. કેવળીસમુહુઘાત આઠ સમયમાં થાય છે. પ્રથમ સમયે દંડ કરે છે એટલે ઊર્વ શ્રેણીએ અને અધ શ્રેણીઓ કાન્તપર્યત આત્મપ્રદેશને સીધા ગઠવે છે, બીજા સમયે કપાટ કરે છે એટલે દંડની બન્ને બાજુએ આત્મપ્રદેશને વિસ્તારી લેકાન્તપર્યત લઈ જાય છે, ત્રીજે સમયે મંથાન કરે છે એટલે મંથાનની જેમ ચોમેરથી આત્મપ્રદેશ વિસ્તારે છે, પછી એથે સમયે વચ્ચે રહેલા આંતરાએ આત્મપ્રદેશથી પૂરે છે, આવી રીતે ચોથા સમયે દરેક આકાશપ્રદેશ પર અકેક આત્મપ્રદેશ ચોદે રાજકમાં પૂરી તેના પર રહેલી વધારાની કર્મવર્ગણાને ખંખેરી નાખે છે, પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે તેથી ઊલટી ક્રિયા કરી અંતર મંથાન, કપાટ અને દંડને સંકેલી નાખે છે. આવી રીતે સમુદ્દઘાત કરી આઠમા સમયે અસલ સ્થિતિમાં આવે છે. આ કેવળ સમુદુઘાત અતિ આશ્ચર્ય ઉપજાવે તેવી હકીકત છે અને તે જેમને આયુકર્મ કરતાં બીજાં ત્રણ કર્મનાં દળે વધારે રહેલાં હોય